વિશ્વ ના 8 સુંદર વિચારો

શેક્સપીયર:

કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે રમશો નહિ કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવન માંથી ખોઈ બેસશો.

નેપોલિયન:

આ દુનિયા એ ગણું સહન કર્યું છે, નહિ કે ખરાબ લોકો ના તોફાન થી પણ સારા લોકો ના મૌન ના કારણે સહન કરવું પડ્યું છે.

આઈનસ્ટાઇન:

હું મારા જીવનમાં સદાય એ લોકો નો આભારી છું જેમને મને દરેક વાતમાં ના પડી કારણ કે એટલા માટે જ હું જીવનમાં આટલું બધું કરી શક્યો.

અબ્રાહમ લિંકન:

જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તીશાળી વ્યક્તિ છો.

ચાર્લી ચેંમ્પ્લીન:

હસતા ચહેરા નો મતલબ એ નથી કે એનામાં દુખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે.

વિલિયમ આર્થર:

તક ઉગતા સૂર્ય જેવી છે જો તમે લાંબો સમય એની રાહ જોઈ રહ્યા તો જતી જ રહેવાની છે.

હિટલર:

જયારે તમે ઉજાસ માં હોવ ત્યારે બધા જ તમરી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

ગાંધીજી:

1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

6) સ્વાવલંબન  : પોતાનાં બધાં કામ જાતે  કરવા, શ્રમનિષ્ઠ બનવું.

7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

8) અભય : નીડર રહેવું, નીડર બનવું.

9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.

12) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો