લેબલ વ્યકતી વિશેષ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વ્યકતી વિશેષ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

♥ સેલ્યુલોઈડ પ્લાસ્ટિકનો શોધક : જોહન વેઝલી હયાટ ♥

🌹  વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ફાળો મહત્વનો છે. રોજિંદા વપરાશની સાથે ઉપરાંત ઉદ્યોગોમાં વપરાતી સાધનસામગ્રી બનાવવામાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે.

🌹  પ્લાસ્ટિકે લાકડા અને ધાતુનું સ્થાન લઈ લીધું છે. ફર્નિચરથી માંડીને રમકડા સુધીની વસ્તુઓ વિવિધ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બને છે. સેલ્યુલોઈડ પ્લાસ્ટિક સખત અને ટકાઉ હોય છે. તેમાંથી ફર્નિચર, રમતગમતના સાધનો ઉપરાંત અનેક ગૃહઉપયોગી ચીજો બને છે તેની શોધ જોહન વેઝલી હયાટે કરી હતી.

🌹  હયાટે બોલબેરિંગ, પાણી ગાળવાનું સાધન હયાટ ફિલ્ટર વગેરે ૨૦૦ જેટલી શોધો કરી હતી.

🌹  જોહન વેઝલીનો જન્મ ન્યૂયોર્કના સ્ટારકી ખાતે ઇ.સ.૧૮૩૭ના નવેમ્બરની ૨૮ તારીખે થયો હતો. તે ઝાઝું ભણ્યો નહોતો. ૧૫ વર્ષની ઉંમરે તેણે ઇલિનોયના રમકડા બનાવતી કંપનીમાં કામે લાગ્યો.

🌹  આ કંપનીમાં શતરંજના બોર્ડ અને પ્યાદાં બનાવવાનું મુખ્ય કામ હતું. આ ચીજો હાથીદાંતથી બનતી. હયાટે હાથીદાંતના બદલે સસ્તો અને સખત પદાર્થ બનાવવાનો વિચાર કરી સેલ્યુલોઝની શોધ કરી.

🌹  ઇંગ્લેન્ડના એલેકઝાન્ડર પર્કીન્સે શોધેલા નરમ પ્લાસ્ટિક ઉપર સંશોધનો કરીને તેણે સખત સેલ્યુલોઇડ શોધી કાઢયું જે ગરમી મળતાં પીગળે અને યોગ્ય ઘાટ આપ્યા પછી ઠરીને સખત થઈ જાય. સેલ્યુલોઈડ પ્લાસ્ટિકમાંથી રમતગમત માટે દડા તેમજ શતરંજના મહોરાં બનાવવાનું સરળ બન્યું.

🌹  ઇ.સ.૧૮૬૯માં તેણે પોતે કરેલા પદાર્થને સેલ્યુલોઈડ નામ આપ્યું જે આજે પણ પ્રચલિત છે.

🌹  સેલ્યુલોઈડની શોધ પછી તેણે તેના ઉત્પાદન માટે કંપની સ્થાપી. સેલ્યુલોઈડમાંથી કાંસકા, સંગીત અને રમતગમતનાં સાધનો, અને હાથીદાંતમાંથી બનતી તમામ ચીજો બનવા લાગી.

🌹  હયાટ્ને તેની આ શોધ બદલ ઇ.સ.૧૯૧૪માં પર્કિન મેડલ એનાયત થયો હતો.

🌹  ઇ.સ.૧૯૨૦ના મે માસની ૧૦ તારીખે તેનું અવસાન થયું હતું.

🌷 સૌજન્ય 🌷

🌟 ઝગમગ - ગુજરાત સમાચાર 🌟

♥ ક્વીન ઓફ ઠૂમરી - ગિરિજા દેવી ♥


👉🏻 ભારતમાં શાસ્ત્રીય ગાયકીમાં જેનું નામ સૌથી પહેલી હરોળમાં લેવામાં આવે છે તેવાં ગિરિજા દેવીનું ભારતીય પરંપરાગત ગાયકીને જીવંત રાખવામાં અનન્ય યોગદાન છે.

👉🏻  ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ' થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

👉🏻  ગિરિજા દેવીનો જન્મ ૮ મે, ૧૯૨૯ના વારાણસી ખાતે થયો હતો.

👉🏻  ગિરિજા દેવીના પિતા સંગીતનું ઘણું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ખૂબ સારાં હાર્મોનિયમ વાદક હતા. જેનો લાભ બાળપણથી જ ગિરિજા દેવીને મળ્યો હતો.

👉🏻  ગિરિજા દેવીએ પાંચ વર્ષની ઉંમરમાં જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી ગાયકીનું જ્ઞાન મેળવ્યું.તેમણે નવ વર્ષની ઉંમરે ‘યાદ રહે’ નામની ફિલ્મમાં અભિનય પણ કર્યો.

👉🏻  ૧૯૪૬માં તેમણે સિરકાના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં. લગ્ન બાદ પણ તેમના શોખ પ્રત્યે તેમને એટલો જ લગાવ હતો. તેમની માતા, દાદી અને કુટુંબમાં બીજા બધા લોકોનું એવું માનવું હતું કે સારા અને મોટા ઘરની દીકરીએ જાહેરમાં કોઈ પણ જાતના કાર્યક્રમ કે સમારંભમાં જવું જોઈએ નહીં. તેમ છતાં ગિરિજા દેવી મક્કમ હતાં. પરિવારનો વિરોધ વહોરીને પણ તેમને કલા અને ગાયકીના ક્ષેત્રને મૂક્યું નહીં. આજે જ્યારે પણ ભારતીય ગાયકી અને શાસ્ત્રીય સંગીતની વાત આવે ત્યારે ગિરિજા દેવીનું નામ પહેલાં લેવામાં આવે છે.

👉🏻  ગિરિજા દેવીએ સૌથી પહેલી વાર અલાહાબાદથી ૧૯૪૯માં ‘ઓલ ઇન્ડિયા રેડિયો પર  તથા ૧૯૫૧માં બિહારમાં જાહેર સમારંભમાં પરફોર્મન્સ આપ્યું હતું.

👉🏻  ૧૯૮૦માં ગિરિજા દેવી ‘આઇટીસી સંગીત રિસર્ચ એકેડેમીલ્લમાં ફેકલ્ટી મેમ્બર તરીકે જોડાયાં હતાં.

👉🏻  ૧૯૯૦માં તેઓ ‘હિન્દુ બનારસ યુનિવર્સિટી સાથે જોડાયાં હતાં, જેનો લાભ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળ્યો હતો.

👉🏻  ગિરિજા દેવી બનારસ ઘરાનાની ગાયિકા છે તેમજ તેઓ ઠૂમરી જેવી પરંપરાગત શૈલીમાં પણ ઘણાં બધાં પરફોર્મન્સ આપ્યાં છે. સાથે સાથે તેઓ સેમી ક્લાસિકલ કજરી, ચલતી અને હોલીમાં પણ પારંગત છે.ગિરિજા દેવીને ‘ક્વીન ઓફ ઠૂમરી' થી નવાજવામાં આવ્યાં છે.