આભાર aashishbaleja.blogspot.in
»» ડેવરનો મુખ્ય વિષય વાયુઓને પ્રવાહીમાં ફેરવવાનો હતો. વિવિધ પ્રયોગો માટે ઠંડા કરેલા વાયુઓ સાચવવા તેણે શૂન્યાવકાશવાળો થર્મોસ બનાવેલો.
»» ચા અને કોફીને લાંબો સમય ગરમ રાખવા માટે ઉપયોગી સાધન થર્મોસ જાણીતું છે. બહારથી રંગીન અને આકર્ષક એલ્યુમિનિયમના થર્મોસ ફ્લાસ્કની અંદર કાચની બોટલ હોય છે. આ બોટલ બે પડની બનેલી હોય છે. બંને પડ વચ્ચે શૂન્યાવકાશ હોય છે. શૂન્યાવકાશમાંથી ગરમીનું વહન થતું નથી એટલે ચા કે કોફીની ગરમી અંદર જ જળવાઈ રહે છે. વળી થર્મોસની અંદરની સપાટી તેજસ્વી અને લીસી હોય છે તે ગરમીનું પરાવર્તન કરી અંદર રાખે છે. થર્મોસ ફ્લાસ્કમાં ગરમ ચા લગભગ ૧૪ થી ૧૫ કલાક સચવાય છે. થર્મોસની શોધ જેમ્સ ડેવર નામના વિજ્ઞાનીએ કરેલી.
»» જેમ્સ ડેવરનો જન્મ સ્કોટલેન્ડના કિંકાર્ડાઈન શહેરમાં ઈ.સ. ૧૮૫૨ના સપ્ટેમ્બરની ૨૦ તારીખે થયો હતો.
»» એડિનબર્ગ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને તે લંડનની કેમ્બ્રીજ અને રોયલ ઈન્સ્ટિટયૂટમાં પ્રોફેસર તરીકે જોડાયેલો. તેણે અતિ ઠંડા, અતિ ગરમ પ્રવાહીઓ અને વાયુઓ પર ઊંડો અભ્યાસ કરેલો.
»» ડેવરનો મુખ્ય વિષય વાયુઓને પ્રવાહીમાં ફેરવવાનો હતો. વિવિધ પ્રયોગો માટે ઠંડા કરેલા વાયુઓ સાચવવા તેણે શૂન્યાવકાશવાળો થર્મોસ બનાવેલો. આ થર્મોસ રોજીંદા જીવનમાં પણ ઉપયોગી થઈ ગયો. જેમ્સ ડેવરે ઓક્સિજન, હાઈડ્રોજન વગેરેને પ્રવાહી સ્વરૃપે મેળવવાની શોધ કરેલી. જેમ્સ ડેવર વિજ્ઞાની અને સંશોધક હોવા ઉપરાંત એક સારા શિક્ષક તરીકે વિખ્યાત હતો. ઈ.સ. ૧૯૨૩ના માર્ચની ૨૭ તારીખે તેનું અવસાન થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો