★ પૃથ્વી પર અને વાતાવરણમાં મળી આવતા મૂળભૂત પદાર્થને તત્ત્વ કે એલીમેન્ટ કહેવાય છે. પૃથ્વી પર ૧૧૪ જેટલાં મૂળભૂત તત્ત્વો શોધાયા છે. તત્ત્વો બીજા પદાર્થ સાથે સંયોજન કરીને નવાા પદાર્થો બનાવે છે. પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજન એમ બે તત્ત્વોના સંયોજનથી બનેલો પદાર્થ છે.
★ બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણ હાઇડ્રોજનનું છે. ગ્રહમાળામાં હાઇડ્રોજનનો કુલ જથ્થો ૭૦ ટકા છે.
★ પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ નાઇટ્રોજન તત્ત્વ વાયુસ્વરૃપે છે.
★ પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ લોખંડ ખનીજ સ્વરૃપે છે.
★ વજનમાં સૌથી હળવું તત્ત્વ હાઇડ્રોજન છે. એક ઘન સેન્ટિમિટર હાઇડ્રોજનનું વજન ૦.૦૦૦૦૮૯ ગ્રામ થાય એટલે કે એક ગ્રામ હાઇડ્રોજન ૧૧૨૩૫ ઘન સેન્ટિમિટર જગ્યા રોકે.
★ પારો અને બ્રોમાઇન એમ બે જ તત્ત્વો સામાન્ય હવામાને પણ પ્રવાહી રહે છે.
★ પૃથ્વીના વાતાવરણમાં સૌથી ઓછું તત્ત્વ રેડોન છે.તે રેડિયમના વિકરણથી પેદા થયેલો વાયુ છે. રંગ અને ગંધ વિનાનો આ વાયુ ઝેરી છે. પૃથ્વીના સમગ્ર વાતાવરણમાં રેડોનનું પ્રમાણ માત્ર ૨.૪ કિલોગ્રામ છે.
★ કાર્બન તત્ત્વ એવું છે કે, કોલસા, ગ્રેફાઇટ અને કીંમતી હીરાના સ્વરૃપે પણ મળે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો