ગુજરાત નું રંગીલું સહેર રાજકોટ

રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે.આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8B થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે. 
રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમૃધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાં ઈતિહાસની શરૂઆત ઈ.સ.૧૬૧૨ માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજા થી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં. 
ઈ.સ.૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જુનાગઢ નવાબનાં સુબેદાર માસુમખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલેકે ઈ.સ.૧૭૩૨ માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠુ કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો. અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યુ. 
રાજકોટમાં ફરવાલાયક સ્થળો 
રેસકોર્સ ગાર્ડન 
રીંગ રોડ 
ઈશ્વરીયા પાર્ક 
ઈશ્વરીયા પોસ્ટ 
લાલપરી તળાવ 
ન્યારી ડેમ 
આજી ડેમ 
વિશ્વનું કોઈપણ મોટુ શહેર કોઈને કોઈ નદીને કિનારે વસેલું જોવા મળે છે.આમ રાજકોટ શહેર પણ આજી નદીનાં કાંઠે વસેલું છે.આ નદી આમ તો રાજકોટ શહેરનાં અગ્નિખુણામાંથી આવીને ઉતર દિશામાં વહે છે. આમ રાજકોટ શહેરની પાણીની જરૂરીયાતને પહોંચી વડવા માટે ગુજરાત સરકારે આ આજી નદી ઉપર ઈ.સ.૧૯૫૨ માં ડેમ બનાવ્યો હતો. આ ડેમ આજી નદી ઉપર બનાવેલ હોવાથી તેનુ નામ આજી ડેમ રાખવામાં આવ્યું. આ ડેમમાં ઉપરવાસનાં ગામો જેવાકે સરધાર, પાડાસણ, રાજ સમઢીયાળા, અણીયારા અને વડાળીનું પાણી આવે છે. જયારે વરસાદ વધારે થયો હોય ત્યારે આ ડેમ ઘણીવાર છલકાયો પણ છે. આ ડેમનાં ઉપરવાસનાં ગામોમાં પાંચ-છ વર્ષ પહેલા રાજય સરકાર દ્વારા પાણીનો સંગ્રહ કરીને જમીન રીચાર્જ થાય અને પાણીનું લેવલ ઉંચુ આવે તે હેતુથી ઘણાબધા ચેકડેમો બનાવવામાં આવેલ છે. 
આમ ડેમની ઉપરવાસમાં ચેકડેમ બનવાથી સમંયાતરે પાણીની આવક ઓછી થઈ ગઈ. જેથી પાણીનો જથ્થો ડેમમાં પુરતા પ્રમાણમાં આવે તે હેતુથી આજી ડેમની દક્ષિણે વહેતી લાપાસરી ગામની ભાખવડી નદી ઉપર રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉન નાં સહયોગથી ડેમ બાંધવામા આવેલ છે. આ ડેમનું નામ ROTARY MIDTOWN LAPASARI DAM આપવામાં આવેલુ છે. રાજકોટ શહેરને આ ડેમ ઉપરાંત ભાદર ડેમ અને ન્યારી ડેમનું પાણી આપવામાં આવે છે.? આ ડેમની ભૌગોલીક પરિસ્થિતી જોઈએ તો, આ ડેમની બાજુએ મોટી બે ધાર આવેલી છે. તેને વચ્ચેથી કોતરીને તેમાં આ ડેમનાં બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી આ ડેમની સલામતી ખુબજ ગણી શકાય. તેમજ ડેમ છલકાયા બાદનું વાધારાનુ પાણી આજી નદી વાટે આગળ જતાં રાજકોટની પુર્વમાંથી પસાર થતી ખોખળદડી નદીની સાથે ભેગી થાય છે, અને પછી બધુ પાણી આજી ડેમ-૨ માં જતું રહે છે. 
આમ રાજકોટ શહેરથી ૮ કિલોમીટર પુર્વમાં આવેલ આજી ડેમ પ્રદુષણ રહીત અને કુદરતી વાતાવરણમાં ખુબજ નયનરમ્ય લાગે છે. આવા સુંદર વાતાવરણમાં શહેરનાં ભાગદોડીયા જીવનનો થાક ઉતારવા લોકોને વધારે સાર્વજનિક બગીચાનો લાભમળે તે હેતુથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી છે. અને આ જ્ગ્યાએ મનને શાંતિ પમાડે તેવો અને અલગ અલગ જાતનાં વ્રૂક્ષો,છોડ અને વેલોથી સજ્જ બગીચો બનાવ્યો છે. આ ઉપરાંત ડેમનાં બંધની બરોબર ઉતરે આવેલી ધાર ઉપર માછલી ઘર બનાવ્યુ છે જેમાં ઘણી બઘી જાતોની માછલીઓ રાખવામાં આવે છે. જેથી માછલીની જાતો વિશે બધા જાણી શકે. 
તેમજ અહી અલગ અલગ જાતનાં પક્ષીઓ પણ પક્ષી ઘરમાં રાખવામાં આવેલ છે તથા મગર પાર્ક પણ છે. તેમજ પ્રાણીસંગ્રાહાલય પણ વિકસાવેલ છે. જેમાં વાઘ, ચિતો, સિંહ તેમજ રીંછ જેવા જંગલી પ્રાણીઓ છે. આ સિવાય ઉધાન પણ આવેલ છે. જેમાં હરણ, સાબર, નીલગાય અને અન્ય જુદા-જુદા પ્રાણીઓ પણ છે.?આમ આજી ડેમ એ રાજકોટ લોકોને આનંદ પમાડે તેવું સરસ મજાનું સ્થળ છે. 

રાજકોટમાં ધાર્મિક સ્થળો 
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ 
શ્રી રણછોડદાસબાપુ આશ્રમ 
શ્રી રામકૃષ્ણ આશ્રમ 
શ્રી પંચનાથ મહાદેવ મંદીર 
શ્રી સ્વામિનારાયણ મંદીર 
શ્રી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદીર 
શ્રી ધારેશ્વર મહાદેવ મંદીર 
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદીર 
શ્રી આશાપુરામાતાજી મંદીર 
શ્રી મુકિતધામ

રાજકોટમાં ઐતિહાસિક સ્થળો 
રાષ્ટ્રીયશાળા 
મહાત્માગાંધી હાઈસ્કુલ 
રાજકુમાર કોલેજ 
કબા ગાંધીનો ડેલો 
કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતાં તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયા હતાં, અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. 
મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મ્રૂતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. 

રાજકોટનાં ઔધોગિક સ્થળો 
ઉધોગનગર જી.આઈ.ડી.સી. 
આજી જી.આઈ.ડી.સી. 
મેટોડા જી.આઈ.ડી.સી. 
શાપર જી.આઈ.ડી.સી. 

રાજકોટની જનતાની એક વિશેષતા એ છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ તે મોજ મસ્તીમાં જ રહે છે. રાજકોટના માણસોનો એક જ મંત્ર છે- ખાઓ પીઓ મોજ કરો! રંગીલી પ્રજા- રંગીલુ શહેર. 
એટલે જ તેને "રંગીલુ રાજકોટ" કહેવાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો