અર્નેસ્ટ લોરેન્સ

આભાર વિશાલ ગૌસ્વામી 


સાયક્લોટ્રોનના શોધક : અર્નેસ્ટ લોરેન્સ

શરીરમાં રહેલી કેન્સરની ગાંઠ દૂર કરવા માટે સાયક્લોટ્રોન નામનું સાધન ઉપયોગી થાય છે. આ સાધન દ્વારા અણુના કેન્દ્રમાંથી વીજભાર વાળા કણો પ્રસારિત કરી શકાય છે. આ કણો વીજક્ષેત્રમાં વિવિધ રેડિયો ફ્રિકવન્સીમાં સર્પીલાકારે નીકળે છે અને કાબુમાં રાખી શકાય છે કે જેથી નિશ્ચિત માત્રામાં દર્દીના શરીરમાં પ્રવેશી કેન્સરની ગાંઠને બાળી નાખે છે. આ સાધનની શોધ ઇ.સ.૧૯૩૨માં અર્નેસ્ટ લોરેન્સે કરેલી. તેને ૧૯૩૯માં ફિઝિકસનું નોબેલ ઇનામ એનાયત થયું હતું. હાલમાં સિન્કોસાયક્લોટ્રોનો નામનું નવું સાધન વિકસ્યું છે પરંતુ વિશ્વમાં લગભગ ૧૨૦૦ જેટલા સાયક્લોટ્રોન તબીબી ક્ષેત્ર ઉપયોગ થઇ રહ્યો છે. ઊંચી ઉર્જા પેદા કરતાં સાયક્લોટ્રોનનો ઉપયોગ ફિઝિક્સના સંશોધનોમાં પણ થાય છે.
અર્નેસ્ટ લોરેન્સનો જન્મ અમેરિકાના સાઉથ ડાકોટાના કેન્ટોન ગામે ઇ.સ.૧૯૦૧ના ઓગસ્ટની ૮ તારીખે થયો હતો. તેના પિતા નોર્વેજિયન નિરાશ્રિત હતા અને સ્થાનિક અને માધ્યમિક શિક્ષણ કેન્ટોનમાં જ લીધેલું. ઉચ્ચ અભ્યાસ માટે તે મિનેસોસની સેન્ટ ઓલાફ કોલેજમાં જોડાયો ત્યારબાદ સાઉથ ડાકોટાની યુનિવર્સિટીમાંથી વધુ અભ્યાસ કરી ફિઝિક્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી. આ ડિગ્રી મેળવવા તેણે ચૂંબકીય ક્ષેત્રમાં ચક્રાકાર ફરે તેવું પ્રાયોગિક ક્ષેત્ર બનાવેલું. ત્યારબાદ પણ અભ્યાસ અને સંશોધનો ચાલુ રાખી વિવિધ યુનિવર્સિટીમાં જોડાયેલો રહ્યો. તે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે જોડાયો. ૧૯૨૯માં સંશોધનો શરૃ કરીને તેણે ૧૯૩૨માં સાયક્લોટ્રોન વિકસાવ્યું.
૨૭ ઇંચના સાયક્લોટ્રોનની સફળતા બાદ ન્યૂયોર્ક ટાઇમ્સે લોરેન્સને જાદુઇ શોધ કરનાર વિજ્ઞાાની તરીકે બિરદાવ્યો, અમેરિકાના પ્રમુખ આઇઝનહોપરે રશિયા સાથે મહત્વના અણુકરારની ચર્ચા કરવા લોરેન્સને જીનીવા બોલાવ્યો. બીમાર હોવા છતાં લોરેન્સ જીનીવા ગયો પણ ત્યાં વધુ બીમાર પડયો અને તાત્કાલિક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડાયો. ઇ.સ.૧૯૫૮ના ઓગસ્ટની ૨૭ તારીખે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો