ડેમ વિશે અવનવું

»★«  નદીઓનું પાણી વહીને સમુદ્રમાં  જતું હોય છે. મોટી નદીઓના સમુદ્રમાં વહી જતાં પાણીને રોકીને તેનો ખેતી વગેરેમાં ઉપયોગ કરી શકાય તે માટે નદી પર ડેમ બાંધવામાં આવે છે.

»★«  ડેમ એટલે નદીના પ્રવાહને રોકવા માટે બાંધવામાં આવેલી મજબૂત અને પહોળી દીવાલ. આ રીતે રોકાયેલું પાણી વિશાળ સરોવર તરીકે સંગ્રહ થાય છે અને તેનો સિંચાઇ માટે ઉપયોગ થાય છે.

»★« સદીઓ પહેલા પણ લોકો નદી પર ડેમ બાંધતા. ડેમના સિંચાઇ સિવાય ઘણા ઉપયોગ છે. ડેમમાં જરૃર પડે તો પાણીને વહી જવા માટે યાંત્રિક રીતે ખૂલતાં અને બંધ થતાં દરવાજા પણ રખાય છે.

»★«  ઊંચા ડેમ પરથી પડતાં પાણીમાં ઘણી શક્તિ હોય  છે આ શક્તિનો ઉપયોગ કરી વીજળીનું ઉત્પાદન પણ કરી શકાય છે. આજે મોટા ભાગના ડેમ પર વીજમથકો હોય છે. ડેમથી નદીમાં પૂરનું સંકટ ટળે છે.

»★«  વિશ્વનો સૌથી જૂનો અને હાલમાં ઉપયોગમાં લેવાતો ગ્રીસની લાકિસા નદી પર આવેલો કોફીની ડેમ ૧૨મી સદીમાં બંધાયેલો.

»★«  વિશ્વમાં તમામ ડેમ પૈકી અર્ધા ઉપરાંત ભારત અને ચીનમાં છે.

»★«  વિશ્વભરમાં નોંધપાત્ર ગણાય તેવા  ૪૦૦૦૦ ડેમ છે.

»★«  વિશ્વનો સૌથી મોટો ડેમ ચીનનો થ્રી ગોર્જીસડેમ ૧૮૨ મીટર ઊંચો અને ૨૩૩૫ મીટર લાંબો છે.

»★«  વિશ્વભરની મોટા ભાગની વિદ્યુત ઉર્જા ડેમ ઉપર બંધાયેલા ઉર્જામથકમાંથી મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો