પાલીતાણા

🌷🌷જીકે ઈસ બેસ્ટ ફોર એવર🌷🌷

🌺પાલીતાણા🌺


📚જૈન ધર્મના પ્રથમ તીર્થકર અને માનવ સંસ્કૃતિના આદિસ્થાપક ઋષભદેવ આ તીર્થમાં પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા.

📚જૈનના ૨૪ તીર્થકરોમાંથી શ્રી નેમીનાથ સિવાયના ૨૩ તીર્થકરોએ આ તીર્થ પરથી વિશ્વને જૈન ધર્મનો સંદેશ આપ્યો હતો.

📚ભાવનગર જીલ્લામાં શેત્રુંજી નદીના કિનારે વસાવેલું ૧૨૦૦ વર્ષ જુનું પાલીતાણાએ વિશ્વનું પ્રખ્યાત યાત્રાધામ છે.

📚જે આચાર્ય પાદલિપ્તપુર-પાલીત્તાનક-પાલીતાણા એમ નામ પડેલું.રાહુલ

📚મંદિરોની મહાનગરી જેવું શેત્રુંજય તીર્થ એ આગમનમાન્ય શાશ્વત સિધ્ધક્ષેત્ર છે.

📚શ્રી ગિરીરાજ શેત્રુંજય પર ૧૮૦૦ ફૂટની ઉંચાઇ, ૩૭૪૫ પગથીયા ચડ્યા પછી એના મૂળ નાયક શ્વેતવર્ણીય પદ્મસનસ્થ શ્રી આદીશ્વર ભગવાનના દેરાસર પહોંચી શકાય છે.રાહુલ

📚કહેવાય છે કે વસ્તુપાળ-તેજપાળે તેરમી સદીમાં અહીં પથ્થરો ગોઠવી રસ્તો તૈયાર કરાવેલો, ૨૦ એકરમાં પથરાયેલ આ ગઢ વિસ્તારની વન ટૂકોમાં ૧૦૮ મોટા દેરાસરો અને ૮૭૨ દેરીઓ આવેલી છે.રાહુલ

📚આ ઉપરાંત સાતેક હજાર જેટલી જીન પ્રતિમા છે.

📚આરસ પથ્થર તથા ચૂનાના આ દેરાસરો જેવી કારીગીરીવાળા આટલા દેરાસરો તથા પ્રતિમાજી વિશ્વમાં એક જ સ્થળ ઉપર હોય એવું બીજે ક્યાંય નથી. રાહુલ

📚પ્રાચીન સમયમાં આ તીર્થ પર જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી મોક્ષે પધાર્યા હતા તેથી તેને પુંડરિકગીરી તરીકે ઓળખવામાં આવે છે.

📚શ્રી ગિરીરાજ પરનું પ્રથમ મંદિર ભરત રાજાએ બંધાવેલું અને આદીશ્વર ભગવાનનું મૂળ મંદિર વિક્રમરાજાએ બંધાવેલું.રાહુલ

📚આ ઉપરાંત અહીં અનેક ઐતિહાસીક મંદિરો તથા સ્થાનકો છે.રાહુલ


👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

📚જેમાં કુમારપાળે બંધાવેલું મંદિર, પૃથ્વીરાજ ચૌહાણે બનાવેલું ભવાની તળાવ, મંત્રી ઉદા મહેતાએ બનાવેલું પથ્થરનું મંદિર વગેરે જોવાલાયક છે.

📚એક હજાર વર્ષ પહેલાં શ્રેષ્ઠી જાવડશાએ અહીં જીર્ણોધ્ધાર કરાવેલો, આવા સોળ જીર્ણોધ્ધાર આ યાત્રાધામના થયેલા છે.

📚અહીંના દરેક મંદિરનો આગવો ઇતિહાસ છે.

📚પ્રતિ વર્ષ ચાર લાખથી પણ વધુ યાત્રાળુઓ ચરી પાળતા સંઘો મારફતે અને અન્ય રીતે આ અજોડ તીર્થની યાત્રાએ આવે છે.

📚તળેટીથી શિખર સુધી પહોંચવા યાત્રીઓએ સાડા ત્રણ કિ.મી.નો પંથ કાપી, ૩૭૪૫ પગથિયાનું ચઢાણ કરવું પડે છે.

📚શેત્રુંજય ગિરીરાજ પરથી દક્ષિણ દિશામાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે.

📚અહીં જૈન મંદિરોમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર આદીનાથ ભગવાનના મંદિરનું સ્થાપત્ય ઘણું જ કલાત્મક છે.

📚બીજા મુખ્ય મંદિરોમાં કુમારપાળ, વિમળ શાહ તેમજ ચૌમુખી વિગેરે દર્શનીય મંદિરો આવેલા છે.

📚પાલીતાણાના આ પ્રસિધ્ધ ધામમાં દર વર્ષે ફાગણી સુદ તેરસ, ચૈત્રી પૂર્ણિમા તેમજ વૈશાખ સુદ ત્રીજના દિવસો દરમ્યાન લાખોની સંખ્યામાં જૈન યાત્રાળુઓ શેત્રુંજયની પરિક્રમા કરવા આવે છે.

📚આ પરિક્રમા અઢાર કિ.મી.ની કરવાની હોય છે.

📚યાત્રિકો આ પરિક્રમા પગે ચાલીને, દંડી મારફતે કે ડોળી દ્વારા કરી શકે છે.

📚આ છ ગાઉની પરિક્રમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.

〰〰〰〰〰〰〰〰 🔚💐રાહુલ~મેક્સ💐🔚 〰〰〰〰〰〰〰〰

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો