🔷 હિંદ મહાસાગરનું પાણી સૌથી વધુ ગરમ છે. તેની સપાટી પર પાણીનું તાપમાન ૩૬.૬ ડિગ્રી રહે છે.
🔷 સૌથી મોટો પેસિફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે અને સૌથી ઊંડો પણ છે.
🔷 પેસિફિક મહાસાગરમાં ૨૫૦૦૦ ટાપુઓ છે. બાકીના બધા જ મહાસાગરોમાંના કુલ ટાપુ કરતા પણ વધુ.
🔷 સૌથી વધુ દરિયાઇ સફરો એટલાન્ટિક મહાસાગરમાં થાય છે.
🔷 હિંદ મહાસાગરના પાણીમાં સૌથી ઓછો ઓક્સિજન હોવાથી જળચર પણ ઓછા જોવા મળે છે.
🔷 આંતરરાષ્ટ્રીય દિનાન્તર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો