પેન્સિલ

લખવા માટે બોલપેનની શોધ પછી પેન્સિલનો ઉપયોગ ઘટી ગયો છે. પરંતુ ૧૮મી અને ૧૯મી સદીમાં પેન્સિલ મહત્વનું સાધન હતી આજે ભલે રોજીંદા જીવનમાં પેન્સિલનો ઉપયોગ ઓછો થયો છે પરંતુ તેનું વેચાણ ઘટયું નથી.

-પેન્સિલ શબ્દ લેટિન ભાષાના પેનિસિલસ શબ્દ ઉપરથી બન્યો છે તેનો અર્થ થાય છે, 'ટૂંકી પૂંછડી'

-માટીની ભૂંગળીમાં ગ્રેફાઇટની સળી નાખીને વિશ્વની પ્રથમ પેન્સિલ ઇ.સ. ૧૭૯૫માં નિકોલસ જેક્વીસે બનાવેલી.

-પેન્સિલ છોલવાનું શાર્પનર ઇ.સ. ૧૮૨૮માં બર્નાર્ડ લેસીમોરે શોધેલું.

-૧૯મી સદીમાં પેન્સિલ, પેન્સિલ છોલવાનું શાર્પનર અને ભૂંસવા માટેનું રબ્બર ઓફિસ અને શાળાઓના અનિવાર્ય સાધનો હતા.

-પેન્સિલમાં રહેલ ગ્રેફાઇટના રજકણો કાગળના ફાઇલર પર ચોંટી જાય એટલે તે લખવા માટે ઉપયોગી થઈ છે.

-પેન્સિલ વડે ઝીરો ગ્રેવિટીમાં પણ લખી શકાય છે એટલે અવકાશયાત્રામાં અવકાશયાત્રીઓને પેન્સિલ રાખવી ફરજિયાત છે.

-ચીન સૌથી વધુ પેન્સિલ ઉત્પાદન કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો