લેબલ ગુજરાતી વ્યાકરણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી વ્યાકરણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

અલંકાર

#ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર

સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે.

અલંકારના મુખ્ય બે પ્રકાર છે.

(૧) અર્થાલંકાર

(૨) શબ્દાલંકાર

(૧) અર્થાલંકારઃ

વાક્યમાં અર્થની મદદથી ચમત્કૃતિ કે નવીનતા આવતી હોય તેને અર્થાલંકાર કહેવામાં આવે છે.

(૨) શબ્દાલંકારઃ

જે વાક્યમાં શબ્દની મદદથી ચમત્કૃતિ કે નવીનતા સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહેવાય છે.

(1) અર્થાલંકારના પ્રકારઃ

(૧) ઉપમા અલંકારઃ

બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.

અથવા

ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.

* ઉપમેય અલંકારઃ વાક્યમાં જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવામાં આવે છે.

* ઉપમાન અલંકારઃ વાક્યમાં જેના સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહેવામાં આવે છે.

* ઉપમા વાચક શબ્દો એટલે શું?

બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચેના કોઈ એક ખાસ ગુણને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

જેમકે…, સમ,સરખુ,સમાન,સમોવડુ,તુલ્ય,પેઠે,જેવુ,જેવી વગેરે ઉપમા વાચક શબ્દો કહેવામાં આવે છે.

દાઃત- સ્વામી વિવેકાનંદ શક્તિના ધોધ સરીખા હતા.

(૨) ઉત્પ્રેક્ષા અલંકારઃ

ઉપમેય અને ઉપમાન સમાન હોવાની કલ્પના,સંભાવના થતી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.

જેમકે…, જાણે,રખે,શક,શું….

દાઃત- હૈયુ જાણે હિમાલય

(૩) વ્યતિરેક અલંકારઃ

ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.

દાઃત- ભારત કરતાં ગુજરાત મોટુ

- કમળ કળી થકી કોમળ છે અંગ મારી બેની નું.

(૪) વ્યાજસ્તુતિ અલંકારઃ

નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.

દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી.

(૫) રૂપક અલંકારઃ

ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.

દાઃત-સંસાર સાગર અસાર છે.

- ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો.

(૬) અનન્વય અલંકારઃ

ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.

દાઃત- મા તે મા

- લત્તા તો લત્તા જ,કહેવુ પડે એનુ તો.

(૭) શ્લેષ અલંકારઃ

જ્યારે એ શબ્દનાં એક કરતાં વધારે અર્થ થઈને નવીન ચમત્તકૃતિ આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે.

દાઃત- જવાની તો જવાની છે.

-દિવાનથી દરબાર છે અંધારું ઘોર.

(૨) શબ્દાલંકારના પ્રકારઃ

(૧) વર્ણાનું પ્રાસઃ

જ્યારે આપેલી પંક્તિમાં કે વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ કે ત્રણથી વધુ શબ્દોમાં આરંભે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનું પ્રાસ અલંકાર બને છે. તેને અનુપ્રાસ કે વર્ણ સગાઈ પણ કહે છે.

દાઃત- અવીનાશીન અન્નકોટનાં અવિનીત અમૃત ઓડકાર.

- ભુખથી ભૂંડી ભીખ છે.

(૨) શબ્દાનું પ્રાસઃ

જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક સરખાં ઉચ્ચાર કે પ્રાસ ધરાવતાં બે કે બેથી વધુ શબ્દો આવીને વિવિધ અર્થ બતાવે ત્યારે શબ્દાનું પ્રાસ બને છે.તેને યમક અને ઝડ પણ કહે છે.

દાઃત- કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો

- ખરે નર ખર જાવુ.

(૩) અંત્યાનુ પ્રાસ અલંકારઃ (પ્રાસાનુ પ્રાસ)

એક પછી એક આવતી બે પંક્તિ કે બે ચરણનાં છેડે કે અંતે એક સરખાં પ્રાસ કે ઉચ્ચાર વાળા શબ્દો આવીને જુદા-જુદા અર્થ ધરાવે ત્યારે અંત્યાનું પ્રાસ કે પ્રાસાનું પ્રાસ અલંકાર બને છે. આ અલંકાર હંમેશા બે પંક્તિમાં જ હોય છે.

દાઃત-ઝાકળના પાણીનું બિંદુ એકલવાયુ બેઠુતું,

સૂરજ સામે જોતુ‘તુને એકલુ એકલુ રોતુતું.

(૪) આંતર પ્રાસ/પ્રાસ સાંકળીઃ

જ્યારે પહેલા ચરણનાં છેલ્લા શબ્દ અને બીજા ચરણનાં પહેલા શબ્દ વચ્ચે પ્રાસ કે ઉચ્ચાર રચાય ત્યારે આંતર પ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે.

દાઃત- મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદને કર્યાં ઉત્સવ.

- પ્રેમ પદારથ અમે પામીએ,વામીએ જન્મ મરણ જંજાળ.

YOU KNOW 

[01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી

[02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ

[03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ

[04] વલસાડ : ચીકુ

[05] ડાકોર : ગોટા

[06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા

[07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી

[08] જામનગર : કચોરી, પાન.

[09] ખંભાત : હલવાસન, સુતરફેણી

[10] લીમડી : કચરિયું

[11] નડિયાદ : ચવાણું

[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક

[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી

[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)

[15] ખેડા : ઘઉંનો પોંક

[16] બારડોલી : પાત્રા

[17] જૂનાગઢ : કેરી

[18] પોરબંદર : ખાજલી, થાબડી

[19] થાન : પેંડા

[20] ગોંડલ : મરચા

[21] આણંદ : દાળવડા

[22] પાલીતાણા : ગુલકંદ

[23] ડિસા : બટાટા

[24] ચોટીલા : ખાંડના લાડુ

[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી

ગુજરાતનાં મ્યુઝિયમો

ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.
ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે.

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.

(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.

-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.

(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.

-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.

આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.

(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.

-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.

-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.

(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.

-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.

(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.

-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.

(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.

-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.

(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.

-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.

-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.

-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.

(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.

-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.

-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.

(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.

-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.

-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.

(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.

- આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.

(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.

-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.

(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.

- આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.

(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.

(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.

-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.

(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.

-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.

(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.

(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.

- તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.

(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.

- આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.

(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.

-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.

(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.

-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.

(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.

-જે બાળકો માટે છે.

(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.

-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

સમાસ


• સમાસ એટલે સમ + આસ એટલે કે સાથે બેસવું.

• બે કે બેથી વધારે પદ સંયોજાઈ એક નવો એકમ રચે તો તેને સમાસ કહે છે.

• સમાસનો હેતુ શબ્દોની કરકસર કરી વાતને સંક્ષેપમાં રજૂ કરવાનો છે.

•બે પદોને વિભક્તિનો પ્રત્યય મૂકી છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે.

•સામાસિક શબ્દમાં આવતા પ્રથમ શબ્દને પૂર્વપદ અને દ્વિતીય શબ્દને ઉત્તરપદ કહેવામાં આવે છે.

•પૂર્વ એટલે પહેલું પદ અને ઉત્તર એટલે બીજું પદ.

##_દ્વંદ્વ સમાસ_##

• બંને પદોનું સરખું મહત્વ હોય છે.

• વિગ્રહ કરતી વખતે અને, તથા, યા,અથવા,કે જેવા સંયોજનો આવે છે. દ્વંદ્વ સમાસ જોડકું જ હોય છે.

€€_ઉદાહરણો_€€

આબોહવા
નફોતોટો
ધનુષબાણ
ગાંડીઘેલી
માબાપ
દંપતી
અસ્તવ્યસ્ત
ગુરૂશિષ્ય
અંજળ
ઉમાશંકર
તેજીમંદી
સ્ત્રીપુરૂષ
હાથપગ
ઊંચનીચ
ખેંચતાણ
રાગદ્વેષ
સોયદોરો
તારટપાલ
સોનુરૂપું
વેશટેક
વેરઝેર
હષ્ટપુષ્ટ
નરનારી
દવાદારૂ
રાધાકૃષ્ણ
સ્નેહશોર્ય
નિશદિન
શાકભાજી
ભૂલચૂક
શિવપાર્વતી
અહર્નિશ
ખટમીઠાં
સૂનમૂન
રેવાશંકર
હિલચાલ
શરસંધાન
બેચાર
આપલે
ડગુમગુ
દિકકાલ
મોજમજા
સંકલ્પવિકલ્પ

**_દ્વિગુ સમાસ_**

• પૂર્વપદ ચોક્કસ સંખ્યાદર્શાવતું હોય છે. જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ. ઉત્તરપદ સંજ્ઞા હોય` છે.

• જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.

^^_ઉદાહરણો_^^

નવરાત્રી
ત્રિકોણ
ત્રિલોક
પંચામૃત
પ્રાક્ષિક
ચોમાસું
પંચવટી
પંચદેવ
ત્રિદેવ
ત્રિશૂલ
ચતુર્ભુજ
દશેરા
સપ્તાહ
નવરંગ
સપ્તપદી
ચોખંડ
ચોધાર
ખટરસ
સપ્તર્ષિ
પંચાગ
ત્રિભુવન
દ્વિમુખ
નવનિધિ
ત્રિરંગો
શતદલ
પખવાડિયું
ચોમાસું
દશાનન

**_કર્મધારય_**

~પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરે છે.

~દા.ત.- શ્યામવર્ણ ( શ્યામ એવો વર્ણ) મહાથી શરૂ અને રૂપીથી વિગ્રહ થાય છે.

~રૂપી,એવા,તેવું,જેવું,એવી જેવા શબ્દોમાંથી ગમે તે એક શબ્દ આવે ત્યારે કર્મધારય સમાસ બને છે.

^^_ઉદાહરણો_^^

મહાસિદ્ધિ
ભક્તિપદારથ
ભૂતકાળ
ઉપવસ્ત્ર
હરિવર
લંબગોળ
દુકાળ
પાણીપોચું
મધ્યરાત્રી
ભરપેટ
વરદાન
એકમાત્ર
મહાપુરૂષ
તીર્થોત્તમ
જ્ઞાનબોધ
અમરવેલ
દીર્ઘદ્રષ્ટ્રી
મહોત્સવ
શશીમુખ
મહાશાળા
નાલાયક
પરદેશ
દેહલતા
વાગ્બાણ
અમૃતઝરા
જ્ઞાનસાગર
નરસિંહ
સમભાવ
સજ્જન
પ્રતિકૃતિ
ઘનશ્યામ
સ્ત્રીરત્ન
મહારાજ
સૂર્યદેવ
જ્ઞાનદીપ
ભાષાંતર
મહર્ષિ
કાજળકાળી
સદાચાર
દેશાંતર
સ્નેહરશ્મિ
નવયુગ
પરમેશ્વર
મહાત્મા
યમરાજ
દરિયાદેવ
અધમણ
કુમાર્ગ
હાસ્યબાણ
ભાવનગર
દુર્ગુણ
સુરસરિતા
સ્વભાવ
સત્સંગ
સુધારણા
જ્ઞાનજયંતી
ખટરસ
મહાકાલ
ભવાટવી
નવલાખ
ષડરિપુ
નામમાત્ર
અન્નદેવ
હષ્ટપુષ્ટ
ત્રિભુવન
પીતાંબર
રૂપાંતર
શીતોષ્ણ
માતૃભોમ
પટરાણી
મડાગાંઠ
કન્યાકુમારી
માયાજાળ
વ્રજાઘાત
રામેશ્વર
પાનબાઈ
મુખ્યમંત્રી
પૂજયભાવ
સુધારણા
સ્મુતિપટ
એકાંત
લક્ષ્મીદેવી
કન્યાકુમારી
દીર્ઘદ્રષ્ટિ
સ્વભાવ
ગંગાસતી
મધરાત
મણિબા
રામેશ્વર
મહાશાળા
માયાજાળ
પરમમિત્ર
સૌભાગ્ય
મહારાજ
ગાયમાતા
દુર્જન
શિવાલય
વાતાવરણ
પરોપકાર
મહારાજા
ખટરસ
ચોમાસું
પરમાર્થી
ષડરિપુ
કાજલઘેરું
ભવાટવી
હીનકર્મ
સતગુરૂ
રૂપાંતર
પંચવટી
માતૃભોમ
ત્રિભુવન
હષ્ટપુષ્ટ
પંચાગ
મહર્ષિ
અઠવાડિયું
મહાવીર
જ્ઞાનદીપ
નામમાત્ર
પરદેશ
સદગતિ
દરિયાદેવ
કલરવ

{**_બહુવ્રિહી સમાસ_**}

~સમાસમાં આખું પદ વિશેષણ તરીકે વપરાય છે.

~અને જેનો વિગ્રહ કરતી વખતે જેમનામાં તેમનામાં ,જેમને તેમને,જેવું તેવું માંથી ગમે તે એક સર્વનામ મૂકવામાં આવે છે.

~બહુવ્રિહી સમાસ હંમેશા વિશેષણ તરીકે ઓળખાય છે.

~દા.ત. શ્વેતાંબર – શ્વેત ( સફેદ) છે જેના અંબર (વસ્ત્ર) તે.

^^_ઉદાહરણો_^^

ચતુર્ભુજ
નિસ્પૃહ
નિરક્ષર
નાખુશ
રસિક
નિરાધાર
સૂર્યમુખી
ધૂમકેતુ
ચક્ષુ:શ્રવા
અણખૂટ
હરખઘેલા
તપોધન
પુણ્યશ્લોક
પ્રજ્ઞાચક્ષુ
હતાશ
વિધૂર
ચક્રપાણિ
ચતુરંગી
નિર્મળ
દામોદર
સાવધાન
પ્રજ્ઞાચક્ષુ
નીલકંઠ
નવરંગી
વિરાટકાય
સ્થિતપ્રજ્ઞ
નિર્બળ
રંગબેરંગી
હનુમાન
વિખૂટાં
સત્યવાદી
આદિવાસી
નિર્જન
અવિનાશ
મયૂરવાહિની
અગણિત
દુંદાળો
બહુરૂપી
નિરાશ
અશ્વત્થ
કૃતાર્થ
અમંગળ
સવિનય
નમાંયા
સધવા
દામોદર
સર્વજ્ઞા
અખંડ
અજાણ
મૃગનયની
ઉદગ્રીવ
ક્ષણભંગુર
નખશિખ
ચીંથરેહાલ
અજાણ
સુકેશી
મહાસર્જક
નિ:સ્પૃહ
અમૂલ્ય
નિર્દય
પંકજ
ગજાનન
પાણીપંથો
અજાતશત્રુ
પદ્મનાથ
ખ્યાતનામ
અનુપમ
અવિનાશી
ગજગામી
નિષ્ફળ
કારાગૃહ
મૂશળધાર
અમૂલખ
મહામૂલો
સાવધાન
નોંધારી
અદીઠાં
અપરંપરા
મોરપીંછ
ગજાનન
આત્મજ્ઞાની
નિરક્ષર
અનુપમ
અંતર્મુખી
વિધૂર
સવિનય
કમનસીબ
વ્યર્થ
ધૂમકેતુ
નિર્ધન
એકરાગ
મૃગનયની
મહામૂલો
બેફીકર
નિષ્ફળ
તપોવન
સ્થિતપ્રજ્ઞ
અમંગળ
વિખૂટાં
ગજેન્દ્ર
અશ્વત્થ
ઉદગ્રીવ
સુરભિસુત
અબળા
બહુરૂપી
અનિષ્ટ
સાર્વજનિક
અહિંસા
ચંદ્રશેખર
કૃતાર્થ
દેવાંશી
સાહિત્યરસિક
શાંતિપ્રિય
કુમારિકા
વિયોગ
વિધવા
અમંગલ
અપૂર્વ
બંદીવાન
સત્યવાદી
લઘુપુરુષ
સુંદરવન
મહાબાહુ
તીર્થોત્તમ
નખશિખ
ક્ષણભંગુર

**_મધ્યમપદલોપી સમાસ_**

~પૂર્વ પદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલ હોય છે.

~વચ્ચેનું પદ લુપ્ત થયેલું હોય છે., વિગ્રહ વખતે તે પદ મુકાય છે.

~પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે વધારાના પડો ઉમેરાય છે.

~દા.ત.- મરણપોક = મરણ વખતે મુકાતી પોક , દીવાદાંડી = દીવો બતાવતી દાંડી

°°•_ઉદાહરણો_•°°

ધારાસભા
ગણવેશ
મૂર્ખવિદ્યા
તપશ્વર્યા
વિજયધ્વજ
દવાખાનું
ઘોડાગાડી
વર્તમાનપત્ર
શિષ્યવૃત્તિ
આગગાડી
વિદ્યાલય
સિંહાસન
વૃંદાવન
દીવાદાંડી
પ્રમાણપત્ર
ટપાલપેટી
લોકગીત
હાથરૂમાલ
દહીવડા
કલ્પવૃક્ષ
કંચનચૂડો
દાળચોખા
મરણપોક
દીવાસળી
નરહરિ
બ્રહ્મભોજન
દુ:ખવિયોગ
ફૂલડાં-કટોરી
અમૃતઝારી
લોકસભા
શિલાલેખ
આમંત્રણપત્રિકા
શાંતિનિકેતન
મર્મવચન
માનવકૃતિ
ઘરધંધો
સૂર્યમુખી
ભજનમંડળી
વિજ્યસેના
પાયદળ
પૂરણપોળી
લોકવાયકા
રાહતકાર્ય
મધુપુષ્પો
આગબોટ
પાપાચોરી
આવકવેરો
વરાળયંત્ર
કામધેનું
ઘરજમાઈ
ચિત્રકલા
હાસ્યબાણ
ચિંતામણી
અગરબત્તી
રાહતકાર્ય
સૌદર્યધામ
ભજનમંડળી
જકાતનાકું
બોધિવૃક્ષ
રંગભૂમિ
વ્રુંદાવન
સ્વયંવર
શૌર્યગીત
કામધેનું
સ્થિતપ્રજ્ઞ
કઠપૂતળી
દાનપેટી
કચરાપેટી
કુળદેવી
પ્રમાણપત્ર
મેઘધનુષ્ય
વરાળયંત્ર
ધારાસભ્ય
સહનશક્તિ
ટિકિટબારી
હર્ષનાદ
રાજીનામું
મંગળસૂત્ર
સિંહાસન
હાથરૂમાલ
મિલમજૂર
સભાગૃહ
મરણપથારી
સંસ્કૃત
મહત્વકાંક્ષા
પૂરણપોળી
રાજસત્તા
પોસ્ટકાર્ડ
પ્રેમાનંદ

^**_ઉપપદ સમાસ_**

~પૂર્વપદ નામના અર્થનું સૂચન કરતુ હોય અને ઉત્તરપદ કામના અર્થનું સૂચન કરે છે.

~ઉત્તરપદ ક્રિયાધાતુ હોય છે. વિગ્રહ કરતી વખતે નાર, નારી, વાળી શબ્દ આવે છે.

~ઉત્તરપદમાં જ,દ,સ્થ,ઘર,કર,હર,કાર,રાખું દા.ત.-ગૃહસ્થ –ગૃહમાં રહેનાર ,

^^°•_ઉદાહરણો_•°^^

મનોહર
અમલદાર
પંકજ
પગરખું
જશોદા
ગ્રંથકાર
ધર્મજ્ઞ
કૃતજ્ઞ
કથાકાર
હરામખોર
વસુધા
ગોપાલ
ગોવિંદ
નર્મદા
ભયંકર
કાર્યકર
અનુજ
ક્ષિતિજ
તટસ્થ
પૂર્વજ
જ્ઞાનદા
કંઠસ્થ
સુવર્ણકાળ
કૃષિકાર
વ્યાજખાઉ
છાતીફાટ
મોહક
રણછોડ
સત્યવાદી
ડંકાધારી
તત્વજ્ઞ
ગળાબૂડ
રોચક
હૈયાફાટ
ગિરિધર
સાવધાન
અન્નપુર્ણા
સેવક
આયુધધારી
વંશજ
ખગ
મણીઘર
ચિત્રકાર
માર્ગદર્શક
આદિવાસી
મનભર
ભયંકર
ગ્રંથપાલ
માથાફોડ
સરોજ
સુધાકર
કદરદાન
પ્રેમદા
સત્યવાદી
ઉદ્ધારક
વિષઘર
પ્રયોદ
બંસીધર
દિનકર
ગિરધર
મુરલીધર
નીરદ
મોક્ષદા
ગગનભેદી
મોહક
ચિત્તભેદક
સ્વર્ગસ્થ
સર્વજ્ઞ

**_તત્પુરૂષ સમાસ_**

~જે સમાસમાં પૂર્વપદઅને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલાં હોય છે.

~પ્રત્યય ;- ને,થી, થકી, વડે, માટે, નો, ની, નું,માં, પર વિગ્રહ કરતા ‘ ને’ આવે તો કર્મ તત્પુરૂષ વિગ્રહ કરતા ‘ થી, વડે ’ આવે તો કરણ તત્પુરૂષ વિગ્રહ કરતા ‘ માટે ’ આવે તો સંપ્રદાન તત્પુરૂષ વિગ્રહ કરતા ‘ નો, ની,નું, ના’ આવે તો સંબંધ તત્પુરૂષ વિગ્રહ કરતા ‘ માં પ્રત્યે ’ આવે તો અધિકરણ તત્પુરૂષ

~દા.ત. :- ગર્ભશ્રીમંત – ગર્ભથી શ્રીમંત

<<_ઉદાહરણો_>>

નંદકુંવર
મતભેદ
રાજમહેલ
વિધાર્થી
શિવાલય
પત્રવ્યવહાર
માનવજીવન
પ્રેમવશ
કર્માધીન
સ્વાધીન
પ્રેમાધીન
સજાપાત્ર
તૃષાતુર
યુધિષ્ઠિર
પ્રખ્યાત
રસભીનું
મંત્રમુગ્ધ
ચિંતાતુર
દયાપાત્ર
યજ્ઞવેદી
દેશદાઝ
દેવાલય
ફૂલહાર
કવિવર
તોપખાનું
શોકગ્રસ્ત
પુત્રજન્મ
માધવ
સ્નેહભીની
વનવાસ
પદભ્રષ્ટ
ભયંકર
સર્પદંશ
ઘોડેસવાર
પ્રગતિ
નપુસંક
સ્નેહભીનાં
આબરૂ
સૂત્રોચ્ચાર
શિવાલય
વાતાવરણ
હરખઘેલા
સુગંધ
અજ્ઞાન
નાલાયક
લોકપ્રિય
કન્યાશાળા
નંદકુંવર
નૌકાવિહાર
ધર્મભ્રષ્ટ
કાર્યદક્ષ
વિદ્યાલય
રંગભૂમિ
વરમાળા
વસુંધરા
પ્રત્યાઘાત
વિશ્વભર
પ્રભુપ્રીતિ
ભયમુક્ત
રામવિજય
સુરભિસૂત
સ્ત્રીપાત્ર
ગજેન્દ્ર
વૃક્ષપ્રીતિ
મમતાભરી
સોનામહોર
ધનુષકોડી
તામ્રપત્ર
વિવેકાનંદ
હારબંધ
પિયરઘર
માનવસેના
દેવમંદિર
ઘટમાળ
યાત્રાધામ
સમુદ્રકાંઠે
ધરાતલ
પૂજાથાળ
ચરણરજ
દેશસેવા
મોહાંધ
જન્મસિદ્ધ
કાર્યકુશળ
લગ્નવેદી
સ્નેહવર્ષા
મતભેદ
અક્ષર
રાષ્ટ્રધ્વજ
લોકસેવક
કાર્યકર્તા
મનોબળ
શરદપૂર્ણિમા
નવયુવક
રાજ્યતંત્ર
માતૃભક્ત
લોકલાજ
ભૂતળ
ઉપપદ
હરિજન
બ્રહ્મલોક
નામાંકિત
વનશ્રી
વાચનખંડ
પરાધીન
મતભેદ
રજાચિઠ્ઠી
સંસારસેવક
યંત્રયુગ
લોકપ્રિય
ફૂલવાડી
કાર્યદક્ષ
માનવજીવન
સોનામહોર
ગામધણી
રાષ્ટ્રભાષા
સ્વતંત્ર `
સંસારસેવક
ભગિનીપ્રેમ

**_અવ્યવીભાવ સમાસ_**
~પૂર્વપદ અવ્યય હોય, અને ઉત્તરપદ નામ હોય ત્યારે આ સમાસ બને છે.

~પૂર્વપદમાં ‘ યથા, આ, ઉપર અઘો જેવા અવ્યયો હોય

``°•_ઉદાહરણો_•°´´

આજન્મ
પ્રતિપળ
યથાશક્તિ
પરોક્ષ
પ્રત્યક્ષ
આજીવન
યથાર્થ
દરરોજ
પ્રતિદિન
પ્રતિવર્ષ
પ્રત્યેક
અબાલવૃદ્ધ

સમાનાર્થી શબ્દો


લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન

અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ

આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક

રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત

સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ

નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર

સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ,

ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ,

સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર ,ખુરશદે, કિરણમાલી, મિહિર,દિનકર,આફતાબ,આદિત્ય,અર્ક,ઉષ્ણાંશુ.દીનેશું

પંકજ :-કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ , અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ , નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ,કુવલય, કુસુમ,વારિજ,પોયણું,

ભમરો :-ભ્રમર, મધુકર,દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ,મધુપ , દ્વિફ

પાણી :-જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ

વિશ્વઃ- સૃષ્ટિ, જગ,જગત,દુનિયા ,સંસાર, લોક,આલમ,બ્રહ્માંડ, ભુવન,ખલક,દહર

દિવસ:-દહાડો,દિન,દી,અહ્‌ર (આજ), રાત:- રાત્રિ,રાત્રી,નિશા,નિશ,રજની,તમિસ્ત્ ચાંદની:-ચંદની,ચાંદરડું,ચાદરણું,ચંદ્રકાંતા,ચંદ્રજ્યોત,ચંદ્રપ્રભા,ચંદ્રિકા,ચાંદરમંકોડું,કૌમુદી,જયોત્સના,ચંદ્રિકા,ચન્દ્રપ્રભા શાળા:- શાલા,નિશાળ,વિદ્યાલય,વિદ્યામંદિર,શારદામંદિર,વિનયમંદિર,જ્ઞાન મંદિર, ફૂલવાડી,મકતબ, અધ્યાપન મંદિર,બાલમંદિર,શિશુવિહાર,પાઠશાલા,મહાશાલા,વિદ્યાનિકેતન ગુરુકુળ,અધ્યાપનવિદ્યાલય,વિદ્યાભારતી,ઉત્તરબુનિયાદી,આશ્રમશાળા, આંગણવાડી ઘર:ગૃહ,આવાસ,મકાન,ધામ,સદન,નિકેત,નિકેતન,નિલય,રહેઠાણ,નિકાય,નિવાસ્થાન,બંગલી,બંગલો,હવેલીખોરડું,ખોલી,કુટિર,ઝૂંપડી,મઢી, છાપરી,ઠામ,પ્રાસાદ,મંજિલ, મહેલાત,મહેલ,મહોલાત,ફલેટ,વિલા, પર્વતઃ–પહાડ,ગિરિ,નગ,અદ્રિ,ભૂધર,શૈલ,અચલ,કોહ,તુંગ,અશ્મા,ક્ષમાધર,ડુંગર, જંગલ :-વન,વગડો,અરણ્ય,રાન,ઝાડી,અટવિ,વનરાઇ.કંતાર,આજાડી,કાનન,અટવી વરસાદ :વૃષ્ટિ,મેઘ,મેહ,મેહુલો,મેવલો,મેવલિયો,પર્જન્ય,બલાહક ભમરો :-ભ્રમર , મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ પક્ષી :- પંખી, વિહંગ,અંડજ ,શકુંત,દ્વિજ,શકુનિ,ખગ,બ્રાભણ,નભસંગમ, વિહાગ,વિહંગમ.શકુન,શકુનિ,ખેચર વાદળ:-નીરદ,પયોદ,ઘન,મેઘલ,જીમૂત.જલદ,મેઘ,બલાહક,અબ્રફુલ,અંબુદ,વારિદ,ઉર્વી,અબ્દ,જલઘર,પયોધર, અંબુધર,અંબુવાહ, અંભોદ,અંભોધર,તોયદ,તોયધર મુસાફર:-પથિક, અધ્વક, પંથી,રાહદારી,યાકિ, વટેમાર્ગુ,ઉપારૂ, પ્રવાસી પ્રવીણ:-કાબેલ, હોંશિયાર,ચાલાક,પંડિત,વિશારદ,ધીમાન,વિદગ્ધ, પ્રગ્ન બુધ,દક્ષ, કોવિંદ, તજજ્ઞ,કર્મન્ય,ચકોર,નિષણાંત, આચાર્ય, ખૈર,વિદ્યાગુરૂ,ભેજાબાજ,પારંગત , ચતુર,કુશળ ,પાવરધો ,કુનેહ, ખબરદાર બગીચો :-વાટિકા,વાડી,ઉધાન,પાર્ક,વનીકા,આરામ,ફૂલવાડી,ગુલિસ્તાન,ગુલશન, ખેતર,બાગ,ઉપવન અરજ :-વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી,વિજ્ઞપ્તિ ,કરગરી,કગરી,અભ્યર્થના,ઈબાદત,અનુનય, અરજી,ઇલ્તિજા, અર્ચના,આર્જવ,સરળતા ભપકો:- ઠાઠ, દંભ,દમામ, પાખંડ, ઠસ્સો,ઠઠારો,શોભા,શણગાર,આડંબર,દબદબો,રોફ,ભભક,ચળકાટ,રોફ,તેજ,ડોળ સેના :- લશ્કર, સૈન્ય, ચેમૂ,અનીક,કટક,ફોજ,પૃતના,અસ્કર,દલ. ઝઘડો :-બબાલ, વિગ્રહ,લડાઈ,જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક,તોફાન, કજીયો,કંકાસ,હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન,ચકમક કાપડ :- વસ્ત્ર, અશુંક,અંબર , વસન,પટ,ચીર,કરપટ,પરિધાન,લૂંગડુ,વાઘા ઝાકળ :- શબનબ,ઓસ,ઠાર,બરફ,હેમ,તુષાર સફેદ:- ધવલ, શુક્લ,શ્વેત,શુભ્ર,શુચિ,વિશદ,ઉજળું,ગૌર વૃક્ષ :- તરૂ,ઝાડ,પાદપ,તરુવર ,દ્રુમ.દરખત, અંધારું:- તમસ,વદ,તિમિર,તમિસ્ત્ર,ધ્વાંત,અંધકાર,કાલિમા, પુત્ર:- નંદ,દીકરો,સુત,આત્મજ,વત્સ,તનય,તનુજ,બેટો,છોકરો પુત્રી :- દીકરી,સુતા,તનુજા,ગગી,છોકરી,બેટી,આત્મની,આત્મજા,દુહિતા,કન્યા,તનયા ફૂલ :– પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ,કળી, ગંધ :- વાસ,બાસ,સોડ,સોરમ,બદબૂ, બૂ,કુવાસ સુગંધ:- સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,પમરાટ, સોડમ,પરિમલ છાત્ર:– શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,વિદ્યાર્થી પશુ:- ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું સિંહ:- વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ,સાવજ,મૃગેન્દ્ર,મયંદ શિક્ષક:- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક વાઘ :- વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી અશ્વ:- ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ,હય,વાજી,રેવંત,સૈધવ ગઘેડો:- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન ઉજાણી:- જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ, ઉજવણી,સભા,સંમેલન દુઃખ :- આર્ત, પીડિત,વિષાદ,વેદના,પીડા,દર્દ ,ઉતાપો,વ્યાધિ,વ્યથા ,લાય,બળતરા,કષ્ટ,તકલીફ,અજીયત,આપત્તિ,વિપત્તિ શૂળ,આપદા,મોકાણ, કનક :- સોનું, હેમ,સુવર્ણ,હિરણ્ય,કંચન,કુંદન,કજાર,જાંબુનદ, હાટક, ભારતી:- સરસ્વતી,શારદા,ગિરા,શ્રી,રાગેશ્વરી,વાણી,મયુરવાહીની,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી,વાગીશા,વાગીશ્વરી, વાગ્દેવી કોમળ:- મુલાયમ,મૃદુ,કોમલ,મંજુલ,સુકુમાર,નાજુક,ઋજુ,મૃદુતા, કોતર :-ખીણ,કરાડ,ભેખડ,બોડ,ગુફા,બખોલ,કુહર,ખોભણી,ગહવર,ગુહા,ઘેવર સાપ :- સર્પ,ભૂજંગ,નાગ,અહિ,વ્યાલ,ભોરીંગ,પન્નગ,કાકોદર,ફ્ણધર,ઉરગ,વિષઘર,ભોમરંગ,આશીવિષ,અર્કણ, ચક્ષુ:શ્રવા, કાકોલ, હાથી :- ગજ, દ્વીપ,કુંજર,વારણ,ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ,સિંધુર,મતરંજ,કરિણી,ઐરાવત,કુરંગ,હસ્તી, મેગળ, મહેશ:-મહાદેવ,આશુતોષ,ઉમાપતિ,નીલકંઠ,રુદ્ર,શંકર,શિવ,ધૂર્જટી,ઉમેશ,શંભુ,ચંદ્રમૌલી,યોગેશ,નીલકંઠ,ત્રિલોચન,ચંદ્રાગદ,શર્વ, ભોળાનાથ હાથણી:-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી વાનર:- વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર,કપિરાજ,કાલંદી,હનુમાન,બાહુક,બજરંગબલી, પવનપુત્ર,પ્લવંગ,હરિ,વલીમુખ મૃગ:- હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું મૃગલી:- મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી મોર:- મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ,કલાપી,ઢેલ શરીર:- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,કલેવર,ધાત્ર,બદન ,જીસ્મ ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન નરાધમ :- નીચ, અધમ,કજાત,કપાતર,હરામી,નજિસ, નઠારું,નફફટ,ક્રૂર, નૃશંસનબત્તર બુદ્ધિ :- પ્રજ્ઞા,ચેતના, મતિ,અક્કલ,મેઘા,તેજ,મનીષ,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન દુનિયા :-સંસાર ,જગત,આલમ,જહાં,વિશ્વ,ભુવન,ખલફત,મેદિની બાળક :-શિશુ, અર્ભક, શાવક,બચ્ચું, બાલ,સંતતિ,છોકરું,સંતાન,દારક,વત્સ સરોવર :-સર,કાસાર,તળાવ,જળાશય ,સ્ત્રોવર,મહાકાંસાર,ખાબોચિયું,તડાગ,દિર્ઘીકા,નવાણ,પલ્લવ,છીલર,જલાશય,પોખર પણઘટ,તડાગ અનલ :-આગ,આતશ, ક્રોધ,પાવક, જાતવેદ,દેવતા,તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી,જવલન,અગ્નિ, દેવતા,પાવક,આતશ,અંગાર,જાતવેદ-જાતવેદા,નચિકેતા,પલેવણ, પવમાન જ્વાલામાલી,વહિન પડદો :-આવરણ,પટંતર, આડ,ઓજલ,પડળ,જવનિકા,ઓથું,આંતરો,આચ્છાદન ચહેરો:- મુખ,વદન,શકલ,મુખારવિંદ,દીદાર,મુખમુદ્રા,ચાંડુ,સ્વરૂપ, આનંદ,વકત્ર,સૂરત,સિકલ,આનન,મોઢું, તુંડ મસ્તક:- મસ્તિકમસ્તિષ્ક.માથું,શિર,શીર્ષ,સિર. મગજ:- ભેજું,દિમાગ,દિમાક કપાળ:- લલાટ,ભાલ,નિલવટ,લિલવટ વાળ:- બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ, નાક:- નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું જીભ:- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી,વાચા,વાણી, નસીબદાર:- નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ હોશિયાર:- ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા બુદ્ધિમાન:- ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન, ગુસ્સો:- કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ નસીબ:-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ, શક્તિ :-તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,બળ બળવાન:-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ બહાદુર:- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક સુંદર:- મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન,રમણીય,સૌદર્ય,સુંદરતા,સુહાગી,કાન્ત,ખૂબસુરત,જમાલ, પેશલ,મનોહર,મનોજ્ઞ ,હસીન,લલિત,સુભગ,ચારુ આનંદ:-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ, ઉદ્વેગ:- ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ નિર્બલ:-દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર પરમાત્મા:પરમેશ,હરિ,અંતર્યામી,ખુદા,બ઼હ્મ,કર્તાહર્તા,ખુદાતાલ,પરેશ,જગદાત્મા,કિરતાર,માલેક,ઈશ્વર,પરવરદિગાર,સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન,ઈશ,જગદીશ,જગનિયંતા,દેવેશ,દરિદ્રનારાયણ,દીનાનાથ,કર્તાર,જગદેશ્વર,જગનિયંતા,અચ્યુતાનંદ, આનંદઘન,નિયંતા, અલ્લા,ખુદા,ખુદાતાલા,માલિક,ખાવિંદ,ઈશુ,અરિહંત,અશરણચરણ,સવિતા અખબાર:-છાપું,વર્તમાનપત્ર,વૃત્તપત્ર,સમાચારપત્ર,સમાચારપત્રિકા,ન્યૂઝપેપર,વાવડ,સંદેશો નક્ષત્ર:- તારા,તારક,તારકા,તારિકા,તારલિયા,તારલો,સતારો,સિતારો,ઉડું,ગ્રહ ,ૠક્ષ નદી:-આપગા,સરિતા,તટિની,તરંગિણી,નિર્ઝરિણી,વાહિની,શૈવલિની,લોકમાતા,દ્વીપવતી,સલિતા,નિમન્ગા,આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની કોકિલ:-કોકિલા,કોયલ,પરભૃતા,પરભૃતિકા,કાદંબરી,અન્યભૃતા\ પવન:-હવા,વાયુ,વા,વાયરો,સમીર,સમીરણ,અનિલ,પવમાન ચંદ્ર :-શશાંક,સુધાકર,મયંક,શશી,ચાંદો,હિમાંશુ,સોમ,રજનીશ,ચંદિર,અત્રીજ,સિતાંશુ,રાકેશ,કલાધર,હિમકર,મૃગાંક ,જૈવાતૃક,ઇન્દુ નોકર:-દાસ,ચાકર,અનુચર,ચેટક,સેવક,ચપરાસી,પટાવાળો,પાસવાન,હજુરિયો,અભિચર,ગુલામ,પરિજન,પરિચારિક ફીંદવી,ખાદિમ, કિંકર ગીચ :- ભરચક,અજાજુડ,અડાબીડ, ઘનઘોર,ગાઢ,જમાવ,ભરાવો,ગિર્દી,જમાવડો, અભિમાન :-ગર્વિષ્ઠ,ઘમંડ, મગરૂર,તુમાખી,અહંકાર,ગુમાન,ગર્વ,મદ ખેસ :- પામરિયું,ઉપરણું,પછેડી,ઉત્તરીય,અંગવસ્ત્ર ,દુપટ્ટો , ચલોઠો સવાર :-પ્રભાત, પરોઢ,પ્હોર, મળસકું,પ્રાગટ,ઉષા,ઉસ:કાળ,અરૂણોદય,ભળભાખરું,પાત:કાળ હોડી:- નાવ,વહાણ,હોડકું,નૌકા,મછવો,વારણ,બેડલી,પનાઈ,નૈયા ,તરાપો,કિશ્તી,નાવડું,તરંડ,તરણી અફવા:-ગપ,કિવદંતી, લોકવાયકા,ગતકડું,જુઠાણું,તૂત,તડાકો,ગપગોળા,કાતળ પંક્તિ :-કતાર,હાર,હરોળ,લાઈન,લીટી,પંગત,ઓળ,ધારા,લકીર,લેખા,અલગાર,શ્રેણી,લંગાર સ્ત્રી:-મહિલા,વનિતા,અબળા,નારી,વામા,લલના,અંગના,ભામા,ઓરત,ભામિની,રમણી,માનિની,કામિની પ્રમદા, કામદેવ :-મદન,મંથન,કંદર્પ,અનંગ,રતિ–પીત,મનોજ,કંજન,મનસિજ,મયણ,પુષ્પધન્વા,મકરધ્વજ દાનવ:-રાક્ષસ,દૈત્ય,અસુર,શયતાન,નિશાચર,ગીર્વાણ,સુર,દેવ,ત્રિદ્શ,દશાનન,શૈતાન,લંકેશ,નરપિશાચ,રાવણ,જાતુધાન ખિતાબ:-ઈલકાબ,શરપાવ,ઇનામ,પારિતોષિક,પુરસ્કાર,ભેટ,બક્ષિસ,ઉપહાર,સોગાદ,સન્માન,બદલો,પુરસ્કાર, આભુષણ:-ઘરેણા,ઝવેરાત,દાગીના,જણસ,અલંકાર,જેવર,ભૂષણ,સોનામહોર,અશરફી શ્રીકૃષ્ણગોવિંદ,જનાર્દન,વિઠ્ઠલ,નંદુલિયો,શામળ,દાશાર્દ,નંદલાલ,વાસુદેવ,બંસીધર,દામોદર,ગોપાલ,માધવ,ગિરિધર,શ્યામ, કેશવ,મોરલીધર,મુરારિ.કાનુડો,નટવર બ્રહ્મા:-સ્ત્રષ્ટા, વિધાતા,વિધિ,પ્રજાપિતા,પિતામહ,કમલાસન,વિશ્વકર્મા,પ્રજેશ, ભય:-બીક,ડર,ખતરો,ખોફ,આતંક ,ભીતિ,દહેશત,ભો,ભીરયા,ફડક.ગભરાટ જિજ્ઞાસા:-કુતૂહલ,કૌતુક,ચમત્કારીક,અજાયબી,આતુરતા,તાલાવેલી,તલવલાટ,તલસાટ ઢગલો:-પુંજ,ખડકલો,ઢગ,સમૂહ,પ્રકર,ટીંબો,અંબાર, તલવાર:-સમશેર,ખડગ,તેગ,મ્યાન,ભવાની,અસિની,કુતેગ ખગ્ગ ભૂલ:-અપરાધ,વાંક,ગફલત,કસૂર,તકસીર,ક્ષતિ,ખામી,ચૂક,ગોટાળો,છબરડો,ભ્રાંતિ,સ્ખલન, દોષ,ત્રુટી ગરીબ:-રંક,દીન,કંગાળ,નિર્ધન,દરીન્દ્રતા,પામર,તૃચ્છ,અકિંચન,મુફલિસ,મવાલી,યાચક,માગણ,ભિખારી,અલાદ, ગરદન:-ગળું,ડોક,બોચી,ગ્રીવા,ગળચી,કંધર ,શિરોધાર,કંઠ કાફલો :-સંઘ,સમુદાય,વણઝાર,કારવાં,પલટન,ટોળું,વૃંદ,સંઘાત,ગણ,સમૂહ ધન:-મિલકત, દ્વવ્ય,મિરાત,અર્થ,પૈસા,દોલત,વસુ,તેગાર,વિત્ત ગોપાલ:-ભરવાડ,અજપાલ,આભીર,આહીર,રબારી,ગોવાળિયો,વછપાલ ધૂળ:-અટાર,રેતી,રજ,વેળુ,કસ્તર,વાલુકા,સિકતા,ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ,ગીરદ,જેહું,સિલિકા,માટી, મૃતિકા તફાવત:-ભેદ.ફરક, ભિન્ન, જુંદુ,નિરાળું,અસમાનતા,જુજવા,વિવિધ,અલગ,નોખું, પ્રયોજન :-હેતુ, મકસદ,ઉદેશ,ઈરાદો,મતલબ,અભિસંધી,કોશિશ,નિમિત્ત.કારણ મજાક:- ટીખળ,ચાપલૂસી,ખુશામત,મશ્કરી,ચવાઈ,ઠેકડી,હુદડો,ચેષ્ટા, વિજય:-જય,ફતેહ,પરિણામ,અંજામ,સફળતા,કામયાબી,સિદ્ધી,નતીજો,ફેંસલો,ફળ,પોબાર,જૈત્ર ,જીત પરાજય:-હાર,પરાસ્ત,અપજય,રકાસ,શિકસ્ત,પરાધીન,પરાભૂત,અભિભવ વંદન:- નમન, નમસ્કાર,પ્રણામ,જુહાર,સલામ,તસ્લીમ,પડણ તન્મય :-લીન,મગ્ન,એકાગ્રતા,ઓતપોત,ચકચૂર,તલ્લીન,મસ્ત તવંગર:-શ્રીમંત,ધનવાન,માલદાર,પૈસાદાર,અમીર,આબાદ,ધનિક,માલેતુજાર,ધનાઢ્ય,રઈઝ ધનુષ :-કામઠું,કોદંડ,ગાંડીવ,ચાપ,શાંગ,પણછ,શરધરણી,પ્રત્યંચા,શરાસન,કમાન પતિ :- ધણી,ઈશ્વર,સ્વામી,ભર્તા, રમણ,ખસમ,કંથ,જીવણ,શૌહર,વલ્લભ,નાથ,ભરથાર,વર,પરણ્યો,પ્રાણનાથ પત્ની:-વહું,ધનિયાણી,જીવનસંગિની,બૈરી,પ્રાણેશ્વરી,અર્ધાંગના,સૌભાગ્યવતી,વધૂ,જાયા,શ્રીમતી,વાગ્દત્તા,ગૃહલક્ષ્મી, વલ્લભા, કાદવ:- કંદર્પ,પંક,કાંપ,કીચડ,ક્લષ,ગંદુ,મેલું,જંબાલ,ચગું વિનાશ:-મરણ, ખુવારી,અવસાન,મોત,પરધામ,અક્ષર,નિધન,દેવલોક,મયણું વિચાર:-ધારણા,ઈરાદો,મનસૂબો ,તર્ક,મકસદ,કલ્પના,ઉત્પેક્ષા,હેતુ,આશય,ખ્યાલ,મનન,ચિંતન,મત,અભિપ્રાય, અભિગમ,અભિસંધિ મિત્ર:- સહોદર, ભાઈબંધ,રફીક,સખા,દોસ્ત,સહચર,ભેરૂ,રઝાક,સાથી,ભિલ્લુ,ગોઠીયો,સુહદ દુશ્મન:-રિપુ,અમિત્ર,વૈરી,શત્રુ,અરિ ભક્તિ :-ઉપાસના,સ્તુતિ,ઈબાદત,પૂજન,આરાધના,પૂજા,અર્ચના,પ્રાર્થના ઉત્તમ:- શ્રેષ્ઠ,ચુનંદા,પરમ,અપ્રિતમ,અનુપમ,સર્વોત્તમ,અભિજાત,સુંદર,બેનમૂન,ખાનદાન,સરસ,અજોડ,અદ્વિતીય,ઉત્કૃષ્ઠ, વર્ય વીરતા:-બહાદૂરી,શૂરાતન,શૌર્ય,પરાક્રમ,બળ,તાકાત,જોમ,હિંમત,કૌવત,તૌફીક, ઉજવણી:-જિયાફત, મહેફિલ,જાફ્ત,મિજલસ,જલસો ધજા:- પતાકા,ધ્વજ,વાવટો,ઝંડો,કેતન,ચિહન વિજળી:-વિદ્યુત , તડિત,વીજ,દામિની,અશનિ,રોહિણી,ઉર્જા,ઐરાવતી મકાન :-નિકેતન,ઘર,સદન,રહેઠાણ,ગૃહ,નિવાસ,આલય,ભવન ગેહ આજ્ઞા:- હુકમ,પરવાનગી,અનુજ્ઞા,મંજુરી,નિર્દેશ,મુક્તિ,ફરમાન,તાકીદ,રજા,આદેશ આમંત્રણ:-દાવત,ઈજન,નોતરૂં,નિમંત્રણ,સંદેશો વ્યવસ્થા:-સંચાલન, તજવીજ,પેરવ,ગોઠવણ,યુક્તિ,બંદોબસ્ત વિવાહ :-લગ્ન, પરિણય,શાદી,પાણીગ્રહણ, વેવિશાળ પાગલ:-ગાંડું,ગમાર,બેવકૂફ,મૂર્ખ,શયદા,ઘેલું,બુડથલ,અણસમજુ,બર્બર,જડભરત,અસંસ્કારી,ઠોઠ,કમઅક્કલ, નાસમજુ , અધિકાર :-હક,સત્તા,હકુમત,પાત્રતા,લાયકાત,પદવી અરીસો:-દર્પણ,આયનો,મિરર,આદર્શ,આરસી સ્વભાવ:-પ્રકૃતિ,તાસીર,લક્ષણ,અસર,છાપ આનંદ:-હર્ષ,હરખ,પુલકિત,અશોક,ઉલ્લાસ,આહલાદ,ઉત્સાહ,રંજન,લહેર,પ્રમોદ,લુત્ફ,મોજ,સ્વાદ લક્ષ્મી:- ઇન્દિરા,સિંધુસીતા,સિંધુજા,શ્રી,અંબુજા સમય:- વખત,કાળ,લાગ,અવસર,તક,મોસમ,સંજોગ,નિયતિ સ્મશાન:-અક્ષરધામ,મશાણ,કબ્રસ્તાન મીઠું:- શબરસ,નમક,લુણ,ક્ષાર,લવણ,નમકીન કોયલ:- સારિકા,મેના,કોકિલા,કાદંબરી,બુલબુલ,પરભૃતા વેદ:- નિગમ,ધર્મશાસ્ત્ર,ઉપનિષદ,જ્ઞાન,સમજ,ચૈતન્ય,ચેતના શ્રુતિ કાવ્ય:- પદ્ય,કવિતા,નજમ,કવન ગણેશ:- ગણપતિ,વિનાયક,ગજાનંદ,લંબોધર,કાર્તિકેય,ખડાનન,ગૌરીસુત,એકદંત,હેરંબ પાર્વતી:-ગિરિજા,અર્પણા,શર્વાણી,શંકરી,ગૌરી,હેમવતી,દુર્ગા,કાત્યાયી,અંબિકા,ભવાની,શૈલસુતા,સતી,શિવાની,ઈશ્વરી,ઉમા, ભ્રામરી ગણિકા:-વૈશ્યા,રામજણી,તવાયફ,પાત્ર,બંધણી,કનેરા,ગુણકા,માલજાદી વિવેક :-નમ્રતા, સભ્યતા,દાક્ષિણય,ડહાપણ,દાનિશ,વિનયી,સાલસ,ઇક્લાક,અદબ,મર્યાદા,સમજુ,સીમા,મલાજો ભરોસો:-યકીન,અકીદા, પ્રતીતિ,વિશ્વાસ,પતીજ,ખાતરી,શ્રધ્ધા,મદાર,આસ્થા,ઇતબાર, કામના:-ઈચ્છા, મનીષા,મહેચ્છા,સ્પૃહા,તૃષ્ણા,વાસના,ઐષણા,આકાંક્ષા,મરજી કચેરી:- કાર્યાલય, મહેકમ,વિભાગ,ખાતું,દફતર લાગણી:-ભાવના,ધારણા,કલ્પના કબુતર:-કપોત,શાંતિદૂત,પારેવું,પારાયત મોરલી:-વાંસળી,મહુવર,બીન,બંસરી,પાવો,વેણું ખલાસી:-નાવિક,મલ્લાહ,ખારવો દવા:- ઔષધી,ઓસડ,અગદ,ભેષજ સીતા:- જાનકી,વૈદેહી,મૈથિલી,જનકનંદીની વેપારી:-તાજિર,વણજ,નૈગમ,વાણીયો તમાચો:-લપડાક,થપ્પડ,ચાપડ,ચર્પટ,ધોલ,તલપ્રહાર,ચપેટો જાદુગર:-મદારી,ગારૂડી,ગૌડીયો,ખેલાડી ઉપવાસ :-અનશન, બાંધણ,ક્ષપણ,લાંઘણ પ્રકરણ :-ખંડ,ભૂમિકા,વંશાવલી,પીઠિકા,વિષય,પ્રસંગ,અધ્યાય,વિભાગ,શકલ ઝેર:- વિષ,ગરલ,સોમલ,વખ,હળાહળ,વેર શરૂઆત :-પ્રારંભ, મંડાણ,પગરણ,આરંભ,આદ્ય,પહેલ કિરણ:- રશ્મિ,મરીચિ,અંશુ,મયૂખ કારકૂન :-વાણોતર,ગુમાસ્તો,મહેતાજી,ક્લાર્ક,લહિયો,કારીંદો પગાર :-દરમાયો ,વેતન,મહેનતાણું,મળતર રિવાજ :-પ્રથા,રસમ,રૂઢી,ધારો,પ્રણાલી,પધ્ધતિ,પરંપરા,પ્રણાલિકા,શૈલી,તરીકો ,રીત કોઠાર:- વખાર,અંબાર,ગોદાન,ભંડાર,ગોડાઉન ગુસ્સો:- કોપ,ક્રોધ,રોષ,ખીજ,ચીડ,અણગમો,આવેશ,ખોફ શુભ:- મંગલ,ઉજ્જવલ,નિર્મલ,અવદાત,કલ્યાણકારી,પનોતા,સુંદર કંજૂસ:- પંતુજી,ચૂધરો,મારવાડી,કૃપણ,મખ્ખીચૂસ,ચીકણું સ્વર્ગ :- દેવલોક,સોરલોક,ત્રિવિષ્ટપ ,દ્યુલોક,જીન્ન્ત,મલકૂત,ત્રિભુવન,દેવભૂમિ દીવો :- ચિરાગ,બત્તી,શગ,દીપક,ઉત્તેજક,પ્રદીપ,મશાલ,દીપ બ્રાહ્મણ:-ભૂદેવ,દ્વિજ,બ્રહ્મદેવ,પુરોહિત,ઋત્વિજ,ભૂસુર સારવાર :-ઈલાજ,ઉપચાર,ઉપાય,સેવા,ખિદમત,સુશ્રવા,સંભાળ,માવજત વીંટી:- અંગૂઠી, અનામિકા,અંગુશ્તરી જાસૂસ:-દૂત,ખેપિયો,ગુપ્તચર,કાસદ,ચરક,બાતમીદાર માર્ગદર્શક:-ભોમિયો,ગાઈડ,પથદર્શક,સલાહકાર પ્રશંસા :-ખુશામત,ચાંપલુંસી,મોટાઈ, વરસાદ:-મેઘ,મેહુલો,વૃષ્ટિ,પર્જન્ય,વર્ષા,મેહ,મેહુલો ખાનગી:-વિશ્રમ્ભ,ગુપ્ત,અંગત,છાનું,પોતીકું આશા:-ઉમેદ,સ્પૃહા,અભિલાષા,ઈચ્છા,ધારણા,મહેચ્છા,લિપ્સા,આકાંક્ષા,કામના,તમન્ના,મનોરથ,અપેક્ષા,આસ્થા,લાલસા,લાલચ, લોભ, અરમાન,મનીષા,તૃષ્ણા ભયંકર :-કરાલ,ભિષણ,ભયાનક,દારૂણ,ભૈરવ,ક્રૂર, કરપીણ,ઘોર ભિષ્મ રાજા:- નરેશ,ભૂપ,રાય,પાર્થિવ,મહિપાલ,નરપતિ,દેવ,રાજન,નૃસિંહ,નૃપ,નરાધિપ,બાદશાહ ,ભૂપાલ માનવ:-માણસ,મનુજ,મનેખ,જન,માનુષ,ઇન્સાન,મનુષ્ય, પવિત્ર:-પાવન,વિમલ,નિર્મળ,શુચિ,પુનિત,શુદ્ધ,નિર્દોષ,વિશુધ્ધ,શુધ્ધ બળદ:- આખલો,ચળવળ,ડોલન,ઝૂબેંશ ઘાસ:- તણખલું,કડબ,ચારો,તૃણ,ખડ સહેલી:- સખી,બહેનપણી,સહિયર,જેડલ,ભગિની,સ્વસા પ્રતિજ્ઞા:-સોગંધ,કસમ,નિયમ,માનતા,ટેક,બાધા પિતા:- બાપ,વાલિદ,વાલી,જનક,તાત,જન્મદાતા પરીક્ષા:-પરખ,કસોટી,મૂલ્યાંકન,ઇમ્તિહાન,તપાસ,તારવણી

શિક્ષણ:-કેળવણી,તાલીમ,ભણતર

ગણવેશ:-લેબાસ,યુનીર્ફોમ,પહેરવેશ

શિખામણ:-બોધ,સલાહ,ધડો, સબક,ઉપદેશ,શિક્ષા,જ્ઞાન તસ્વીર:-ફોટો,છબી,છાયા,પ્રતિકૃતિ

નસીબ:-તકદીર,કિસ્મત, ઇકબાલ,ભાગ્ય ,પ્રારબ્ધ,દૈવ,નિયતિ

લાચાર:-પરવશ,પરાધીન,મજબૂર, ઓશિયાળું,કમજોર,વિવશ,વ્યાકુળ,વિહવળ,વ્યગ્ર,અશાંત,બેચેન,બેબાકળા

લોહી:- રક્ત,રુધિર,શોણિત,ખૂન

અવસાન:-મોત,મૃત્યું,નિધન,નિવારણ, સ્વર્ગવાસ,મરણ, કૈલાસવાસ,વૈકુંઠવાસ

નદી:- સરિતા,નિમ્નગા,તટિની, નિર્ઝરિણી, શૈવાલિની,સ્ત્રોતસ્વિની

કૌશલ્ય:-કુશળતા,પ્રવીણતા,દક્ષતા, પટુતા,નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ

હરણ:- મૃગયા,સારંગ ,કુરંગ

મઢુલી:-કુટીર,ઝૂંપડી,ખોરડું,કુટિયા,છાપરી

નફો:- લાભ,ફાયદો,ઉપજ, મળતર, પેદાશ,બરકત, જયવારો,આવક

વિકાસ:-ઉત્કર્ષ, ઉન્નતિ,પ્રગતિ,ચડતી

પથ્થર:-પાષાણ,ઉપલ,શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન

કાયમ :-શાશ્વત,લગાતાર,હંમેશાં, નિરંતર,સતત, નિત્ય,સદા ધ્રુવ,સનાતન,અવિનાશી

દર્દી :- બિમાર,માંદુ,રોગી,મરીઝ,રુગ્ણ

પગરખાં:-જૂતાં,ચંપલ,પાદત્રાણ,જોડાં

આભાર :-ઉપકાર, પાડ,અહેસાન, કુતજ્ઞતા

માર્ગ:- રસ્તો,પંથ,રાહ, ડગર,વાટ, સડક, પથ

સીમા:- હદ,મર્યાદા, અવધિ,સરહદ, મલાજો,લાજ,લાનત,શરમ

અનુગ્રહ :-કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા

પવિત્ર: પાવન,પનોતું,શુચિ,નિર્મલ, શુદ્ધ,ચોખ્ખું,સ્વચ્છ,વિમળ,પુનીત

અચરજ:-વિસ્મય,આશ્ચર્ય,નવાઈ,અચંબો,હેરત

મંદિર:- નિકેતન,દેવાલય,દેરું,દેવળ

દૂધ:- ક્ષીર,દુગ્ધ,પય

નામ:- અભિધાન,સંજ્ઞા

માતા:- જનની,જનેતા,મા,મૈયા,

મોતી:- મૌક્તિક,મુકતા

સમીક્ષા:-અવલોકન,નિરીક્ષણ,વિવેચન

વિષ્ણુ:- ચતુર્ભુજ,વૈકુંઠ,મુરારિ,ગોવિંદ

ચિંતા:- બળાપો,ઉદ્વેગ,કલેશ,સંતાપ, ફિકર

પ્રેમ:- સ્નેહ ,હેત, રાગ, પ્રીતિ,મમતા, વહાલ, નેડો, ચાહ,વાત્સલ્ય

ખેડૂત:- કિસાન,કૃષિકાર,કૃષક,કૃષિવલ

બ્રહ્મા:- પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા

ચંદન:- સુખડ,મલયજ