★ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેનો જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં દિવસ અને બાકીના ભાગમાં રાત હોય છે. પૃથ્વીનો જે ભાગ ફરતો ફરતો સૂર્ય તરફ આવે એટલે પૂર્વ દિશામાં સૂર્યોદય થાય અને સવાર પડે તે જ રીતે આ ભાગ ફરીને આગળ વધે ત્યારે બપોર અને સાંજ પડે. પૃથ્વીના આ ચક્રને ૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪.૦૯ સેકન્ડ લાગે છે. આ જાણીતી વાત છે.
★ આપણે સવારથી સાંજ સુધીના સમયને દિવસ કહીએ છીએ પરંતુ ખગોળશાસ્ત્રીઓ બપોરથી બીજા દિવસની બપોર સુધીના સમયને એક દિવસ ગણે છે.
પૃથ્વીના વિષૃવવૃત્ત ઉપર ૧૨ કલાક દિવસ અને ૧૨ કલાક રાત હોય છે. વિષૃવવૃત્તથી દૂર ધ્રુવપ્રદેશો તરફ જતાં દિવસ અને રાતના સમયગાળામાં તફાવત પડે છે.
★ આપણે ત્યાં ૨૧મી જૂન સૌથી લાંબો અને ડિસેમ્બરની ૨૨મીએ સૌથી ટૂંકો દિવસ હોય છે.
★ સામાન્ય વ્યવહારમાં રાત્રિના ૧૨ વાગ્યે બીજો દિવસ કે તારીખ શરૂ થાય છે. રાત્રે બાર વાગ્યે ઘડિયાળ શૂન્યનો અંક બતાવે. બપોરના બાર પછી એક વાગે તેને ૧૩ કલાક કહે છે પ્રાચીન કાળથી આ પ્રથા ચાલુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો