♥ ઘુવડ રાતના અંધારામાં ચોખ્ખું કેવી રીતે જોઈ શકે? ♥

🌸  ઘુવડને દિવસે દેખાય છે પણ એટલું સાફ નથી દેખાતું જેટલું રાતે દેખાય છે. એના પગમાં વાંકા નખવાળા ચાર પંજાઓ હોય છે, જેનાથી એને શિકાર પકડવામાં વધારે સગવડ રહે છે. વસ્તુમાંથી આવતો પ્રકાશ આપણી આંખોની અંદર રહેલાં લેન્સ દ્વારા આંખના પડદા પર કેન્દ્રિત થાય છે. આંખના આ પડદાને રેટિના કહેવામાં આવે છે. એના પર વસ્તુનું ઊંધું પ્રતિબિંબ પડે છે, જે મગજ દ્વારા સીધું કરાય છે અને વસ્તુ આપણને દેખાય છે. 
ઘુવડની આંખોમાં ચાર ખૂબીઓ હોય છે, જેને કારણે એને રાત્રે વધારે દેખાય છે.

👉🏻  પહેલી ખૂબી તો એ છે કે એની આંખના લેન્સ અને રેટિનાની ઉપર મોટું પ્રતિબિંબ પડે છે.

👉🏻  બીજી એની આંખમાં સંવેદનકોષોની સંખ્યા ઘણી વધારે હોય છે. એની સંખ્યા દર ચોરસ મિલિમીટરે લગભગ ૧૦,૦૦૦ હોય છે, જ્યારે આપણી આંખોમાં એની સંખ્યા ૨૦૦૦ દર ચોરસ મિલિમીટર હોય છે.

👉🏻  ત્રીજી એની આંખમાં એક લાલ રંગનો પદાર્થ હોય છે, જે ખરી રીતે એક પ્રોટીન છે. એના કારણે રાતના પ્રકાશ માટે એની આંખો વધારે સંવેદનશીલ થઈ જાય છે.

👉🏻  ચોથું, એની આંખની કીકીઓ વધારે ફેલાઈ શકે છે. જેનાથી ઓછામાં ઓછો પ્રકાશ પણ એની આંખમાં જઈ શકે છે. આ ચારે ખાસિયતોને કારણે ઘુવડને રાતે વધારે દેખાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો