♠ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલને બદલે પર્યાવરણલક્ષી 'ગ્રીન ફ્યુઅલ' સી.એન.જી.નો ઉપયોગ સરેરાશ ૮૦ ટકા ઓછું પ્રદૂષણ કરે છે.
♠ સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ.
♠ પૃથ્વીના પેટાળમાંથી મળતા કુદરતી ગેસમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓ દૂર કરવાથી શુધ્ધ સીએનજી મળે છે.
♠ સીએનજીમાં ૯૧ ટકા મિથેન વાયુ હોય છે બાકીના ૯ ટકામાં ઈથેન, બૂટેન, પ્રોપેન હોય છે.
♠ સીએનજીનું એન્જિનમાં પૂરેપુરું દહન થાય છે એટલે ધૂમાડો નિકળતો નથી.
♠ સીએનજીનો બાટલો ૩.૫ ફૂટ લાંબો અને એક ફૂટ પહોળો હોય છે તેમાં દર ચોરસ સેન્ટીમીટરે ૨૦૦ કિલો દબાણ થતું હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો