ઓલિમ્પિક



♠ આજે વિશ્વભરમાં લોકપ્રિય અને રોમાંચક ઓલિમ્પિક રમતોત્સવની શરૃઆત ગ્રીસમાં ઈ.સ. પૂર્વે ૭૭૬માં થયેલી અને ઈ.સ. ૯૩૯ સુધી તે ચાલુ રહેલી.

♠ તે સમયે તે ધાર્મિક ઉત્સવ તરીકે ગ્રીસના દેવ ઝીયસની સ્મૃતિમાં યોજાતી.

♠ ઈ.સ. ૧૮૯૪માં ફ્રાન્સના એક શિક્ષણવિદ બેરોન પીચરે એ આ પ્રાચીન રમતોત્સવને ફરી સજીવન કરવાનું વિચાર્યું અને ઓલિમ્પિક રમતોત્સવ શરૃ થયો.

♠ ઈ.સ. ૧૮૯૬માં પ્રથમ ઓલિમ્પિક ગ્રીસમાં યોજાઈ.

♠૧૯૯૪ સુધી દર ચાર વર્ષે ઓલિમ્પિક યોજાતી ત્યારબાદ દર બબ્બે વર્ષે ઉનાળુ અને શિયાળુ ઓલિમ્પિક યોજાય છે.

♠ ૨૦૦૪માં સૌથી વધુ ૨૦૨ દેશોએ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો.

♠ ૧૯૨૪માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સ ખરેખરા અર્થમાં વિશ્વભરમાં લોકપ્રિય થઈ.

♠ જેમાં પ્રથમવાર ૩૦૦૦ (૧૦૦થી વધુ મહિલાઓ) ખેલાડીઓએ ભાગ લીધેલો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો