ચાર્લ્સ ડાર્વિન

આભાર વિશાલ ગૌસ્વામી 


ચાર્લ્સ ડાર્વિન

પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી તેમાં વાતાવરણ અને પાણી પેદા થયા ત્યાર બાદ સજીવ સૃષ્ટિ પેદા થઇ. આજે વનસ્પતિ, પ્રાણી- પક્ષીઓ, જંતુઓ અને મનુષ્યો પૃથ્વી પર વસે છે. આ સજીવ સૃષ્ટિ રાતોરાત પેદા થઇ નથી. તેનો પણ ક્રમ અને વિકાસ છે. લાખો વર્ષ સુધી થયેલા આ વિકાસને કોઇએ નજરે જોયો નથી પરંતુ વિજ્ઞાનીઓએ વિવિધ સજીવોનો અભ્યાસ કરીને સજીવોની રચનાનો વિકાસ કેવી રીતે થયો તે શોધી કાઢયું છે. પક્ષીઓને પાંખો કેમ ? માણસ કેમ બે પગે ચાલતો થયો. પ્રાણીપક્ષીઓના શરીરની રચના કેવી રીતે નક્કી થઇ. આ બધા અભ્યાસને ઉત્ક્રાંતિવાદ કહે છે. આ શોધ ચાર્લ્સ ડાર્વિન નામના વિજ્ઞાનીએ કરી હતી. વાનર જાતિમાંથી ધીમે ધીમે મનુષ્યમાં રૃપાંતર થયું તેવી સિધ્ધાંત પ્રથમ વાર રજૂ કરીને ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો પાયો નાખ્યો હતો.

ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇંગ્લેન્ડના સુસ્બરીગામે ઇ.સ.૧૮૦૯ના ફેબ્રુઆરીની ૧૨ તારીખે થયો હતો. તેમના પિતા અને દાદા સુપ્રસિધ્ધ ડોક્ટર હતા. સુખી પરિવારમાં જન્મેલો ડાર્વિન ભણવામાં કાચો હતો. તે કલ્પનાશીલ અને પ્રકૃતિપ્રેમી હતો. તરંગી પણ હતો. ઘણા લોકો તેને મંદ બુધ્ધિનો ગણતા પરંતુ તેના પિતા તેની બુધ્ધિમત્તાને ઓળખતા હતા. તેથી તેને એડિનબરી યુનિવર્સિટીમાં ભણવા મોકલ્યો. કોલેજના અભ્યાસમાં તે નબળો હતો તેથી ભણી શક્યો નહીં તેથી તેના પિતાએ તેને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પાદરી બનવા કેમ્બ્રિજ મોકલ્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેને દક્ષિણ આફ્રિકા જતા એક જહાજમાં સફર કરવાની તક મળી. તેને ભણવામાંથી છૂટકારો મેળવવો હતો એટલે પિતા પાસેથી ગમે તેમ પૈસા કઢાવી તે બિગલ નામના સરકારી જહાજમાં દક્ષિણ અમેરિકાના લાંબા પ્રવાસે ઉપડી ગયો. આ જહાજ પાંચ વર્ષની સફર કરી ઇંગ્લેન્ડમાં ઇ.સ.૧૯૩૬માં પાછું આવ્યું ત્યારે ડાર્વિન પોતાની સાથે પ્રકૃતિ અંગે અઢળક જ્ઞાનનો ભંડાર લઇને આવેલો.

પાંચ વર્ષના પ્રવાસ દરમિયાન દક્ષિણ અમેરિકા નજીકના ગાલામાગોસ ટાપુર પર ડાર્વિને વિવિધ પ્રકારના કાચબા અને અન્ય જીવોનો ઊંડો અભ્યાસ કર્યો. પ્રાણીઓના વિકાસ અંગે ઊંડો અભ્યાસ કરીને તેણે ઇ.સ.૧૮૫૯માં ઓરીજિન ઓફ સ્પીસિસ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકમાં તેણે ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંતો લખ્યા અને વિશ્વપ્રસિદ્ધિ મેળવી હતી. ઇ.સ.૧૮૮૨ના એપ્રિલની ૧૬ તારીખે તેનું અવસાન થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો