એક અનોખું ગામ

ઘરડા ગાડા વાળે! એક અનોખુ ગામ, જ્યાં માત્ર વૃદ્ધો જ વસે છે, કોઈને પોતાના ઘરમાં રસોઈ નથી બનાવવી પડતી...

→ ઘરડા ગાળા વાળે કહેવતને સાર્થક કરતુ ચાંદણકી ગામ.
→ ગામમાં રહે છે માત્ર 60 વૃધ્ધ વડીલો.  
→ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે ડોશીઓ.  
→ આઝાદીથી લઈને અત્યાર સુધી કડી ચૂંટણી નથી થઇ  આ ગામમાં. 
→ ગામના પ્રવેશ દ્વારથી લઈને ઘર આંગણા સુધી આર.સી.સી.રોડ. 
→ 100% શૌચાલય, 24 કલાક પાણી, ખૂણે-ખૂણે સ્વચ્છતા  
→ ડસ્ટફ્રી છે આ ગામ 
→ એક જ રસોડે જમે છે આખું ગામ  
100ની વસ્તીમાંથી 100 જણ જ રહે છે ગામમાં  

કહેવાય છે કે, ઘરડા ગાડા વાળે, અને આવું જ કઈક જોવા મળી રહ્યું છે મહેસાણા જિલ્લાના એક ગામમાં કે જ્યાં ગામમાં પ્રવેશતાની સાથે જ તમને માત્ર ઘરડા લોકો જ જોવા મળશે. આ ગામમાં માત્ર વૃધ્ધો જ વસે છે.લોકો આ ગામને અનોખુ ગામ તરીકે ઓળખે છે. જોઈએ આ ખાસ અહેવાલમાં, શુ છે,આ અનોખા ગામની વિશેષતા.  

આ તો એવું કયું ગામ છે કે, જ્યાં ખૂણે ખૂણે છે આર સી સી રોડ, કે જ્યાં છે 24 કલાક વીજળી અને પાણી, કે જ્યાં જોવા મળતા નથી મચ્છર, કે જ્યાં આઝાદી પછી હજુ સુધી કયારેય યોજાઈ નથી ચૂંટણી, જ્યાં છે 100 ટકા શૌચાલય અને સ્વચ્છતા. આ ગામ છે મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં આવેલુ ચાંદણકી ગામ. આ ગામમાં 1000ની વસ્તી સામે 900 લોકો તો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે.  

️(tandoori)આ વરિષ્ઠ વૃધ્ધોએતો એવું આયોજન કરી દીધું કે કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવવી નથી પડતી. અને સવાર બપોર સાંજ એક જ રસોડામા ચા-પાણી અને જમવાનું થાય છે. જી હા, એ જાણીને નવાઈ લાગશે  કે દરરોજ 60 જેટલા વૃધ્ધો એક જ રસોડે જમે છે. અને રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહિ.  

️આ ગામની નોધનીય બાબત એ છે કે, આ ગામમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું, ત્યારથી એટલે કે આઝાદી પછીથી આજ દિન સુધી અહીની ગ્રામ પંચાયતની કયારેય ચૂંટણી યોજાઈ નથી.  જેનો લાભ ગામના વિકાસ પરથી જોઈ શકાય છે.  પાકા રસ્તા, ગટર, વીજળી, પીવાના પાણીની સુવિધા છે અહી. તો આ વર્ષે ચાંદણકી ગ્રામ પંચાયતે સમરસ મહિલા ગ્રામ પંચાયતનું બિરુદ પણ મેળવ્યું છે. આજે આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી કે પછી પોતાના બાળકો સાથે નહિ રહેવાનો પણ વસવસો નથી. 

અને અંતમાં ચાંદણકી ગ્રામ પંચાયતના સરપંચ સમગ્ર ચાંદણકી ગામ વતી એક જ સંદેશો આપી રહ્યા છે કે, અમને તો અહી કોઈ તકલીફ નથી પરંતુ જે બાળકો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા જેવા નિર્ણયો લે છે. તેમને પણ એક દિવસ એ જ વૃદ્ધાશ્રમની જગ્યા પૂરવાનો વારો આવશે. જેથી દરેક બાળકોએ પોતાના માં-બાપની સેવા કરવાનો મોકો ચૂકવો ના જોઈએ.  

દરેક જીલ્લાના બીજા ગામોના સરપંચ તેમના ગામોનો વિકાસ કેમ નથી કરી શકતા. જે એક મહિલા સરપંચે કરી બતાવ્યું તે બીજા સરપંચો માટે પણ એક ઉદાહર પૂરું પાડી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો