ડાક વિભાગની શરૂઆત

» આપણે ત્યાં ડાક વિભાગ ઇ.સ. ૧૮૫૪થી અસ્તિત્વમાં આવ્યો. બ્રિટિશરોએ આ પદ્ધતિની વ્યવસ્થિત શરૃઆત કરી હતી. જો કે, એ અગાઉ પણ આપણે ત્યાં દેશી રાજ્યોમાં રાજ્યની ટપાલ લઇ જવા-લાવવા માટે હલકારા પદ્ધતિ અસ્તિત્વમાં હતી.

» એમ તો ઇ.સ. ૧૭૭૪માં કોલકાતામાં વોરેન હોસ્ટિંગ્સે પ્રથમ પોસ્ટ ઓફિસ શરૃ કરેલી તેવી પણ માહિતી મળે છે, પરંતુ ઇ.સ. ૧૮૫૪માં સૌ પ્રથમ ટપાલ ટિકિટ છપાઇ અને ત્યારથી ડાક વિભાગ પદ્ધતિસર શરૃ થયો. બ્રિટનની રાણીની તસવીર ધરાવતી આ ટપાલ ટિકિટ ્અડધા આના, એક આના, બે આના અને ચાર આના એમ ચાર પ્રકારે બહાર પડાયેલી. (બ્રિટનમાં સૌ પ્રથમવાર ઇ.સ. ૧૮૪૦માં ટપાલ ટિકિટ બહાર પડેલી)

» લોકો ભલે પોસ્ટકાર્ડ લખવાનું ભુલવા માંડયા હોય પરંતુ આ પોસ્ટકાર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ દિન સુધીનો તેનો ઇતિહાસ ભુલવા જેવો નથી.

» ટપાલ ટિકિટની શરૃઆત ઇ.સ. ૧૮૫૪માં થઇ તે પછી ઇ.સ. ૧૮૭૯માં ૧લી એપ્રિલ ૧૮૭૯ના રોજ એક પૈસાની કિંમતનું પોસ્ટ કાર્ડ બહાર પડાયેલું.

» જ્યારે પોસ્ટકાર્ડની શરૃઆત થઇ ત્યારે પોસ્ટકાર્ડ અને લિફાફા એમ બે જ વસ્તુઓ અસ્તિત્વમાં હતી. લિફાફાની કિંમત ૨ પૈસા અને પોસ્ટકાર્ડની એક પૈસા.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો