ગુગલ ની 30 લોકપ્રીય સર્વિસ

Google Gmail   :

  Most popular email service Gmail e chegugala of the service of the world, was launched in 2007. Google the company with the aid of time has many new features. 66% of the US company uses Gmail.Gmail gives you 15 GB of storage space.


Web Search :

ગુગલ વેબ સર્ચ એ વિશ્વ નુ સોથી લોકપ્રીય સર્ચ એન્જીન છે. આ વિશ્વ ની ૧૨૭ ભાષા માં ઉપલબ્ધ છે. ગુગલ ઉપર દરોજ ૩ અબજ થી વધુ સર્ચ ક્વેરી આવે છે. ગુગલ નુ આ સર્ચ એન્જીન ૧૯૯૭ માં શરુ કરવા માં આવ્યું હતું.


૩ યુટ્યુબ :

યુટ્યુબ એ એક ફ્રી વિડીઓ શેરીંગ વેબસાઈટ છે. જેમાં તમે ફ્રી માં વિડીઓ અપલોડ કરી ને શેર કરી શકો છો. આ ની શરુઆત ૨૦૦૫ કરવા માં આવી હતી. આજર દુનિયા ની સોથી લોકપ્રીય વેબસાઈટ છે. જેની ઉપર દર મિનીટ માં ૭૨ કલાક ના લંબાઈ ના વિડીઓ અપલોડ થાય છે.


૪ ઈમેજ સર્ચ :

 ગુગલ ઈમેજ સર્ચએ ઈમેજ સર્ચ કરવા માટે નુ ગુગલ ની સર્ચ એન્જીન છે. જેમા તમે કોઈ પણ ઈમેજ ને કીવર્ડ દ્વારા સર્ચ કરી શકાય છે. અથવા રીવર્સ ઈમેજ સર્ચ દ્વારા પણ સર્ચ કરી શકાય છે. આ એન્જીન દરરોજ ના ૧ અબજ થી વધુ ઈમેજ સર્ચ કરે છે.


૫ વિડીઓ સર્ચ :

ગુગલ ની ફ્રી વિડિઓ શેરીંગ વેબસાઈટ હતી. પણ ૨૦૦૫ યુટ્યુબ ને ગુગલ એ ખરીદી લીધી અને આને આ વેબ ને પોતાના મુખ્ય સર્ચ એન્જીન જોડે મર્જ કરી દીધી. આજે વિડિઓ સર્ચ માટે આ વેબસાઈટ વપરાય છે.


૬ બુક્સ :

બુક્સ ગુગલ ની ડીજીટલ બૂક પૂરી પાડતી સેવા છે. ગુગલ કંપની એ ૨.૫ કરોડ પ્રિન્ટ બૂક ને ડીજીટલ સ્વરૂપ માં ફેરવી વેબસાઈટ ઉપર મૂકી છે. આમાં તમે ઘણી બૂક ફ્રી માં વાંચી શકો છો.


૭ ન્યુઝ :

 ન્યુઝ ઈ ૨૦૦૬ માં શરુ કરવા માં આવી હતી. તમે તમારા ન્યુઝ ગુગલ આ એકજ વેબસાઈટ પર વાંચી શકો છો. કુલ ૪૫૦૦ અલગ અલગ ન્યુઝ સોંસ પર થી તમે ગુગલ ની એક જ વેબ પર જોઈ શકો છો. આ સેવા વિશ્વ ની ૨૮ ભાષા માં ઉપલબ્ધ છે.


૮ મેપ :

ગુગલ મેપ એ વિશ્વ ની લોકપ્રીય મેપ સેવા છે. આના દ્વારા તમે મેપ, સેટેલાઈટ તસ્વીર, સ્ટ્રીટ મેપ, લાઇવ ટ્રાફિક , અને રસ્તાનું પણ પ્લાન પણ કરી શકો છો. આ સર્વિસ ૨૦૦૫ માં શરુ કરવા માં આવી હતી.


૯ પેનારીમીઓ :

આ એક ફોટો શેરીંગ વેબસાઈટ છે. આ ના પર અપલોડ કરેલ ફોટા ગુગલ મેપ, અને ગુગલ અર્થ પર જોઈ શકો છો.


૧૦ ટ્રેન્ડ :

ટ્રેન્ડએ વિશ્વ માં થતા સર્ચ ને લગતી માહિતી આપે છે. વિશ્વ માં શું સોથી વધારે સર્ચ થાય છે. તેના વોલ્યુમ વિશે અથવા ક્યાં દેશ માં શું સર્ચ થાય છે. તેના વિશે માહિતી આપે છે.


૧૧ સ્કોલર :

વિશ્વ ની દરેક મોટી યુનિવર્સીટી ની લેખ અને મેગેઝીન તમને આહી ફ્રી માં મળશે. આ સેવા વિદ્યાથી ને ખુબ ઉપયોગી છે.


૧૨ ડ્રાઈવ

 ડ્રાઈવ એ ઓનલાઈન ફાઈલ સ્ટોરેજ અને બેકઅપ આપતી સુવિધા છે. તમારા કોઈ પણ ફાઈલ અને ડેટા નુ બેકઅપ ઓનલાઈન કરી શકાય છે. આને તમે વિશ્વ ના કોઈ પણ ખૂણે એક્સેસ કરી શકો છો. એ ઉપરાંત તમે સીધી આમાં ફાઈલ બનાવી શકો છો. આ સુવિધા માં ૧૫ જીબી સુધી ની ફ્રી સ્ટોરેજ તમને મળે છે. જો વધારે જરૂર હોય તો માસિક સબસ્ક્રાઈબ કરી શકો છો.


૧૩ ડોક્સ:

ગુગલ ડોક્સ એ ઓનલાઈન વર્ડપ્રોસેસર છે. જેમાં તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ બનાવી ને સીધું ગુગલ ડ્રાઈવ માં સેવ કરી શકો છો.


૧૪ શીટ :

શીટ એ ઓનલાઈન સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. એક્ષેલ જેવું.


૧૫ સ્લાઈડ :

પ્રેઝન્ટેશન ઓનલાઈન પ્રોગ્રામ છે.


૧૬ કેલેન્ડર :

ગુગલ ની ઓનલાઈન કેલેન્ડર સેવા ગુગલ કેલેન્ડર દ્વારા તમે તમારા ટાઇમ મેનેજમેન્ટ કરી શકો છો છો. અને તમે આને મોબાઇલ સાથે સીંક કરી શકો છો. આ સેવા ૨૦૦૬ માં શરુ કરવા માં આવી હતી. આજે તે ગુગલ અને અનેક લોકો ની જરૂરીયાત બની ગઈ છે.


૧૭ ફોર્મસ :

ફોર્મ એ ગુગલ ની ઓનલાઈન સર્વે કરવા માં આવે છે જેમાં તમે તમારા પોતાના સર્વે  કરી શકો છો. આ ખુબ ઉપયોગી સેવા છે. અને તમારી વેબસાઈટ સાથે કોમ્બીનેશન કરી શકો છો.


૧૮ સાઈટ :

ગુગલ સાઈટ એ ગુગલ ની ઓનલાઈન વેબસાઈટ બનવા માટે છે. જો તમને વેબસાઈટ કેવી રીતે બનાવી એ ખ્યાલ ના હોય તો ગુગલ સાઈટ એ નો જવાબ છે. એક બેસિક વેબસાઈટ તમે બનાવી શકો છો આની મદદ થી.


૧૯ ટ્રાન્સલેટ :

ટ્રાન્સલેટ એ એક ભાષા ને બીજી ભાષા માં કન્વર્ટ કરી શકે છે. આ માં તમે કોઈ પણ વેબસાઈટ, ફોટો, વિડિઓ ને રીઅલ ટાઇમ માં બદલી શકો છો. એક એકદમ આધુનિક એવી મશીન લર્નીંગ ટેકનીક વાપરી ને ગુગલ આ રીઝલ્ટ આપે છે. આ સેવા વિશ્વની ૧૦૩ ભાષા ને સપોર્ટ કરે છે. અને દરોજ ૨૦ કરોડ થી વધારે લોકો આનો ઉપયોગ કરે છે.


૨૦ ક્લાઉડ પ્રિન્ટ :

આ સર્વિસ દ્વારા તમે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ ની પ્રિન્ટ કાઢી શકો છો. એ પણ તમારા કોઈ પણ પ્રિન્ટર માં આના માટે તમારે તમારા પ્રિન્ટર અને તમારા ગુગલ એકાઉન્ટ સાથે જોડી શકો છો. અને તમે કોઇપણ જગ્યા એ થી તમારા પ્રિન્ટ કાઢી શકો છો.


૨૧ ગુગલ સ્ટોર :

આ ઓનલાઈન સ્ટોર પર થી તમે ગુગલ ના અલગ અલગ પ્રોડક્ટ ખરીદી શકો છો. જેમ કે ટેબ્લેટ, ફોન, ક્રોમ્કાસ્ત, જેવા હાર્ડવેર પ્રોડક્ટ ખરીદી શકો છો.


૨૨ બ્લોગર :

બ્લોગર દ્વારા તમે તમારી ઓનલાઈન બ્લોગ અથવા વેબ શરુ કરી શકો છો. આ સેવા ફ્રી છે. આ સેવા ૧૯૯૯ માં શરુ કરવા માં આવી હતી.


૨૩ ગુગલ પ્લસ :

 ગુગલ ની આ સર્વિસ ફેસબુક સામે ટક્કર લેવા ૨૦૧૧ માં શરુ કરવા માં આવી હતી.  આજે આ વેબસાઈટ ના ૪૦ કરોડ થી વધરે વપરાશકર્તા દુનોયાભર માં છે.  આ સેવા પણ ખુબ જ લોકપ્રીય છે.


૨૪ ગ્રુપ :

આ સેવા દ્વારા તમે તમારા સ્પેસીફીક ગ્રુપ બનાવી આને તેમાં તમારા વિચાર અથવા માહિતી ની આપ લે કરી શકો છો. આ સેવા ૨૦૦૧ માં શરુ કરવામાં આવી હતી.


૨૫ હેંગઆઉટ :

 હેંગઓઉત એ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. જેમાં તમે ચેટ, વિડિઓ ચેટ, અને એસ એમ એસ જેવી સુવિધા મળે છે. આ એક લોકપ્રીય સેવા છે.


૨૬ એડસેન્સ :

એડસેન્સ એક ગુગલ ની ઓનલાઈન એડ આપતી સેવા છે, જેમાં ટેક્સ્ટ બેઝ,  ઈમેજ બેઝ, અને વિડિઓ બેઝ,  એડ આપે છે. તમે એડસેન્સ ની મદદ થી રૂપિયા કમાઈ શકો છો. તમારી વેબસાઈટ પર ગુગલ એડ મુકે અને તેના પર ક્લિક થવાથી તમને રૂપિયા આપે છે. ગુગલ ની કુલ આવક માંથી ૨૨% આવક એટલેકે ૧૪ અબજ ડોલર આ સેવા થી કમાય છે.


૨૭ એડવર્ડ :

ગુગલ ની આવક નો સોથી મોટો ફાળો એડવર્ડ નો છે. ગુગલ ઉપર એડ માટે આ સેવા નો ઉપયોગ થાય છે. જેમાં તમે તમારા બિઝનેસ ની એડ આપી અને તમારા બજેટ પ્રમાણે એડ આપી શકો છો.


: ૨૮ ફોટોસ

ગુગલ ફોટોસ એ ફોટો શેરીંગ અને ઓનલાઈન સ્ટોરેજ આપતી સેવા છે. તમે તમારા ફોટો આના ઉપર અપલોડ કરી અને કોઈ પણ સર્વિસ માં એક્સેસ કરી શકો છો. આ સેવા માર્ચ ૨૦૧૫ માં જ શરુ કરવા માં આવી છે.


૨૯ ફ્લાઈટ સર્ચ :

ફ્લાઈટ સર્ચ એ બે અલગ અલગ શહેર તથા દેશ વચે ફ્લાઈટ સર્ચ કરવા ઉપયોગ થાય છે. આમાં તમે બજેટ પ્રમાણે, ફ્લાઈટ ના રેંજ પ્રમણે સર્ચ કરી શકો છો.


૩૦ ફાઈનાન્સ:

આ સેવા દ્વારા તમે કોઈ પણ કંપની વિશે ના શેર, તેમજ દરેક માર્કેટ ને લગતી ન્યુઝ મેળવી શકો છો. શેર ના સ્ટોક ને કમ્પેર કરી શકો છો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો