લિઓ હેન્ડ્રિક બેકેલેન્ડ

આભાર વિશાલ ગૌસ્વામી 

 http://www.vishalvigyan.in/?m=1


ફોટોગ્રાફી પેપરનો શોધક : લિઓ હેન્ડ્રિક બેકેલેન્ડ

ડિજીટલ કેમેરાની શોધ થઈ તે પહેલા રંગીન ફોટા કાગળ ઉપર છપાતા. તે સમયમાં ફોટોગ્રાફી સમય અને મહેનત માંગી લેતા. સૌ પ્રથમ નેગેટિવ ફિલ્મ બનતી અને તેના પરથી કાગળ ઉપર પોઝીટીવ ફોટા છપાતા. આ પ્રક્રિયા રાસાયણિક હતી. કાગળ ઉપર ફોટા છાપવા માટે ખાસ પ્રકારના રાસાયણો લગાડેલો કાગળ વપરાતો. આ રસાયણ પ્રકાશ પડે તેટલી જગ્યામાં રંગીન બની જાય અને તે પણ પ્રકાશની તીવ્રતાના પ્રમાણમાં. સમગ્ર પ્રક્રિયા અંધારારૃમમાં કરાતી જેમાં પ્રક્રિયા થયા પછી ફોટા પાણીમાં ધોવાતા અને સૂકાય પછી ઉપયોગમાં લેવાતા. ફોટોગ્રાફી પેપરની શોધ લિઓ બેકલેન્ડ નામના વિજ્ઞાન નીએ કરેલી. ફોટોગ્રાફી ક્ષેત્રે વિકાસનું એ મોટું યોગદાન હતું. લિઓ કેન્ડ્રિક બેકરેલનો જન્મ ઇ.સ. ૧૮૬૩ના નવેમ્બરની ૧૪મી તારીખે બેલ્જિયમના ઘેન્ટ શહેર નજીક ગામડામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં લીધું હતું. તે તેજસ્વી વિદ્યાર્થી હતો ઘેન્ટ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરીને તે ત્યાં જ પ્રોફેસર તરીકે જોડાયો હતો.
બેકરેલ ઇ.સ. ૧૮૮૯માં લગ્ન કરીને ન્યૂયોર્ક ફરવા ગયો ત્યારે તેની મુલાકાત એક ફોટોગ્રાફીની કંપનીના માલિક સાથે થઈ. બેકરેલને પ્રકાશ સાથે સંવેદનશીલ પદાર્થોનું સારું જ્ઞાાન હતું. તેણે ફોટોગ્રાફી કંપનીમાં નોકરી સ્વીકારી લીધી. નોકરી દરમિયાન તેણે પોતાના ઘેર આગવા સંશોધનો શરૃ કર્યા અને કાગળ ઉપર તસવીરો ઉપસાવી શકાય તેવા રસાયણની શોધ કરી.
બેકલેન્ડને જ્યોર્જ ઇસ્ટમેન કંપનીમાં ઊંચા પગારે નિમણૂક મળી. નોકરી દરમિયાન તે સારા નાણાં કમાયો અને પોતાની સ્વતંત્ર લેબોરેટરી સ્થાપી.
ફોટોગ્રાફિક પેપરની શોધ મહત્ત્વની હતી. બેકલેન્ડે બીજી મહત્ત્વની શોધ કરી હતી. તેણે બેકલાઇટ નામના સખત પદાર્થની શોધ કરેલી પ્લાસ્ટિક જેવા આ પદાર્થને તેના નામ ઉપરથી જ બેકલાઇટ નામ અપાયું છે. આજે પણ રેડિયો, ટી.વી. જેવા ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવામાં મજબૂત બેકલાઇટનો જ ઉપયોગ થાય છે. બેકલાઇટ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. બેકલેન્ડે ૧૯૧૦માં ન્યૂયોર્કમાં બેકલાઇટની ફેક્ટરી સ્થાપી અને પ્લસાસ્ટિક ઉદ્યોગનો પાયો નાખ્યો. પ્લાસ્ટિક યુગની શરુઆતમાં બેકલાઇટનો ફાળો મહત્ત્વનો છે. ઇ.સ. ૧૯૪૪ના ફેબ્રુઆરીની ૨૩ તારીખે તેનુ અવસાન થયું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો