💥 બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂંછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે. ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતાં હોય છે.
💥 ધૂમકેતુ હજારો વર્ષથી આકાશદર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે. પ્રાચીન કાળમાં ધૂમકેતુઓ સાથે દંતકથાઓ વણાયેલી હતી.
💥 ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુઓ શોધી કાઢયા છે. અંગ્રેજ વિજ્ઞાાની એડમન્ડ હેલીએ શોધેલો ધૂમકેતું વિશિષ્ટ છે. તેના નામ ઉપરથી તેને હેલીનો ધૂમકેતુ કહે છે.
💥 હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજલિસોટાની જેમ પસાર થાય છે. દર ૭૫ વર્ષ તે પૃથ્વી પરથી જોવા મળે છે. હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા ૭૪ થી ૭૯ વર્ષે પુરી કરે છે.
💥 હેલીનું માથુ માત્ર આઠકિલોમીટર વ્યાસનું છે. પણ તેની પૂંછડી દસલાખ કિલોમીટર લાંબી છે.
💥 હેલીનો ધૂમકેતુ એક માત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે. છેલ્લે તે ૧૯૮૬ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો. હવે ૨૦૬૧ના જૂલાઈની ૨૮ તારીખે જોવા મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો