(૧) અક્કર્મીનો પડિયો કાણો – કમનસીબ માણસને ગમે ત્યાંથી દુઃખ આવે.
(૨) અક્કલ બડી કે ભેંસ – સામાન્ય સમજણ પણ ન હોવી.
(૩) અગત્સ્યના વાયદા – લાંબા અને ખોટા વાયદા
(૪) અણીચૂક્યો સો વરસ જીવે – એકવાર બચી જનારની જિંદગી લાંબી હોય છે.
(૫) અતિ લોભ તે પાપનું મૂળ છે –લોભના કારણે ઘણાં અનિષ્ટો જન્મે છે.
(૬) અધૂરો ઘડો છલકાય ઘણો – અજ્ઞાન માણસ વધુ દેખાવ કરે.
(૭) અન્ન તેવા ઓડકાર – જેવું કાર્ય કરીએ તેવું પરિણામ ભોગવીએ.
(૮) અપના હાથ જગન્નાથ – પોતાનું કામ પોતાને હાથે કરવું.
(૯) આકડે મધ ને પર્વત શામાટે જવું – સરળતાથી મળે તેને પ્રયત્ન શામાટે કરવો.
(૧૦) આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવાય –મુશ્કેલી આવે પડે ત્યાર ઉપાય શોધવા નજવાય.
(૧૧) આગળ કુવો પાછળ ખીણ – બન્ને બાજુ મુશ્કેલી હોવી.
(૧૨) આગે આગે ગોરખ જાગે – ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી.
(૧૩) આડે લાકડે આડો વહેર – જેવા ની સાથે તેવા
(૧૪) આપ ભલા તો જગ ભલા – પોતે સારા તો આખુ જગત સારું
(૧૫) આપ સમાન બળ નહી – જાત મહેનત સર્વશ્રેષ્ઠ હોય છે.
(૧૬) અવી મળવા ને બેઠી દળવા – મળવા માટે આવે અને કામ સો.પી દેવાય.
(૧૭) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન – અભાવમાં પણ થોડી મર્યાદાવાળું મહત્વ ધરાવે છે.
(૧૮) ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીર – ઉતાવળથી કામ બગડે,ધીરજથી કામ સારું યાય
(૧૯) ઉતાવળે આંબા ના પાકે – ઉતાવળ કરવાથી કોઇ કોઇ કામ સારું થતું નથી.
(૨૦) ઉદ્યમ વિનાનું નસીબ પાંગળું – મહેનત વગર નસીબ ઉપયોગી નથી.
(૨૧) ઊજળું એટલું દૂધ નહિ – બાહ્ય દેખાવથી ખરી કિંમત ન થાય.
(૨૨) ઊલટો ચોર કોટવાલને દંડે – અન્યાય આચરનારો બીજાને દોષી ઠેરવે છે.
(૨૩) ઊલમાંથી ચૂલમાં પડવું – એક મુશ્કેલીમાંથી બચવા જતાં બીજી મુશ્કેલીમાં પડવું .
(૨૫) ઊંટ મરે ત્યારે મારવાડ સામું જૂએ – જેનું દિલ જ્યાં લાગતું હોય તેનું જ સ્મરણ થાય.
(૨૬) ઊંટ મૂકે આકડો ને બકરું મૂકે કાંકરો – બધાએ બધી વસ્તુ ન ખવાયા.
(૨૭) એક તો કારેલું ને પાછું લીમડે ચઢયું – મૂળમાં વાંકું અને વળી બહાનું મળી જવું.
(૨૮) એરણની ચોરીને સોયનું દાન –પાપને ઢાંકવા ખોટા આડંબરો કરવા.
(૨૯) કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી –મશ્કરીથી કજિયો અને ખાંસીથી રોગો ઊભા થાય છે.
(૩૦) કલાલની દુકાને દૂધ પણ દારૂ – બદનામ સ્થળે સાચી ચીજ પણ વગોવાય છે.
(૩૧) કાગળો ઉજળો થાય એટલે હંસ ન બને – દુર્જન કયારેપણ સજ્જન બની શકતો નથી.
(૩૨) કાગડો દહીંથરું લઇ ગયો – અપાત્રને મોટો લાભ મળવો
(૩૩) કાગળાનું બેસવુંને ડાળનું ભાંગવું – અચાનક કોઇ બનાવ કે કામ બનવું.
(૩૪) કાગળની હોડીથી દરિયો ન તરાય – નબળા સાધનાથી કામ સફળ ન થાય.
(૩૫) કાચનાં ઘરમાં રહેવું ને કાંકરી મારવી – પોતાનો દોષ હોવા છતાં બીજાનો દોષ કાઢવો.
(૩૬) કાળા અક્ષર ભેંસ બરાબર –અજ્ઞાનીને કશાનું મહત્વ ન હોય.
(૩૭) ત્રાજવું કોઇની શરમ ન રાખે – ન્યાયપૂર્ણ ફેંસલો તટસ્થ જ હોય.
(૩૮) કીડીને કણ ને હાથી ને મણ – જેને જેટલી જરૂર હોય તેને તેટલું મળવું જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો