ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે. જે મુખ્યત્વે ઇન્ટરનેટ સર્ચ ,ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે. કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી. ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપવામાં આવ્યું. કંપનીનું વડું મથક અમેરિકાના કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.
ગૂગલ દુનિયાભરમા ફેલાયેલ ડેટા સેન્ટરમામાં ૧૦ લાખથી વધુ સર્વર દ્રારા ચલાવવામાં આવે છે. કંપનીની મૂળભૂત સેવા વેબ સર્ચ ઍન્જિન છે તથા કમ્પ્યુટર સોફ્ટવેર ગુગલ ક્રોમ, પિકાસા તેમજ ઈન્સ્ટન્ટ મેસેજ માટે ગુગલ ટોકની સુવિધા પણ આપે છે. નેક્સસ ફોન તેમજ આજકાલના સ્માર્ટ ફોનમાં વપરાતી ઑપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ પણ ખૂબ લોકપ્રિય છે.
ઈતિહાસ
ગૂગલની શરુઆત ૧૯૯૬માં એક સંસોધન કાર્ય દરમિયાન લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી. એ સમયે લેરી અને સર્જી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થી તરીકે સંશોધન કાર્ય કરતા હતા. ત્યારે કોઈ પણ વેબ સાઈટનું અલગ અલગ મૂલ્યાંકન કરી શકે એવું ઍલ્ગરિધમ બનાવ્યું જેનું નામ પેજ રેન્કઆપ્યું. તે સમયે ૧૯૯૬માં આઈડીડી ઇન્ફર્મેશન સર્વિસના રોબીન લીએ એક “રેન્કડેસ્ક “ નામનું નાનકડું સર્ચ ઍન્જિન બનાવ્યું. જે આ સિસ્ટમ પર જ કામ કરતુ હતું. રેન્કડેસ્કને લીએ પેટન્ટ કરાવીને “બાયડું” નામની ચીનમાં કંપની બનાવી.
પેજ અને બ્રિને શરૂઆતમાં સર્ચ ઍન્જિનનું નામ બેકરબ રાખ્યું હતું. કેમકે એ સર્ચ ઍન્જિન બૅકલિંક પર સાઈટનું મૂલ્યાંકન કરતું હતું, ત્યાર બાદ નામ ગૂગલ રાખવામાં આવ્યું. ગૂગલ અંગ્રેજી શબ્દ googolનું ભૂલથી આવેલું નામ છે. જેનો અર્થ એક નંબર જેની પાછળ ૧૦૦ મીંડા એવો થાય છે. શરૂઆતના દિવસોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વેબસાઈટ google.stanford.edu નામના ડોમાઈન પર ચાલતી હતી . પછી ૧૫ સપ્ટેબર ૧૯૯૭ના રોજ નવું ડોમાઇન રજિસ્ટર કરવામાં આવ્યું. ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપ્યું 'ને કંપનીની પહેલી ઑફિસ સુસાન વોજેસકી જે તેમના મિત્ર હતા એના ગેરેજ મિલનો પાર્ક કેલીફોર્નીયામાં ચાલુ કરવામાં આવી. ક્રેગ સિલ્વરસ્ટીન જે એની સાથે પીએચડી નો વિદ્યાર્થી હતો એ પહેલો કર્મચારી બન્યો.
૧૯૯૮માં સન માઈક્રો સિસ્ટમના માલિક એન્ડી બેખટોલીસીમએ તે લોકો ને એક લાખ અમેરિકન ડોલરની મદદ કરી હતી. ૧૯૯૯માં જયારે અભ્યાસ કરતા-કરતા બ્રિન અને પેજને લાગ્યું કે એ લોકો સર્ચ ઍન્જિન પર ઘણો સમય બગાડે છે અને ભણવામાં ધ્યાન નથી આપી શકતા. તેથી એ લોકો તેને વેચવાનો નિર્ણય લીધો. એક્સાઈટ કંપનીના સીઈઓ જ્યોર્જ બેલને ૧૦ લાખમાં વેચવાનો પ્રસ્તાવ મૂકયો પણ એ લોકોએ સ્વીકાર્યો નહિ. એ સમયે વિનોદ ખોસલાએ કંપની ૭.૫ લાખમાં ખરીદવા માટે વાત પણ કરી હતી. ત્યારે વિનોદ ખોસલા એ એક્સાઈટમાં નિવેશક હતા.
મુખ્ય સેવા
સર્ચ
સર્ચ એ ગૂગલની સૌથી મોટી અને લોકપ્રિય સેવા છે. દુનિયામાં ઈન્ટરનેટ પર થતા સર્ચમાંથી ૬૫ %થી વધારે સર્ચ ગૂગલ પર થાય છે. ૧૦૦ બિલિયનથી વધારે સર્ચ દર મહીને ગૂગલ પર થાય છે. જેમાં અલગ અલગ પ્રકારે થતા સર્ચ ફોટો, બ્લોગ, સમાચાર સ્વરૂપે હોય છે.
ઈમેલ
જીમેલ નામની જાણીતી ઈમેલ સેવાની સરુઆત ૧ એપ્રિલ ૨૦૦૪માં કરવામાં આવી હતી. ત્યારે ૧ ગીગા બાઇટ સંગ્રહની સુવિધા સાથે શરૂઆત થયા બાદ અત્યારે ૧૦ ગીગા બાઇટથી વધારે સંગ્રહ કરવાની સગવડ આપે છે. જૂન ૨૦૧૨માં મળેલા સતાવાર આકડા મુજબ ગૂગલના ૪૨૫ મિલિયન સક્રિય વપરાશકર્તા નોંધાયેલા છે.
યુ ટ્યૂબ
૨૦૦૯માં ખરેદેલી સાઈટ વપરાશકર્તાને વિડીઓ અપલોડ કરવાની સુવિધા આપે છે. દુનિયાની સૌથી મોટી વીડિઓ સંગ્રહકર્તા સાઈટ છે. યુ ટ્યૂબ પર દર સેકન્ડે ૧ કલાકનો વિડીઓ વપરાશકર્તા અપલોડ કરે છે. ૪ બિલિયનથી વધારે વીડિઓ દરરોજ જોવામાં આવે છે.
બ્લોગસ્પોટ
પહેલા બ્લોગ્ર તરીકે જાણીતી સેવા જે પાયરા લેબ પાસેથી ૨૦૦૩માં ખરીદેલી સાઈટ પર પોતાના મનગમતા વિષય પર બ્લોગ બનાવવાની સગવડતા આપે છે, જે હાલમાં બ્લોગસ્પોટ નામે ઓળખાય છે. પોતાની જાહેરાત કરવાની છુટછાટથી બ્લોગસ્પોટ પર જાહેરાતોથી કમાણી પણ કરી શકાય છે.
એડસેન્સ
એડસેન્સએ ગૂગલની જાહેરાત માટેનો પ્રકલ્પ છે. જેમાં લખાણ, ફોટો અને વીડિઓ રૂપે સાઈટ /બ્લોગ ને અનુરૂપ જાહેરાત આવે છે. સાઈટના મુલાકાતીના લોકેશન કે છેલ્લે કરેલા વ્યવહારને અનુરૂપ જાહેરાત દર્શાવે છે. જેના પર પે પર ક્લિક કે પે પર વ્યૂના હિસાબે કમાણી કરી શકાય છ. આ સુવિધાની શરુઆત ૨૦૦૩માં કરવામાં આવી હતી.
વ્યવસાયિક બ્લોગરમાં એડસેન્ થી કમાણી એ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ગૂગલની આવકનો ઘણોખરો ભાગ એડસેન્સમાંથી આવે છે.
મેપ્સ
ગૂગલ મેપ્સ જે પહેલા ગૂગલ લોકલથી ઓળખાતી સેવા છે. આ સુવિધામાં ઉપગ્રહ દ્વરા લેવામાં આવેલા ચિત્રો દ્વારા બે સ્થળો વચ્ચેનું અંતર અને રસ્તા જાણવા માટેની સુવિધા છે. હાલના સ્માર્ટ ફોનમાં ગૂગલ મેપ્સની ઍપ્લિકેશનનો ઘણો વપરાશ થાય છે.
સમાચાર
ગુગલ સમાચાર ઍ ગૂગલની સમાચાર સેવા છે. જે તે દેશ અને દુનિયા ના તમામ હાલના સમાચાર ગૂગલ સમાચાર મા ઑનલાઇન વાંચી શકાય છે.
પુસ્તકો
ગૂગલ પુસ્તક સેવા ઍ ઑનલાઇન પુસ્તકો નુ ભંડોળ છે. વપરાસકર્તા ઑનલાઇન પુસ્તકો વાંચી શકે છે. ઘણા બધા પુસ્તકો મફતમા ડાઉનલોડ કરી શકે છે. ઘણા બધા પુસ્તકો ઑનલાઇન ખરીદી પણ શકે છે.
ગૂગલ પ્લસ
ગૂગલ પ્લસ ઍ ગુગલની સોસિયલ નેટવર્કીંગ વેબસાઈટ છે. જેમા ઉપયોગકર્તા તેમના પરિવારજનો અને મિત્રો સાથે જોડાય શકે છે. ઉપયોગકર્તા ગુગલ પ્લસ દ્વારા ફોટાઓ, લખાણ, વીડિયો વગેરે શેર કેરી શકે છે. ગૂગલ પ્લસ ઍ તદ્દન નવી અને ખુબજ લોકપ્રિય વેબસાઇટ છે.
ગૂગલ પ્લે
ગૂગલ પ્લે ઍ ગુગલની ખાસ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઑપરેટિંગ સિસ્ટમ માટેના સૉફ્ટવેર અને ગેમ્સ માટે ની વેબસાઇટ છે. જેમા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે ઘણા બધા સૉફ્ટવેર, ગેમ્સ, ફિલ્મો, પુસ્તકો ઉપલબ્ધ છે. વાપરસકર્તા તેમના સ્માર્ટ ફોન પરથી સીધુ જ ડાઉનલોડ કેરી શકે છે.
અનુવાદ
ગૂગલ અનુવાદ જે (ગુગલ ટ્રાન્સલેટ) તરીકે ઓળખાય છે. તેમા લગભગ ૮૧ જેટલી ભાષાઓ છે. જેનો અનુવાદ તમે બીજી ભાષા સાથે કરી શકો છે. દા.ત. ગુજરાતી ભાષા નો અનુવાદ અંગ્રેજી માં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો