»» પૃથ્વીની સપાટીના ૭૦ ટકા ભાગ ઉપર મહાસમુદ્રો છે. પૃથ્વી પર એક સ્થળે રહેલા પાણીના વિશાળ જથ્થાને આપણે સામાન્ય રીતે સાગર, દરિયો કે સમુદ્ર તરીકે ઓળખીએ છીએ.
»» ભૌગોલિક વ્યાખ્યા મુજબ કદની દૃષ્ટિએ પેસેફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને આર્કટિક એ મહાસાગરો કહેવાય છે.
»» પેસિફિક મહાસાગર અર્ધા ઉપરાંત જગ્યા રોકે છે. પૃથ્વી પરના પાણીના જથ્થાનો ૯૭ ટકા ભાગ મહાસમુદ્રોમાં છે.
»» એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રો વચ્ચેથી વિષુવવૃત્ત પસાર થાય છે. આ બંને સાગરો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં પથરાયેલા છે.
»» સમુદ્રને લગતા સંશોધનો અને અભ્યાસને અશનોગ્રાફી કે ઓશનોગ્રાફી કહે છે. સામાન્ય રીતે સમુદ્ર કાંઠાની ૧૨ નોટિકલ માઈલ (એક નોટિકલ માઈલ એટલે ૧.૮૫ કિલોમીટર)નો વિસ્તાર જે તે દેશનો જળસીમા વિસ્તાર કહેવાય છે. સંશોધનો અને સમુદ્રીજીવો અંગેના હકો માટે દરેક દેશ ૨૦૦ નોટિકલ માઈલ સુધી અધિકાર ધરાવે છે.
»» માણસ જાત માટે માછલી અને અન્ય જળચર જીવો જેવા ખોરાકનો સ્ત્રોત મહાસાગરોમાંથી મળે છે. સોડિયમ ક્લોરાઈડ કે મીઠું પણ માણસજાતને ઉપયોગી છે તે સમુદ્રોમાંથી મળે છે. પૃથ્વી પરના જળચક્રમાં સમુદ્રોની મુખ્ય ભૂમિકા છે એટલે પૃથ્વી પરની સજીવસૃષ્ટિના વિકાસ માટે સમુદ્રો મહત્ત્વનાં છે.
»» દરિયાની ઊંડાઈ ફેધમમાં મપાય છે. એક ફેધમ એટલે ૬ ફૂટ કે ૧.૮ મીટર. સમુદ્રોની સરેરાશ ઊંડાઈ ૩૮૧૦ મીટર છે.
»» મહાસાગરોમાં હજારો ટાપુઓ આવેલા છે. કોન્ટીનેન્ટલ કે ખંડીય ટાપુઓ કોઈ ખંડમાંથી છૂટા પડેલા જમીનના ભાગ છે. ઓશનિક આઈલેન્ડ દરિયાના પેટાળની જમીન ઉંચકાઈને બનેલા હોય છે. દરિયાના તળિયે ઘણા પર્વતો અને જ્વાળામુખી હોય છે.
»» હવાઈ ટાપુ નજીક દરિયાના પેટાળમાં આવેલો માઉના લોબા પર્વત દરિયાની સપાટી નીચે ૫૪૮૬ મીટર અને સપાટીની બહાર ૪૧૭૦ મીટર એમ કુલ ૧૦૬૫૬ મીટરની ઊંચાઈ ધરાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો