અવાજ અને કાનનું અવનવું

★ અવાજ હવામાં મોજાં સ્વરૃપે ચારે તરફ ફેલાય છે.

★ કાનમાં દાખલ થતી વખતે અવાજ હવાના માધ્યમથી પ્રવેશે પરંતુ આંતરિક કાનમાં તે પ્રવાહીમાં મોજાં સ્વરૃપે આગળ વધે છે.

★ અવાજના મોજાનું માપ હર્ટઝ એટલે કે એક સેકંડમાં કેટલી વાર ધ્રૂજે છે તે પરથી મપાય છે.

★ અવાજની માત્રા ડેસિબલમાં મપાય છે અને તીવ્રતા મોજાંની ઊંચાઇ એમ્પ્લીટયુડથી મપાય છે.

★ આપણા કાન બહાર દેખાય છે. તેના કરતાં ખોપરીની અંદર મોટી રચના ધરાવે છે.

★ કાનમાં આંતરિક ભાગમાં આવેલું ટેમ્પોરલ હાડકું શરીરનું સૌથી સખત હાડકું છે.

★ અવાજ દર સેકંડે ૧૧૩૦ ફૂટની ઝડપથી ગતિ કરે છે.

★ અવાજ કુદરતી પરિબળ છે. મનુષ્ય ઉપરાંત અન્ય  પ્રાણીઓ પણ તેનો ઉપયોગ કરે છે.

★ માછલીને કાન હોતા નથી પરંતુ પાણીમાં વહેતા અવાજના મોજાંને તે ચામડી વડે ઓળખી શકે છે.

★ સાપને કાન હોતા નથી પણ તે જડબાના હાડકા વડે અવાજના તરંગોને ઓળખી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો