ધોરણ-૧૨ (સામાન્‍ય પ્રવાહ) પછી શું ?

ધોરણ-૧૨ (સામાન્‍ય પ્રવાહ) પછી શું ?

ધોરણ-૧૨ (સામાન્‍ય પ્રવાહ) પછી શું ?

આપે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી -આપ કોલેજમાં /યુનિર્સિટી કક્ષાએ/ વ્‍યવસાયિક અભ્‍યાસક્રમો/ જોબમાં એક નવા જ ક્ષેત્રમાં કદમ ભરી રહ્યા છે. .. આ જ સમય છે આપના ભવિષ્‍યને લગતી તમામ શંકાઓ, ચિંતાઓ, મૂંઝવણોને ByeBye કરવાનો. એક નિર્ધારિત અને ચોકકસ પથ પર આગળ ધપવાનો. આપણે જાણીએ છીએ તેમ ધોરણ ૧૨(HSC) માં બે મુખ્‍ય પ્રવાહો છેઃ (૧) જનરલ સ્‍ટ્રીમ(સામાન્‍ય પ્રવાહ) અને (ર) સાયન્‍સ સ્‍ટ્રીમ (વિજ્ઞાન પ્રવાહ). ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થી ધોરણ ૧૦ માં પોતે પ્રાપ્‍ત કરેલ માર્કસ, પોતાની પસંદગીના વિષયો, પોતાની ક્ષમતા ઇત્‍યાદિને ધ્‍યાનમાં રાખીને જે વિષયો ધોરણ ૧૧ માં પસંદ કર્યા બાદ દરેક વિદ્યાર્થી ધોરણ ૧૦ માં પોતે પ્રાપ્ત કરેલ માર્કસ, પોતાની પસંદગીના વિષયો, પોતાની ક્ષમતા ઇત્‍યાદિને ધ્‍યાનમાં રાખીને જે વિષયો ધોરણ ૧૧ માં પસંદ કરે છે તે આધારે તે વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્‍ય પ્રવાહનો વિદ્યાર્થી બને છે (આ બે મુખ્‍ય પ્રવાહ છે) સામાન્‍ય પ્રવાહ અંતર્ગત આપણે Arts અને Commerce બંને પ્રવાહના વિદ્યાર્થીઓનો સમાવેશ કરીએ છીએ. ધોરણ ૧૨ માં વિજ્ઞાન અને સામાન્‍ય પ્રવાહ ઉપરાંત વ્‍યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્‍ચતર બુનિયાદી પ્રવાહના પણ Student હોય છે. છેલ્‍લા બે-ત્રણ વર્ષોથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્‍યા વધતી ધટતી રહી છે. આપણે ત્‍યાં એક એવી જુની માન્‍યતા હતી કે જેઓ "હોશિયાર" હોય તેઓ વિજ્ઞાનના વિષયો વિજ્ઞાન પ્રવાહના ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા અભ્‍યાસ દરમિયાન પસંદ કરે કે જેથી તેઓ ર્ડાકરટ/એન્‍જિનિયર/ફાર્મસિસ્‍ટ/આર્કિટેકટ ઇત્‍યાદિ બની શકે. પરંતુ હવે માન્‍યતા બદલાઇ છે. ધોરણ ૧૨ Arts/Commerce પછી પણ ઘણા સારા વિકલ્‍પો છે જ....આથી ધોરણ ૧૦ માં ખૂબ જ સારા માર્કસ બાદ Choice થી ધોરણ ૧૧-૧૨ માં Arts/Commerce ના વિષયો બહુ મોટી સંખ્‍યાના વિદ્યાર્થીઓ પસંદ કરે છે.

ધોરણ-૧૨ આર્ટસઃ

દસમા ધોરણ પછી સામાન્‍ય પ્રવાહમાં આર્ટસના વિષયો રાખી ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ નો અભ્‍યાસ કરીએ તો ધોરણ ૧૨ આર્ટસ કર્યુ કહેવાય. આપ અંગ્રેજી વિષય સાથે કે અંગ્રેજી વિષય વગર ધોરણ ૧૨ આર્ટસ કરી શકો, પરંતુ અંગ્રેજી વિષયથી ભાગવાનો આ યુગ નથી.

ધોરણ-૧૨ આર્ટસ પછીના કોર્સ આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ તમે પાસ કરેલ હોય તો તમારા માટે એક એકથી ચડિયાતા ઘણા અભ્‍યાસક્રમો છે. આપણે તેની યાદી બનાવીએ.

મેરીટના આધારે એડમિશનઃ 
પ્રવેશ પરિક્ષા આપ્‍યા વગર ધોરણ ૧૨ આર્ટસમાં તમે મેળવેલા માર્કસના આધાર પર તમને એડમિશન મળી શકે તેવા અભ્‍યાસક્રમોનું લિસ્‍ટઃ (૧) કોઇ વિષય સાથે બી.એ. અર્થાત બેચલર ઓફ આર્ટસનો કોર્સ (૨) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન-બી.બી.એ. નો કોર્સ (૩) હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ (૪) બેચલર ઓફ સોશ્‍યલ વર્ક-બી.એસ.ડબલ્‍યુ. (૫) બેચલર ઓફ રૂરલ સ્‍ટડીઝ- બી.આર.એસ. નો કોર્સ (૬) હોમ સાયન્‍સનો બેચલર ડીગ્રીનો કોર્ષ (૭) ફેશન ડિઝાઇનરનો બેચલર ડિગ્રીનો બેચલર કોર્સ (૮) બેચલર ઓફ ફાઇન આર્ટ-BPA નો કોર્સ (૧૧) જનરલ નર્સિગનો કોર્સ (૧૨) આયુર્વેદિક નર્સિગનો કોર્સ (૧૩) પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી. નો કોર્સ (૧૪) પ્રથામિક સ્‍કુલમાં ડ્રોઇંગ ટીચર બનવા માટે આર્ટ ટીચર ડિપ્‍લોમાનો કોર્સ (૧૫) પ્રાયમરી સ્‍કુલમાં વ્‍યાયામશિક્ષક બનવા સી.પી.એઙનો કોર્સ (૧૬) સંગીતવિશારદનો કોર્સ (૧૭) ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો CPT કોર્સ (૧૮) કંપની સેક્રેટરીનો ફાઉન્‍ડેશન કોર્સ (૧૯) કોસ્‍ટ એકાઉન્‍ટનો ફાઉન્‍ડેશન કોર્સ (૨૦) હાઇસ્‍કુલમાં વ્‍યાયામશિક્ષક બનવા માટે બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન -બી.પી.ઇ. નો કોર્સ (૨૧) ઇન્‍ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ-ગુજરાતમાં અને ગુજરાત બહાર. (રર) BABEd ઇન્‍ટીગ્રેટેડ

પ્રવેશ પરીક્ષા આપીને એડમિશન મળે તેવા કોર્સ : 
ધોરણ-૧૨ આર્ટસ પછી કેટલાક કોર્સ એવા છે જેમાં એડમિશન મેળવવા માટે એન્‍ટ્રસ ટેસ્‍ટ આપવાની હોય છે. પ્રવેશ પરીક્ષામાં સફળ થઇએ તો એડમિશન મળી શકે તેવા કોર્સનું લિસ્‍ટ: (૧) નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ના કોર્સ ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન, ડિપ્‍લોમા ઇન એસેસરી ડિઝાઇન, ફેશન ડિઝાઇન એન્‍ડ ઇન્‍ફર્મેશન ટેકનોલોજીનો કોર્સ -FDIT જેવા નિકટના ધોરણ ૧૨ પછી ના ડિપ્‍લોમા અભ્‍યાસક્રમો (૨) અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ડિઝાઇન-NID ના ધોરણ ૧૨ પછી ચાર વર્ષના ડિઝાઇન ફિલ્‍ડના વિવિધ કોર્સ (૩) યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન-UPSC દ્વારા લેવામાં આવતી નેશનલ ડિફેન્‍સ એકેડેમી -NDA ની એકઝામ આપી આર્મીમાં (ભૂમિદળમાં) ઓફિસર બનવા માટેની આર્મીની કોલેજમાં એડમિશન (૧૪) વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અને વલ્‍લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતો બી.બી.એ. નો કોર્સ (૫) બેચલર ઓફ ફાઇન આર્ટ - BFA નો કોર્સ વડોદરા કે મુંબઇમાં (૬) ભારત સરકારની ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્‍ટ એન્‍ડ કેટરિંગ ટેકનોલોજીમાં ચાલતો B.Sc. ઇન હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ-ગાંધીનગર પાસે આવી એક સંસ્‍થા આવેલી છે. (૭) મ્‍યુઝિક, ડ્રામા, ડાન્‍સનો બેચલર ડિગ્રી કોર્સ-વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં (૮) મુંબઇમાં બેચલર ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ-BMS નો કોર્ષ (૯) નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરનો LLB કોર્સ (૧૦) નેશનલ ફાયર કોલેજનો સબઓફિસર કોર્સ વિગેરે

યાદ રહે મિત્રો, ધોરણ ૧૨ પછી ડિપ્‍લોમા ઇન હોટલ મેનેજમેન્‍ટ તરીકે જાણીતો કોર્સ હવેથી "B.S.c. ઇન હોટલ મેનેજમેન્‍ટ એન્‍ડ એડમિનિસ્‍ટ્રેશન" થયો છે. (હોટલ મેનેજમેન્‍ટ)

ધોરણ-૧૨ કોમર્સ :

ધોરણ-૧૦ પછી કોમર્સના વિષયો રાખી ધોરણ-૧૧ અને ૧૨ નો અભ્‍યાસ કરીએ તો આપણે ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટ કહેવાઇએ.. ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટ ની સંખ્‍યા સૌથી વધુ હોય છે.

૨૧ મી સદીને ભણેલા લોકોની, ભણેલા લોકો માટે અને ભણેલા લોકો વડે ચાલતી સદી કહે છે. આ સદીમાં જેઓ વધારે ભણશે તેઓ વધુ આગળ આવશે. આ સદી મહેનતુ લોકોની છે. જેઓ રોજ બાર કલાક મહેનત કરવા તૈયાર છે તેમની આ સદી છે. આપ પણ સૌપ્રથમ સ્‍નાતક પદવી સારી રીતે મેળવવાનું ધ્‍યેય રાખી જબરદસ્‍ત મહેનત કરો... ચોકસ આયોજન સાથે મહેનત કરો. બેચલર ડીગ્રી મેળવ્‍યા બાદ Professional Courses કરી શકાય, માસ્‍ટર ડીગ્રી કરી શકાય, સ્‍પર્ધાત્‍મક ભરતી પરીક્ષાઓ આપી શકાય. નોકરી મળી ગયા પછી પણ આગળ અભ્‍યાસ તો થઇ જ શકે. Open University માં આપ ઘણા બધા ઉપયોગી અભ્‍યાસ ક્રમોમાંથી પસંદગી કરી શકો. આપનો પોતાનો વ્‍યવસાય હોય તો પણ આગળ અભ્‍યાસ કરવો જ જોઇએ.

ધોરણ-૧૨ કોમર્સ પછીના કોર્સ કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી ધણા સારા કોર્સમાં એડમિશન મળે છે. કેટલાક કોર્સમાં એડમિશન મેળવવા એડમિશન ટેસ્‍ટ આપવાની હોય છે. જો કે ગુજરાતમાં ચાલતા મોટાભાગના અભ્‍યાસક્રમોમાં ધોરણ ૧૨ ના માર્કસના આધારે એડમિશન મળે છે. કોઇ પ્રવેશ પરીક્ષા આપવાની હોતી નથી. આપણે આ બન્‍ને પ્રકારના કોર્સની એક યાદી બનાવીએ.

મેરીટના આધારે એડમિશનઃ 

(૧) એમ.એસ.સી. ઇન ઇન્‍ફર્મેશન ટેકનોલોજી એન્‍ડ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશનનો કોર્સ (૨) અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો પાંચ વર્ષમાં ઇન્‍ટિગ્રેટેડ માસ્‍ટર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન-MBA નો કોર્સ (૩) બેચલર ઓફ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન-BCA નો કોર્સ (૪) બી.એસસી ઇનઆઇટી એન્‍ડ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન (પ) બી.કોમ.નો કોર્સ (૬) બી.બી.એ.નો કોર્સ (૭) ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટનો CPT કોર્સ (૮) કંપની સેક્રેટરીનો ફાઉન્‍ડેશન કોર્સ (૯) કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો ફાઉન્‍ડેશન કોર્સ (૧૦) ચાર્ટર્ડ ફાયનાન્‍સિયલ એનાલિસ્‍ટ-CFA નો કોર્સ (૧૧) હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ (૧૨) બેચલર ઓફ સોશ્‍યલ વર્ક-BSW નો કોર્સ (૧૩) બેચલર ઓફ રૂલ્‍સ સ્‍ટડીઝ-BRS નો કોર્સ (૧૪) હોમ સાયન્‍સનો બેચલર ડીગ્રી કોર્સ (૧૫) કર્ણાટક અને મહારાષ્‍ટ્રમાં ફેશન ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ (૧૬) જનરલ નર્સિગનો કોર્સ (૧૭) આયુર્વેદિક નર્સિગનો કોર્સ (૧૮) પ્રાયમરી ટીચર બનવા પીટીસીનો કોર્સ (૧૯) પ્રાથમિક સ્‍કુલમાં વ્‍યાયામ ટીચર બનવા સી.પી.એઙનો કોર્સ (૨૦) પ્રાથમિક શાળામાં ડ્રોઇંગ ટીચર બનવા આર્ટ ટીચર ડિપ્‍લોમાનો કોર્સ (૨૧) સંગીત વિશારદનો કોર્સ (૨૨)હાઇસ્‍કુલમાં વ્‍યાયામ શિક્ષક બનવા બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન B.P.Ed. નો કોર્સ (૨૩) ઇન્‍ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ (૨૪) બેચલર ઓફ મ્‍યુઝિક, ડાન્‍સ કે ડ્રામાનો કોર્સ (૨૫) બેચલર ઓફ ફાઇન આર્ટ -BFA નો કોર્સ (૨૬) વ્‍યાયામ શિક્ષણનો BPE નો કોર્સ વગેરે.એડમિશન ટેસ્‍ટ દ્વારા પ્રવેશ મળે તેવા કોર્સ:
(૧) નેશનલ ડિફેન્‍સ એકેડેમીની એકઝામ આપી આર્મીમાં ઓફિસર બનવા આર્મીની કોલેજમાં એડમિશન (૨) નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી -NIFT ના કોર્સ (૩) નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ડિઝાઇન-NID ના વિવિધ કોર્સ (૪) બેચલર ઓફ ફાઇન આર્ટ-BFA નો કોર્સ મુંબઇમાં અને વડોદરામાં (૫) ભારત સરકારની ઇન્‍સ્‍ટિટયુટ ઓફ હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ (૬) વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી અને વલ્‍લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતો BBA નો કોર્સ (૭) વડોદરાની પરફોર્મિગ આર્ટ કોલેજમાં ચાલતા ડાન્‍સ, મ્‍યુઝિક અને ડ્રામાના બેચલર ડિગ્રી કોર્સ (૮) મુંબઇમાં બેચલર ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ -BMS નો કોર્સ. (૯) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો LLB ઇન્‍ટીગ્રેટેડ કોર્સ (૧૦) નેશનલ ફાયર કોલેજનો સબ ઓફિસર કોર્સ વિગેરે.

IAS અને IIM નું સ્‍વપ્‍ન ધોરણ-૧૨ માં સાયન્‍સ ના રાખ્‍યું તો શું થયું ? આર્ટસ અને કોમર્સ માં આખુ આકાશ ભરીને સારા સારા અભ્‍યાસ ક્રમો અને ખૂબ સારી કેરિયર્સ છે. સરકારમાં સૌથી સારી નોકરી આઇએએસની એકઝામ પાસ કરવાથી મળે છે. સરકાર સિવાય પ્રાઇવેટ કંપનીઓમાં સૌથી સારી નોકરી આઇઆઇએમમાં એડમિશન મેળવીને ત્‍યાં મેનેજમેન્‍ટનો પોસ્‍ટ ગ્રેજયુએટ કોર્સ કરવાથી મળે છે. બાર કોમર્સ અને બાર આર્ટસના સ્‍ટુડન્‍ટ માટે IAS અને IIM ના દ્વાર ખુલ્‍લા છે. બેચલર ડિગ્રીનો કોર્સ કર્યા પછી તમે IAS ની એકઝામ આપી શકો. કોઇ પણ વિષય સાથે બેચલર ડિગ્રી પછી તમે IIM માં એડમિશન મેળવી શકો. મેડિકલમાં MBBS કરો તો પણ સારૂ અને આર્ટસમાં બી.એ. અથવા કોમર્સમાં બી.કોમ. કરીને IAS જેવી એકઝામ આપો તો પણ સારૂ. IAS અને IIM નું સપનું તો અત્‍યારથી જ રાખવું.

ટોપ ટેન ફિલ્‍ડ (લિબર્ટીની દ્રષ્‍ટીએ) (૧) ડિઝાઇન અને ફેશન ડિઝાઇન (૨) હોટલ અને ટુરીઝમનું ફિલ્‍ડ (૩) કોમ્‍યુનિકેશન અને જર્નાલિઝમ (૪) એડવર્ટાઇઝીંગ અને મલ્‍ટી મીડિયા (૫) ડિફેન્‍સ (૬) હોસ્‍પિટલ અને હેલ્‍થ મેનેજમેન્‍ટ (૭) IAS, IPS જેવી સિવિલ સર્વિસીઝ (૮) કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી (૯) બેન્‍કિંગ અને ઇન્‍સ્‍યોરન્‍સ તેમ જ (૧૦) એજયુકેશન અને રિસર્ચનાં ક્ષેત્રો ૨૧ મી સદીનાં ટોપ ટેન ક્ષેત્રોમાં ધોરણ ૧૨ આર્ટસ અથવા ૧૨ કોમર્સ પછી તમે જઇ શકો છો. આ અને આવા બીજા નવા નવા કોર્સ ઝડપથી વિકસતા જાય છે. આ બધામાં તમારા માટે પ્રવેશના દ્વાર ખુલ્‍લા છે.

પોસ્ટ અહિ થી લીધેલ http://googleweblight.com/?lite_url=http://manasiya.blogspot.com/2012/04/blog-post_9806.html?m%3D1&ei=Y5DsaOID&lc=en-IN&s=1&m=251&host=www.google.co.in&ts=1464859304&sig=APY536zhExorKzpiyHcO0YaLU7R3Ak9zaw

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો