આભાર વિશાલ ગૌસ્વામી
ધનુરની રસીના શોધક - એમિલ બેહરિંગ
માણસને વાયરસથી થતા રોગોથી રક્ષણ આપવા માટે રસી આપવામાં આવે છે. બાળકોને વિવિધ રોગો માટેની રસી આપવાથી તેને જીવનભર તે રોગો થતા નથી. રસી વડે વિશ્વમાં ઘણા રોગો ઉપર કાબૂ મેળવી શકાયો છે. વિવિધ વિજ્ઞાાનીઓએ જુદા જુદા રોગો માટે રસીની શોધ કરી છે. લોખંડ વાગવાથી કે અકસ્માતમાં લોહી વહી જવાથી ધનૂરનો ઘાતક રોગ થાય છે. ધનુર થતો અટકાવવા માટે રસીની શોધ એમિલ વોન બેહરિંગ નામના વિજ્ઞાાનીએ કરેલી. આ શોધ બદલ તેને ૧૯૦૧માં મેડિસીનનું નોબેલ ઇનામ એનાયત થયું હતું.
બેહરિંગનો જન્મ પ્રશિયાના હેન્ડોર્ફ ગામે ઇ.સ. ૧૮૫૪ના માર્ચની ૧૫ તારીખે થયો હતો. પોતાના વતનમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તે બર્લિનની મિલિટરી હોસ્પિટલમાં તબીબીશાસ્ત્રના અભ્યાસ માટે જોડાયેલો. બેહરિંગે જીવનભર સેનામાં જ ડોક્ટર તરીકે સેવા આપી ઘાયલ સૈનિકોની સારવાર કરેલી.
યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને ધનુર થવાથી મૃત્યુ પામતા તે જમાનાની આ મોટી સમસ્યા હતી. ડો. બેહરિગે ઘાયલ સૈનિકોને ધનુરથી બચાવવા માટે સંશોધનો કર્યા. તેણે ધનુરની રસી શોધી કાઢી. ત્યારબાદ બાળકોને થતા ડિપ્થીરીયા રોગની રસ પણ શોધી. તેણે શોધેલી બંને રસી વિશ્વભરના રોગીઓ માટે આશીર્વાદરૃપ સાબિત થઈ. ઇ.સ. ૧૯૧૭ના માર્ચ માસની ૩૧ તારીખે તેનું અવસાન થયું હતું. બેહરિંગે રસીના ઉત્પાદન તેમજ સંશોધન માટે એક કંપની સ્થાપેલી આજે પણ આ કંપની રસીનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની ગણાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો