♣ પૃથ્વી પરનું ૯૭ ટકા પાણી ખારું છે. આપણા પીવાના ઉપયોગમાં લઈ શકાય તેવા બાકીના ૩ ટકા પાણીમાંનો બે ટકા ભાગ પર્વતો પર બરફ સ્વરૃપે સંગ્રહાયેલો છે એટલે આપણે પીવા માટે માત્ર એક ટકા જ પાણી બચે છે.
♣ વાતાવરણમાં વરાળ સ્વરૃપે પાણીનો પુષ્કળ જથ્થો સમાયેલો છે તે વધુ વરસાદ થઈને પડે તો આખી પૃથ્વી એક ઇંચ પાણીથી ઢંકાઈ જાય.
♣ અવાજની ગતિ હવા કરતા પાણીમાં ત્રણ ગણી વધુ હોય છે.
♣ વિશ્વની બધી જ હિમનદીઓનું પાણી વરસાદ બની વરસે તો પૃથ્વી પર ૬૦ વર્ષ સુધી સતત વરસાદ પડે.
♣ પાણી જામીને બરફ બને ત્યારે તેનું કદ વધે છે અને વજન ઘટે છે.
♣ પાણી કોઈ જ પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી પરંતુ મોટા ભાગના પદાર્થો તેમાં ઓગળે છે.
♣ ખારા પાણીમાંથી બનેલા બરફમાં મીઠું હોતું નથી.
♣ પૃથ્વી પર પાણીનો જથ્થો બે અબજ વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો