ઇંગ લેહમેન

આભાર વિશાલ ગૌસ્વામી 


પૃથ્વીના પેટાળની શોધક : ઇંગ લેહમેન

પૃથ્વીના પેટાળ અને ભૂકંપના અભ્યાસમાં જમીનના સ્તર અને ઊંડાણમાં શું રહેલું છે તેનો અભ્યાસ ઉપયોગી થાય છે. અગાઉ વિજ્ઞાનીઓ માનતા હતા કે પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવારસ ભર્યો છે અને કેન્દ્રમાં પણ પ્રવાહી લાવા ઉકળે છે. ડેન્માર્કની વિજ્ઞાની લેહમેને ધરતીકંપના મોજાંનો અભ્યાસ કરીને શોધી કાઢયું કે પૃથ્વીના કેન્દ્રમાં નક્કર ધાતુનો ગોળો છે. ધાતુના આ ગોળાનું તાપમાન સૂર્યના તાપમાન જેટલું જ છે. અને તે લોખંડ અને નિકલના મિશ્રણનો બનેલો છે. ૧૨૨૦ કિલોમીટર વ્યાસનો આ ગોળો પૃથ્વીના ઉપરના આવરણોના દબાણ હેઠળ સંકોચાઇને નક્કર બન્યો છે અને તેને કારણે જ ભૂકંપના મોજાં નિયમિત રીતે ફેલાય છે. ભૂકંપના અભ્યાસમાં આ મહત્વની શોધ હતી.

લેહમેનનો જન્મ ઇ.સ.૧૮૮૮માં મે માસની ૧૩ તારીખે ડેન્માર્કના કોપનહેગન શહેરમાં થયો હતો. તેના પિતા આલ્ફ્રેડ લૂડવિક વિજ્ઞાની હતા. સ્થાનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તે કોપનહેગન યુનિવર્સિટીમાં ગણિતનો અભ્યાસ કરવા જોડાયા હતા. ૧૯૧૦માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા. તબિયતને કારણે થોડો સમય અભ્યાસ બંધ રાખ્યા બાદ તેઓ ફરીથી કોપનહેગન યુનિવર્સિટીમાં જોડાયા અને ગણિત અને ફિઝિકસમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૯૨૩માં તેઓ કોપનહેગન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા.

૧૯૨૫માં લેહમેનને ડેન્માર્કના ગ્રીનલેન્ડમાં ભૂકંપના અભ્યાસનું કામ સોંપાયું. અભ્યાસ દરમિયાન તેમણે ભૂકંપના પી-વેવ્ઝની નિયમિતતાનું કારણ શોધ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે કરેલા આ સંશોધનો પ્રસિદ્ધ થયા. ભૂકંપના પી-વેવ્ઝ કોઇ નક્કર પદાર્થમાંથી ઉદ્ભવતા હોવા જોઇએ. તેવો સિદ્ધાંત તેમણે પ્રથમવાર રજૂ કર્યો. ૬૫ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા બાદ પણ તેમણે સંશોધન ચાલુ રાખ્યા. ૯૯ વર્ષની ઉંમરે તેમણે સિસ્મોગ્રાફી વિશે પુસ્તક લખેલું. તેમણે કરેલા સંશોધનો બદલ તેમને અમેરિકા સિસ્મોગ્રાફી એસોસિએશનનો અને ડેનિશ ટોપલ સોસાયટીનો ગોલ્ડ મેડલ એનાયત થયેલો. ઇ.સ.૧૯૯૩ના ફેબ્રુઆરીની ૨૧ તારીખે તેમનું ૧૦૪ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો