રેઈનબો એટલે ચોમાસાની ઋતુમાં આકાશમાં દેખાતો સાત રંગનો પટ્ટો. રેઈનબો અદ્ભુત આકર્ષક હોય છે. રેઈનબો એટલે મેઘ ધનુષ... જે આકાશમાં જોવા મળે છે, પણ રેઈનબો બ્રિજ વિશે સાંભળ્યું છે....?
દરિયા કિનારાની જમીન અને ખડકોમાં દરિયાના પાણી, મોજાં અને પવનને કારણે ઘસારો થાય છે. વર્ષો સુધી આ રીતે ઘસારો થતા ખડકોમાં વિવિધ આકાર ઉત્પન્ન થાય છે. અમેરિકાના ઉટાહમાં આવેલો રેઈનબો બ્રિજ આવા ખડકનો બનેલો છે. જે અદ્ભુત કુદરતી અજાયબી છે.
કોઈ ખડકને નદીએ વચ્ચેથી કોતરી નાખ્યો હોય તેવો આ પૂલ જેવો ખડક ૭૦ મીટર ઊંચો છે. આજે તેની નીચે નદી નથી પણ જમીન પર પૂલની જેમ ઊભો છે. નવાઈની વાત એ છે કે આ પૂલ આયર્ન ઓક્સાઈડ અને કેલ્શિયમ કાર્બોનેટના ખડકોનો બનેલો છે. આ ખડકો બપોરના તડકામાં જાંબલી રંગના દેખાય છે. જેમ જેમ તડકો ઓછો થતો જાય તેમ તેમ લાલ રંગના દેખાવ છે. અને રાત્રે કથ્થાઈ રંગના થઈ જાય છે. પૂનમની ચાંદનીમાં આ ખડક સફેદ થઈ જાય છે.આમ તે રંગ બદલતો હોવાથી તેને રેઈનબો બ્રિજ એટલે કે મેઘ ધનુષી પૂલ નામ અપાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો