વેટીકન સીટી

 વિસ્તાર અને વસ્તી એમ બંન્ને દ્રષ્ટીએ વિશ્વનો સૌથી નાનો દેશ વેટીકન સીટી છે. આખા દેશમાં અંદાજે 840 વ્યક્તિઓ વસવાટ કરે છે. આખા દેશનો વિસ્તાર અંદાજે 0.44 સ્કે. કિમી છે. એટલે કે લગભગ 109 એકરમાં તો આખો દેશ સમાઇ જાય છે. યુરોપમાં આવેલા વેટીકન સીટીએ ઇટાલીના મધ્યમાં આવેલો સ્વતંત્ર દેશ છે. તે પોતાની 2 માઇલ્સ એટલે કે 3.2 કિમીની સરહદ પર ઇટાલી સાથે જોડાયેલો છે.

 

વેટીકન સીટીની નાગરિકતા જન્મને આધારે નહીં પરંતુ ત્યાં કામ કરો છો તેના આધારે મળે છે. જો તમને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે તો તમે તમારી નોકરીની સાથે સાથે ત્યાંની નાગરિકતા પણ ગુમાવશો.

 

- વેટીકનમાં આવેલી ‘St.Peter’s Basilica’ દુનિયાની સૌથી મોટી કેથોલીક ચર્ચ છે.
 

- વેટીકન નાગરીકને ઇન્કમટેક્ષ ચૂકવવાનો હોતો નથી એટલે કે વેટીકન સીટી એ ઇન્કમટેક્ષ ફ્રી કન્ટ્રી છે.
 

- ઇટાલીયન લોકો પોતાના આખા વર્ષના ટેક્ષનો 8% જેટલો હિસ્સો ઇટાલીયન ગર્વમેન્ટને આપવાને બદલે વેટીકનને દાન કરી શકે છે.
 

- વેટીકનની રાજધાનીનું નામ પણ વેટીકન સીટી જ છે. વેટીકન સીટીને પોતાની આર્મી ફોર્સ નથી તેને સંરક્ષણ માટે ઇટાલી સાથે કરાર કરેલા છે. યુદ્ધ સમયે વેટીકનની રક્ષા કરવાની જવાબદારી ઇટાલીની છે.
 

- વેટીકનમાં પોતાની પ્રાદેશિક પોલીસ છે જે સ્વીસ ગાર્ડ તરીકે ઓળખાય છે.
 

 - વેટીકન સીટીમાં રેડીયો સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા ટેલિફોન સેવા પણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો