આભાર વિશાલ ગૌસ્વામી
http://www.vishalvigyan.in/?m=1
કુલમ્બ નિયમનો શોધક: ચાર્લ્સ ઓગસ્ટીન ડી કુલમ્બ
ઈલેક્ટ્રિક અને મેગ્નેટિઝમ ક્ષેત્રે થયેલા મહત્વના સંશોધનોમાં કુલમ્બનો નિયમ અગ્રણી છે. ઇલેકટ્રિક ચાર્જના માપને કુલમ્બ કહે છે.
એક એમ્પિયર પ્રવાહ એક સેકંડ વહે ત્યારે એક કુલમ્બ ચાર્જ કે વીજભાર ઉત્પન્ન થાય છે.
વીજળીના ઉપયોગ કરતાં ઘણા સાધનો બનાવવામાં આ નિયમથી સરળતા રહે છે. કુલમ્બના નિયમની શોધ ચાર્લ્સ કુલમ્બ નામના વિજ્ઞાનીએ કરેલી.
તેના નામ ઉપરથી જ વીજભારના માપનો એકમ કુલમ્બ કહેવાય છે.
ચાર્લ્સ કુલમ્બનો જન્મ ઇ.સ.૧૭૩૬ના જૂનની ૧૪ તારીખે ફ્રાન્સના એન્ગોમોઈલ ગામે થયો હતો. ૭ વર્ષની ઉંમરે તેને પેરિસની એક શાળામાં ભણવા મૂક્યો. પેરિસની એજ કોલેજમાં ઇ.સ. ૧૭૬૧માં તે ગ્રેજ્યુએટ થયો.
તેણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બોટનીનો અભ્યાસ કરેલો. ત્યાર બાદ તે સેનામાં એન્જિનિયર તરીકે જોડાયેલો. ઇ.સ. ૧૭૬૪માં વેસ્ટ ઇન્ડિઝ ગયો અને એક કિલ્લાનું બાંધકામ કર્યું. ઘણા વર્ષો વિદેશમાં વિવિધ હોદ્દા પર સેવાઓ આપીને તે કેપ્ટન તરીકે પેરિસ આવ્યો. અને સંશોધનો ચાલુ રાખ્યા.
વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત તેણે ઘર્ષણના સિદ્ધાંતો પણ શોધેલા. તે ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટયૂટનો સભ્ય હતો. તોલમાપની આંતરરાષ્ટ્રીય વ્યાખ્યા અને પ્રમાણ ઘડવામાં કુલમ્બનો મહત્વનો ફાળો હતો. ઈ.સ. ૧૮૦૬ના ઓગસ્ટની ૨૩ તારીખે તેનું અવસાન થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો