♦પૃથ્વીની સપાટીની રચના વિવિધતા ભરેલી છે. ક્યાંક મેદાનો તો ક્યાંક ટેકરીઓ અને પર્વતો આવેલા છે. પર્વત એટલે જમીનના એક વિસ્તારનો ઉપસેલો ભાગ. સામાન્ય ભૂગોળની દૃષ્ટિએ ૬૦૦ મીટર કરતાં ઊંચી ટેકરીને પર્વત કહેવાય છે અને નજીક નજીક આવેલા પર્વતોની હારમાળાને પર્વતમાળા કહે છે.
♦પૃથ્વીની સપાટીનો પાંચમો ભાગ પર્વતોએ રોકેલો છે. વિશ્વના ૭૫ ટકા દેશોમાં પર્વતો આવેલા છે. વિશ્વના લોકોને પીવાના પાણીનો અર્ધા ઉપરાંત જથ્થો પર્વતોમાંથી નીકળતી નદીઓમાંથી મળે છે.
♦પૃથ્વીનો પોપડો ૬ વિશાળ ટેક્ટોનિક પ્લેટોનો બનેલો છે. પૃથ્વીમાં થતી આંતરિક હલચલથી પ્લેટો એકબીજા સાથે અથડાય ત્યારે સંકોચાઈને જમીન ઉપરની તરફ ધસીને પર્વત બને છે. પર્વતના પાંચ પ્રકાર છે. ડોમ, ફોલ્ડ, ફોલ્ટ બ્લોક, જ્વાળામુખી અને પ્લેટુ.
♦ટેકટોનિક પ્લેટ બંને છેડેથી સંકોચાય ત્યારે જમીનમાં સળ ઉપસી આવે છે તેમ પર્વતમાળા ઉપસી આવે છે. હિમાલય અને અન્ડિસ પર્વતમાળા આ રીતે બન્યા છે તેને ફોલ્ડ માઉન્ટેન કહે છે.
♦જમીનની સપાટી પર જ નહીં પરંતુ દરિયાના પેટાળમાં પણ પર્વતો આવેલા છે. વિશ્વનું સૌથી ઊચું શિખર એવરેસ્ટ હિમાલયમાં આવેલું છે. હિમાલયમાં ૨૫૦૦૦ ફૂટ કરતાં ઊંચા ૩૦ શિખરો આવેલા છે. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા એન્ડિઝ ૭૨૦૦ કિલોમીટર લાંબી છે અને સાત દેશોમાં ફેલાયેલી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો