પૂર્વધારણાઓ પછી વ્યાખ્યાઓ આવે છે. સામાન્ય રીતે ભૂમિતિના જુદાજુદા આકારોનું વિવરણ વ્યાખ્યાઓ દ્વારા અપાય છે. કેટલીક પ્રારંભિક વ્યાખ્યાઓ આ મુજબ છે.
રેખાખંડ : બે બિંદુઓને જોડતા સૌથી ટૂંકા પાથ પર આવેલા બિન્દુઓના ગણને રેખાખંડ કહેવાય છે.
કિરણખૂણો : કોઇ બે ભિન્ન કિરણ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય છે.
બહુકોણ: જે બંધ આકૃતિ ખુણાઓથી રચાયેલી હોય તેને બહુકોણ કહેવાય છે
ત્રિકોણ : જે બંધ આકૃતિના ત્રણ ખુણા હોય તેને ત્રિકોણ કહેવાય છે.
ચતુષ્કોણ : જે બંધ આકૃતિના ચાર ખુણા હોય તેને ચતુષ્કોણ કહેવાય છે.
ચોરસ : જે બંધ આકૃતિના ચારે ચાર ખુણા ૯૦ અંશના હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે.
પંચકોણ : જે બંધ આકૃતિના પાંચ ખુણા હોય તેને પંચકોણ કહેવાય છે.
ષટ્કોણ : જે બંધ આકૃતિના છ ખુણા હોય તેને ષટ્કોણ કહેવાય છે.
અષ્ટકોણ : જે બંધ આકૃતિના આઠ ખુણા હોય તેને અષ્ટકોણ કહેવાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો