••~>> મળ્યું એ માણવાની પણ મઝા છે.. ના મળ્યું એ ચાહવાની પણ મઝા છે.. એક માં એક ઉમેરો તો બે થાય એવુ શિक्षક શિખવાડી ગયા.. પણ બે માંથી એક બાદ કરો તો એકલા થઇ જવાઈ એવુ જીંદગી શિખવાડી ગઈ.. કળિયુગની આ દુનિયાદારી છે. રમત રમતાં માણસ ગમી જાય ને.. ગમતાં માણસ જ રમત રમી જાય.. ઘણા લોકો માટે હુ સારો નથી હોતો.. તમે જ કહો ક્યો એવો દરિયો છે.. જે ખારો નથી હોતો..???
••~>> ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ,રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..!
ફરક શું પડશે એમાં એમની મહાનતા ને,
ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ....
અઝાન પછી મંદિર ને દેવળે દેવાય,
ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ...,
મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ...!
શયન-મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની
પઢી જોઈએ...,
જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી લઈએ...!
ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ...!!!
••~>>મીઠાશ વગરની મોટપ શું કામ ની?? જુઓ,દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો