તમે તમારી કારકિર્દીમાં ઘણા આગળ વધેલા હો કે પછી નવો બીઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા હો, અથવા જીવનમાં કોઈ અણગમતી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હો પરંતુ એ સમજવું રહ્યું કે પોતાના કામ પ્રત્યેના સમર્પણ, વચનબદ્ધતા અને અમુક નિર્ણયો જ માણસને સફળ બનાવે છે. દરેક ક્ષણ પરિણામ માટે જવાબદાર હોય છે, અને દરેક દિવસ નવી કુશળતા/નિપુણતા મેળવવા તેમજ
દૂરવર્તી લક્ષ્ય તરફ આગળ વધવાની નવી તકોને લઈને આવે છે. હકારાત્મક વલણ અને સ્માર્ટ નિર્ણયોથી જ સફળતા મળે છે.
જીવન અને બીઝનેસ ઘણી અનિશ્ચિતતા અને શક્યતાઓથી ભરેલા છે. જયારે આપણે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે એ જરૂરી છે કે આપણે આપણી દૂરદર્શિતા અને આપણા ધ્યેયથી માર્ગદર્શન મેળવીએ નહિ કે આપણી હાલ ની પરિસ્થિતિથી.
યાદ રાખો હાર કોઈને પસંદ નથી હોતી. સંઘર્ષ પણ કોઈ પસંદ નથી કરતુ. પરંતુ એ પ્રોસેસ નો એક ભાગ છે. સંઘર્ષ વખતે શું સાચું છે અને શું ખોટું છે તેનો નિર્ણય લઇ અને અને તેને અમલમાં મુકવાથી જ સફળતા કે નિષ્ફળતા નક્કી થાય છે.
સ્પષ્ટતા:
ઈકોનોમી, સતા, કંપની, સાધનો વગેરે પર દોષારોપણ બંધ કરી અને સ્પષ્ટ વિઝન કેળવો. સ્પષ્ટ વિઝનથી જવાબદારી ઉઠાવવાનો રસ્તો મળશે. અને પોતાનું મૂલ્ય સમજાશે.
આત્મવિશ્વાસ:
અસલામતી વિનાશ નોતરે છે. આત્મવિશ્વાસથી જ ધ્યેયને યાદ રાખવાની અને ધ્યેય તરફ આગળ વધવાની શક્તિ મળે છે. જેટલું મોટું ધ્યેય તેટલા જ મોટા વિઘ્નો. અને આ વિઘ્નોજ આપણી પાત્રતા અને વિશ્વાસનો ક્યાસ કાઢે છે. જેનામાં વધારે આત્મવિશ્વાસ છે એ જીતે છે.
પ્રભાવ:
જીવનમાં ઘણા એવા તબક્કા આવે છે કે જયારે આપણને ખબર પડે છે કે શું ખરેખર જરૂરી છે, શું નહિ અને શું હમેશા રહેવાનું છે. એક વખત એ નક્કી થઇ જાય કે તમે કોણ છો અને અને શું ઈચ્છો છો ત્યારબાદ એ મહત્વનું છે કે તમે કેવા લોકોની વચ્ચે જીવો છો અને તેમનો તમારા પર શું પ્રભાવ પડે છે. સફળ થવા માટે આપણા રોલ મોડેલ હોવા જરૂરી છે. એવા મેન્ટર કે ગુરુ બનાવ્યા પછી તમારા માટે આગળ વધવું ઘણું સહેલું થઇ જશે.આ સીધું જ ગણિત છે અને તેની તમારી કાર્યશૈલી, બીઝનેસ અને જીવન માં તેનો પ્રભાવ પડશે.
કાર્યશૈલી:
સાચી કાર્યશૈલી અને આદતો વગર લાંબાગાળાના ધ્યેય અને સફળતા નથી મળતા. સગવડિયું કરતા પરિણામદાયક કાર્યશૈલી ઘડવી અને તેનો શ્રદ્ધાપૂર્વક અમલ કરવો એ જ સફળતા તરફની પગદંડી છે.
સફળતા માટે જાતને થોડા વચનો:
હકારાત્મક અભિગમ:
હમેશા આપણા ક્ષેત્ર અને ધ્યેય પ્રત્યેના હકારાત્મક રહેવાના રસ્તાઓ શોધીશું, એ માનીને ચાલીશું કે દરેક પાસા સારા જ હોય તેવું જરૂરી નથી આથી અનુકુળ થવા માટે વ્યક્તિત્વ પર ફોકસ કરીશું. પ્રોબ્લેમ્સ પર નહિ પરંતુ સોલ્યુશન પર ફોકસ કરીશું. કરિયરની રીસ્પેક્ટ કરીશું અને કદી નેગેટીવ નહિ બનીએ.
ડર:
નિષ્ફળતાના ડરને પ્રેરક બળ બનાવીશું પરંતુ તેને કદી હાવી નહિ થવા દઈએ. ડરથી જોખમ ઉઠાવવાનું છોડી નહિ દઈએ. દરેક નિષ્ફળતા પછી એક નવી દિશા તરફ હકારાત્મક રીતે આગળ વધીશું.
મહેનત:
ચિંતા કરવાથી કશું મળતું નથી અને ચિંતાથી નવી તકો હાથમાંથી સરી જાય છે. મહેનત કરવાથી જ ફાયદો થાય છે, મહેનત કરવાનું કદી છોડીશું નહિ, અને જાત મહેનત પર પૂરી શ્રદ્ધા રાખીશું.
મહત્વાકાંક્ષા:
ઉચ્ચ ધ્યેય રાખીશું અને ધ્યેય પ્રાપ્તિ પછી ઈશ્વરનો અભાર માનીને નવા ઉચ્ચ ધ્યેય તરફ આગળ વધીશું.
સાતત્ય:
ધીરજ પૂર્વક ધ્યેય તરફ અટક્યા વગર આગળ વધતા રહીશું અને તેના માટે ક્ષણિક આવેશ કે ટૂંકાગાળાના નફા-નુકશાનને ધ્યાનમાં નહિ રાખીએ.
જુસ્સો:
જુસ્સો એ પરિણામ માટેનું બળતણ છે. જ્યાં જુસ્સો છે ત્યાં નકારાત્મક વિચારોને કોઈ સ્થાન નથી. આપણે જે કરીશું એ જુસ્સાથી કરીશું.
સ્વમાન:
આદર્શો અને નીતિથી સ્વમાન અને સ્વમાનથી તેજસ્વી ઓરા બને છે. કોઈપણ પરિસ્થિતિમાં આદર્શો અને નીતિ સાથે બાંધછોડ કરીને સ્વમાન નહિ ગુમાવીએ.
સંતુલન
આપણી અને સાથે જોડાયેલા લોકોની ખામી અને ખૂબી જાણીને તે પ્રમાણે સોંપણી કરીશું.
અભિપ્રાય
હું બધુજ જાણું છું તેવી વલણ છોડીને અભિપ્રાયો લઈશું. દરેક અભિપ્રાયોએ જ્ઞાનના નવા બીજ છે તે જાણીશું અને તે બીજ થી સફળતાના નવા વૃક્ષો ઉડી નીકળશે તેવી શ્રદ્ધા રાખીશું અને તે પ્રમાણે વર્તીશું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો