Tense

કાળની સામાન્ય માહીતી

Tense

સામાન્ય રીતે કાળ ૩ પ્રકારના હોય છે.

૧. ભૂતકાળ ( Past Tense  )
૨. વર્તમાન કાળ ( Present  Tense )
૩. ભવિષ્ય કાળ  ( Future  Tense  )

તેવી જ રીતે કાળ પણ ૪ પ્રકાર હોય છે

૧. સાદો ભૂતકાળ ( Simple Past Tense ) – કોઈ ક્રિયા થઇ / ક્રિયા ન થઇ તેવું દર્શાવવા માટે .
૨. સાદો વર્તમાન ( Simple Present Tense ) – કોઈ ક્રિયા થાય છે /  ક્રિયા થતી નથી તેવું દર્શાવવા માટે.
૩. સાદો ભવિષ્ય કાળ ( Simple Future Tense ) – કોઈ ક્રિયા થશે / ક્રિયા નહિ થાય તેવું દર્શાવવા માટે.

૪. ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense ) – ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી હતી /  ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી ન હતી તેવું દર્શાવવા માટે.
૫. ચાલુ વર્તમાનકાળ  ( Continuous Present Tense ) – વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. /  વર્તમાનમાં ક્રિયા ચાલી રહી નથી તેવું દર્શાવવા માટે.
૬. ચાલુ ભવિષ્યકાળ  ( Continuous Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી હશે /  ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી નહિ હોય તેવું દર્શાવવા માટે.

૭. પૂર્ણ ભૂતકાળ ( Perfect Past Tense ) – ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી / થઇ ગયી ન હતી  તે દર્શાવવા માટે.
૮. પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense ) – વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી છે / થઇ ગયી નથી તે દર્શાવવા માટે.
૯. પૂર્ણ ભવિષ્ય કાળ  ( Perfect Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી હશે / પૂર્ણ થઇ ગયી નહિ હોય તે દર્શાવવા માટે.

૧૦. ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense ) – ભૂતકાળમાં અમુક સમયથી ક્રિયા થઇ રહી હતી / થઇ રહી ન હતી તે દર્શાવવા માટે.
૧૧. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense ) – વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.

૧૨. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ  ( Continuous Perfect future Tense ) – ભવિષ્યમાં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.  

 સહાયકારક ક્રિયાપદો  – Helping Verbs

૧. Can                         :   કાર્યક્ષમતા ( Ability ) દર્શાવવા માટે.
૨. Could                     :   ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા તે દર્શાવવા માટે.
૩. Could  Have        :   ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા હોત તે દર્શાવવા માટે.

૪. Should                  :   સલાહ આપવા માટે / નૈતિક ફરજના રૂપે
૫. Should  Have     :   કરવું જોઈતું હતું / કરવું જોઈતું ન હતું તે દર્શાવવા માટે.

૬. Must                :   ફરજીયાત (Compulsory ) કે order ના રૂપે કાર્ય કરવા માટે. ( કરવું જ જોઈએ / કરવું ન જ જોઈએ )
૭. Must  Have         :   થયું જ હશે / થયું નહિ જ હોય તેવું દર્શાવવા માટે.

૮. May                       :   કદાચ થશે / કદાચ નહિ થાય
૯. Might Have        :    કદાચ થયું હશે / કદાચ નહિ થયું હોય
૧૦. Would                :   થશે જ / નહિ જ થાય
૧૧. Would  Have   :   થયું જ હોત / થયું ન જ હોત
૧૨. Let  / Let  Us   :   Permission  માટે
૧૩. Have / Has To  :  કરવું પડે છે / કરવું પડતું નથી
૧૪. Had  To             :  કરવું પડ્યું / કરવું ન પડ્યું
૧૫. Did  have  To   :  કરવું પડતું હતું / કરવું પડતું ન હતું
૧૬. Will  / Shall  have  To   :  કરવું પડશે / કરવું પડશે નહિ

સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )

સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )

યાદ રાખો :

૧. આ કાળ સામાન્ય રીતે દરરોજ,અવારનવાર, હંમેશા, વારંવાર, ક્યારેક,દર અઠવાડિયે, દર મહીને, દર વર્ષે,જેવી ક્રિયાઓ   માં વપરાય છે.

૨. સનાતન સત્ય, કહેવતો માટે.

૩. વૈજ્ઞાનિક અને ગણીતિક સિદ્ધાંતો માટે.

દા. ત.

P  =  રામ દરરોજ પૂજા કરે છે.
N  =  રામ દરરોજ પૂજા કરતો નથી.

P  =  માનસી અવારનવાર ગીત ગાય છે.
N  =  માનસી અવારનવાર ગીત ગાતી નથી.

P  =  સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવે છે.
N  =  સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવતી નથી.

P  =  અમિત દર વર્ષે નવો ફોન ખરીદે છે.
N  =  અમિત દર વર્ષે નવો ફોન ખરીદતો નથી.

P  =  સોહમ દર મહીને ઘરે આવે છે.
N  =  સોહમ દર મહીને ઘરે આવતો નથી.

સનાતન સત્ય

સૂર્ય પૂર્વ માં ઉગે છે.
બ્રમાંડમાં અગણિત તારા છે.
સૂર્ય એક તારો છે.

કહેવતો :

ઉતાવળે આંબા ન પાકે.
મન હોય તો માંડવે જવાય

વૈજ્ઞાનિક સિદ્ધાંતો :

પાણી પ્રવાહી છે.

ગણીતિક સિદ્ધાંતો :

૧૦ – ૧૦ = ૦ થાય છે.

Use   -  Active Voice

Sub + V, (s,es) + obj
Sub  +  do/does + NOT + v1 + obj
Do/does + sub + v1 + obj + ?
Wh + do/does + NOT + sub + v1 + obj + ?

Use   -  Passive Voice

Obj + is/am/are + NOT + v3 + by sub
is/am/are + NOT + obj + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + v3 + by sub + ?

ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense )

ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense )

વ્યાખ્યા : 
P  : વર્તમાન માં ક્રિયા ચાલી રહી છે.
N  : વર્તમાન માં ક્રિયા ચાલી રહી નથી.

યાદ રાખો :
આ કાળ માં વર્તમાન માં હાલ માં કોઈક ક્રિયા ચાલી રહી છે તેવું દર્શાવવા માં આવે છે.

( રહ્યો , રહ્યા, રહ્યું )
દા. ત.

P  : બાળકો પરીક્ષા આપી રહ્યા છે.
N  : બાળકો પરીક્ષા આપી રહ્યા નથી.

P  : રામ પૂજા કરી રહ્યો છે.
N  : રામ પૂજા કરી રહ્યો નથી.

P  =  માનસી ગીત ગાયી રહી છે.
N  =  માનસી ગીત ગાયી રહી નથી.

P  =  સોનલ ગાડી ચલાવી રહી છે.
N  =  સોનલ ગાડી ચલાવી રહી નથી.

P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો છે.
N  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો નથી.

P  =  સોહમ ઘરે આવી રહ્યો છે.
N  =  સોહમ ઘરે આવી રહ્યો નથી.

Use   -  Active Voice

Sub + is/am/are + NOT + V1 + ing + obj

is/am/are + NOT + sub + v1 + ing + obj + ?

Wh + is/am/are + NOT + sub + v1 + ing + obj + ?

Use   -  Passive Voice

Obj + is/am/are +  NOT + being + v3 + by sub

is/am/are + NOT + obj + being + v3 + by sub + ?

Wh + is/am/are + NOT + obj + being + v3 + by sub + ?

પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense )

પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense )

વ્યાખ્યા : 
P  : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
N  : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નથી.

યાદ રાખો :
આ કાળ નો ઉપયોગ વર્તમાન માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે તેવું દર્શાવવા માટે થાય છે.  તેમજ આ કાળ માં લીધું, દીધું, મુક્યું, ચુક્યું,આવ્યું, ગયું, આપ્યું વિ. શબ્દો પણ આવી શકે છે.

દા. ત.

P  : બાળકોએ  પરીક્ષા આપી દીધી છે.
N  : બાળકોએ  પરીક્ષા આપી દીધી નથી.

P  : રામે  પૂજા કરી લીધી છે.
N  : રામેં પૂજા કરી લીધી નથી.

P  =  માનસીએ  ગીત ગાયી લીધું છે.
N  =  માનસીએ  ગીત ગાયી લીધું નથી.

P  =  સોનલે  ગાડી ચલાવી લીધી છે.
N  =  સોનલે ગાડી ચલાવી લીધી નથી.

P  =  અમિતે નવો ફોન ખરીદી લીધો છે.
N  =  અમિતે  નવો ફોન ખરીદી લીધો નથી.

P  =  સોહમ ઘરે આવી ચુક્યો છે.
N  =  સોહમ ઘરે આવી ચુક્યો નથી.

Use   -  Active Voice

Sub + have/has + NOT + V3 + obj

have/has + NOT + sub + V3 + obj + ?

Wh + have/has + NOT + sub + V3 + obj + ?

Use   -  Passive Voice

Obj + have/has + NOT + been + V3 + by sub

have/has + NOT + obj + been + V3 + by sub + ?

Wh + have/has + NOT + obj + been + V3 + by sub + ?

સાદો ભૂતકાળ ( Simple Past Tense )

સાદો ભૂતકાળ ( Simple Past Tense )

વ્યાખ્યા :

P   =  ક્રિયા થઇ.
N  =  ક્રિયા ન થઇ.

યાદ રાખો :

૧. આ કાળ માં વાક્યો હમેશા અધૂરા રહે છે.૨. આ વાક્યો ની પાછળ છે, હતું,હશે, નથી, ન હતું, નહિ હોય જેવા શબ્દો લગતા નથી.

દા. ત.

P  =  રામે પૂજા કરી.
N  =  રામે પૂજા ન કરી.

P  =  પૂજા એ ચોપડી વાંચી
N  =  પૂજા એ ચોપડી ન વાંચી.

P  =  સોનલે ગાડી ચલાવી
N  =  સોનલે ગાડી ન ચલાવી.

P  =  અમિતે નવો ફોન ખરીદ્યો
N  =  અમિતે નવો ફોન ન ખરીદ્યો.

P  =  સોહમ ઘરે આવ્યો
N  =  સોહમ ઘરે ન આવ્યો.

Use   -  Active Voice

Sub + V2 + obj
Sub  +  did  + NOT + v1 + obj
Did  + NOT + sub + v1 + obj + ?
Wh + did  + NOT + sub + v1 + obj + ?

Use   -  Passive Voice

Obj + was/were  + NOT + v3 + by sub
was/were  + NOT + obj + v3 + by sub + ?
Wh + was/were  + NOT + obj + v3 + by sub + ?

ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense )

ચાલુ ભૂતકાળ (Continuous Past Tense )

વ્યાખ્યા : 
P  : ભૂતકાળ માંક્રિયા ચાલી રહી હતી.
N  : ભૂતકાળ માંક્રિયા ચાલી રહી ન હતી.

યાદ રાખો :આ કાળ માં ભૂતકાળ માં કોઈક ક્રિયા ચાલી રહી હતી તેવું દર્શાવવા માં આવે છે.દા. ત.

P  : બાળકો પરીક્ષા આપી રહ્યા હતા.
N  : બાળકો પરીક્ષા આપી રહ્યા ન હતા.

P  : રામ પૂજા કરી રહ્યો હતો.
N  : રામ પૂજા કરી રહ્યો ન હતો.

P  =  માનસી ગીત ગાયી રહી હતી.
N  =  માનસી ગીત ગાયી રહી ન હતી.

P  =  સોનલ ગાડી ચલાવી રહી હતી.
N  =  સોનલ ગાડી ચલાવી રહી ન હતી.

P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો હતો.
N  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો ન હતો.

P  =  સોહમ ઘરે આવી રહ્યો હતો.
N  =  સોહમ ઘરે આવી રહ્યો ન હતો.

Use   -  Active Voice

Sub + was/were + NOT + V1 + ing + obj
was/were + NOT + sub + v1 + ing + obj + ?
Wh + was/were + NOT + sub + v1 + ing + obj + ?

Use   -  Passive Voice

Obj + was/were + NOT + being  + v3 + by sub
was/were + NOT + obj + being + v3 + by sub + ?
Wh + was/were + NOT + obj + being + v3 + by sub + ?

પૂર્ણ ભૂતકાળ Perfect Past Tense

પૂર્ણ ભૂતકાળ – Perfect Past Tense

વ્યાખ્યા :  ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ (થઇ ગયી / થઇ ગયી ન હતી ) તે દર્શાવવા માટે.

દા. ત.

P  =  રામે  પૂજા કરી લીધી હતી.
N  =  રામે પૂજા કરી લીધી ન હતી.

P  =  માનસીએ  ગીત  ગાઇ લીધું હતું.
N  =  માનસીએ  ગીત ગાઇ લીધું ન હતું.

P  =  સોનલે  ગાડી ચલાવી લીધી હતી.
N  =  સોનલે  ગાડી ચલાવી લીધી ન હતી.

P  =  અમિતે  નવો ફોન ખરીદી લીધો હતો
N  =  અમિતે  નવો ફોન ખરીદી લીધો ન હતો.

P  =  સોહમેં ઘરે આવવું પડ્યું હતું.
N  =  સોહમેં ઘરે આવવું પડ્યું ન હતું.

Use   -  Active Voice

Sub + had  + NOT + V3 + obj
had  + NOT + sub + V3 + obj + ?
Wh + had  + NOT + sub + V3 + obj + ?

Use   -  Passive Voice

Obj + had  + NOT + been + v3 + by sub
had + NOT + obj + been + v3 + by sub + ?
Wh + had + NOT + obj + been + v3 + by sub + ?

સાદો ભવિષ્યકાળ ( Simple Future Tense )

સાદો ભવિષ્યકાળ (Simple Future Tense )

વ્યાખ્યા : 

P  =  ક્રિયા થશે.
N  =  ક્રિયા નહિ થાય.

યાદ રાખો : 

.આ કાળ સામાન્ય રીતે ક્રિયાપદ ની સાથે “શ”લાગે છે.૨. આ કાળસિવાયબધા જFuture  Tense  માં હોઈશ, હશે, હોઈશું,જેવા શબ્દો લાગે છે.૩. આ કાળ માં ” હશે”શબ્દ લાગશે નહિ.

.દા. ત.

P  =  રામ પૂજા કરશે.
N  =  રામ પૂજા નહિ કરે.

P  =  માનસી ગીત ગાશે.
N  =  માનસી ગીત નહિ ગાય.

P  =  સોનલ ગાડી ચલાવશે.
N  =  સોનલ ગાડી નહિ ચલાવે.

P  =  અમિત નવો ફોન ખરીદશે.
N  =  અમિત નવો ફોન ખરીદશે નહિ.

P  =  સોહમ ઘરે આવશે
N  =  સોહમ ઘરે નહિ આવે.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + V1 + obj
will/shall + NOT + sub + v1 + obj + ?
Wh + will/shall + NOT + sub + v1 + obj + ?

Use   -  Passive Voice

Obj + will/shall + NOT + be + v3 + by sub
will/shall + NOT + obj + be + v3 + by sub + ?
Wh + will/shall + NOT + obj + be + v3 + by sub + 

ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense )

ચાલુ ભવિષ્યકાળ (Continuous Future Tense )

વ્યાખ્યા :

P  : ભવિષ્ય માં કોઈ માંક્રિયા ચાલી રહી હશે.
N  : ભવિષ્ય માં કોઈક્રિયા ચાલી રહી નહી હોય.

યાદ રાખો :

આ કાળ માં ભવિષ્ય માં કોઈક ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માં આવે છે.

દા. ત.

P  : બાળકો પરીક્ષા આપી રહ્યા હશે.
N  : બાળકો પરીક્ષા આપી રહ્યા નહિ હોય.

P  : રામ પૂજા કરી રહ્યો હશે.
N  : રામ પૂજા કરી રહ્યો નહિ હોય.

P  =  માનસી ગીત ગાયી રહી હશે.
N  =  માનસી ગીત ગાયી રહી નહિ હોય.

P  =  સોનલ ગાડી ચલાવી રહી હશે.
N  =  સોનલ ગાડી ચલાવી રહી નહિ હોય.

P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો હશે.
N  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો નહિ હોય.

P  =  સોહમ ઘરે આવી રહ્યો હશે.
N  =  સોહમ ઘરે આવી રહ્યો નહિ હોય.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + be V1 + ing + obj
will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?

Use   -  Passive Voice

આ કાળ એક કાળ છે જેનુpassive voice થતુ નથી. 

પૂર્ણ ભવિષ્યકાળ ( Perfect Future Tense )

પૂર્ણ ભવિષ્યકાળ (Perfect Future Tense )

વ્યાખ્યા :

P  : ભવિષ્ય માં કોઈ ક્રિયાપૂર્ણ થઇ ગઈ હશે.
N  : ભવિષ્ય માં કોઈ ક્રિયાપૂર્ણ થઇ ગઈ નહિ હોય.

યાદ રાખો : 

આ કાળ નો ઉપયોગ ભવિષ્ય માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે તેવું દર્શાવવા માટે થાય છે.

દા. ત.

P  : બાળકોએપરીક્ષા આપી દીધી હશે.
N  : બાળકોએપરીક્ષા આપી દીધી નહિ હોય.

P  : રામેપૂજા કરી લીધી હશે.
N  : રામેં પૂજા કરી લીધી નહિ હોય.

P  =  માનસીએગીત ગાયી લીધું હશે.
N  =  માનસીએગીત ગાયી લીધું નહિ હોય.

P  =  સોનલેગાડી ચલાવી લીધી હશે.
N  =  સોનલે ગાડી ચલાવી લીધી નહિ હોય.

P  =  અમિતે નવો ફોન ખરીદી લીધો હશે.
N  =  અમિતેનવો ફોન ખરીદી લીધો નહિ હોય.

P  =  સોહમ ઘરે આવી ચુક્યો હશે.
N  =  સોહમ ઘરે આવી ચુક્યો નહિ હોય.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + have + V3 + obj
will/shall + NOT + sub + have + V3 + obj + ?
Wh + will/shall + NOT + sub + have + V3 + obj + ?

Use   -  Passive Voice

Obj + will + NOT + have/been + v3 + by sub
will + NOT + obj + have/been + v3 + by sub + ?
Wh + will + NOT + obj + have/been + v3 + by sub + ?

ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense )

ચાલુ પૂર્ણ વર્તમાનકાળ (Continuous Perfect Present Tense )

વ્યાખ્યા :

P  : વર્તમાન માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી છે.
N  : વર્તમાન માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.

——————————————સમય—————————————-

Since  ( Point of Time )                                                         From ( Period of Time )

જ્યાંથી ક્રિયા શરુ થાય છે તે સમય દર્શાવવા.                 ક્રિયા ને શરુ કરવા જે સમય લાગે તે દર્શાવવા.

સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….              ૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….

દા. ત.

Since  :

P  : હું ૧૯૯૦ થી ભણાવી રહી છું.
N  : હું૧૯૯૦ થી ભણાવી રહી નથી.

P  : રામ સવારથી પૂજા કરી રહ્યો છે.
N  : રામ સવારથી પૂજા કરી રહ્યો નથી.

P  =  માનસી૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી છે.
N  =  માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી નથી.

P  =  સોનલછેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N  =  સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.

P  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો છે.
N  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો નથી.

For  :

P  : હું૨ દિવસથી ભણાવી રહી છું.
N  : હું૨ દિવસથી ભણાવી રહી નથી.

P  : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો છે.
N  : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો નથી.

P  =  માનસી૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી છે.
N  =  માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી નથી.

P  =  સોનલ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N  =  સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.

P  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો છે.
N  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો નથી.

Use   -  Active Voice

Sub + have/has + NOT + been + V1 + ing + obj
have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + have/has + NOT + sub + been + V1 + ing + obj + ?

ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense )

ચાલુ પૂર્ણ ભૂતકાળ (Continuous Perfect Past Tense )

વ્યાખ્યા :

P  : ભૂતકાળ માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી હતી.
N  : ભૂતકાળ માંઅમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.

——————————————સમય—————————————-

Since  ( Point of Time )                                                         From ( Period of Time )

જ્યાંથી ક્રિયા શરુ થઇ તે સમય દર્શાવવા.      

ક્રિયા ને શરુ કરવા જે સમય લાગ્યો તે દર્શાવવા.

સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….             

૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….

યાદ રાખો :આ કાળમાં પણ” Since ” અને “For ” નો નિયમ લાગુ પડે છે.

દા. ત.

Since  :

P  : હું ૧૯૯૦ થી ભણાવી રહી હતી.
N  : હું૧૯૯૦ થી ભણાવી રહી ન હતી.

P  : રામ સવારથી પૂજા કરી રહ્યો હતો.
N  : રામ સવારથી પૂજા કરી રહ્યો ન હતો.

P  =  માનસી૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી હતી.
N  =  માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી ન હતી.

P  =  સોનલછેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N  =  સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.

P  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો હતો
N  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો ન હતો.

For  :

P  : હું૨ દિવસથી ભણાવી રહી હતી.
N  : હું૨ દિવસથી ભણાવી રહી ન હતી.

P  : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો હતો
N  : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો ન હતો.

P  =  માનસી૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી હતી.
N  =  માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી ન હતી.

P  =  સોનલ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N  =  સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.

P  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો હતો.
N  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો ન હતો.

Use   -  Active Voice

Sub + had + NOT + been + V1 + ing + obj
had + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + had + NOT + sub + been + V1 + ing + obj + 

ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ( Continuous Perfect Future Tense )

ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ (Continuous Perfect Future Tense )

વ્યાખ્યા :

P  : ભવિષ્ય માંઅમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી હશે.
N  : ભવિષ્ય માં માંઅમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી નહી હોય.

યાદ રાખો :

૧. આ કાળમાં ”થી………..સુધી” વપરાય છે.૨. આ કાળમાં “થી” શબ્દ એકલો જ વાપરવામાં આવતો નથી.૩. આ કાળમાં” થી” અને “સુધી” શબ્દો સાથે જ વાપરવામાં આવે છે.૪. આ કાળમાં ” સુધી ”શબ્દ એકલો વાપરી શકાય છે.

દા. ત.

P  : હું આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહી હોઈશ.
N  : હુંઆવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહ્યો નહિ હોઉં.

P  : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો હશે.
N  : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો નહી હોય.

P  =  માનસીઆવતીકાલ સુધી ગીત ગાયી રહી હશે.
N  =  માનસી આવતીકાલ સુધી ગીત ગાયી રહી નહિ હોય.

P  =  સોનલસવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી હશે.
N  =  સોનલ સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી નહિ હોય.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + have been + V1 + ing + obj
will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો