* શિવરામ હરિ રાજગુરુનો જન્મ પૂણે પાસેના ખેડ નામના ગામમાં આજના દિવસે એટલે કે ૨૯ ઓગસ્ટ ૧૯૦૮માં થયો હતો.
* બાદમાં એ ગામનું નામકરણ રાજગુરુનગર તરીકે થયું હતું.
* બહુ નાની વયે તેમણે વારાણસી આવી શાસ્ત્ર ને સંસ્કૃતનો અભ્યાસ કર્યો.
* તેમની સ્મરણશક્તિ બહુ તેજ હતી ને તેમણે લઘુ સિદ્ધાંત કુમુદિનીને કંઠસ્થ કરી લીધી હતી.
* તેઓ કસરત-વ્યાયામના શોખીન હતા ને શિવાજી તથા તેમના ગેરિલા યુદ્ધના પ્રશંસક હતા.
* વારાણસીમાં તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીના સભ્ય બન્યા ને તેમને રઘુનાથ નામ અપાયું.
* અહીં તેઓ વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને જતીનદાસના સાથીદાર બન્યા.ભગતસિંહના પરિચયમાં આવ્યા બાદ તેમનું વલણ દેશભકિતની સાથે સાથે સમાજવાદી ક્રાંતિ તરફ વળ્યુ હતું.
* તેમના કાર્યક્ષેત્રમાં પંજાબ, ઉ.પ્ર., આગ્રા, લાહોર, કાનપુર હતા.
* તેમની શૂટિંગમાં માસ્ટરી હતી. તેઓ પાર્ટીમાં ગનમેન-બંદૂકધારી તરીકે ઓળખાતા.
* બ્રિટિશ પોલીસ અધિકારી જે.પી. સેન્ડર્સની હત્યામાં તેઓ ભગતસિંહના સાથી તરીકે દેશભરમાં ખ્યાતિ પામ્યા હતા.
* સેન્ડર્સે લાલા લજપતરાયની હત્યા કરતાં તેનો બદલો લેવા સેન્ડર્સની હત્યા કરાઈ હતી.
* ૧૯૨૮માં સાયમન કમિશનનો શાંત વિરોધ કરનાર સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ થયો. એમાં ઈજા થવાથી લાલા લજપતરાય શહીદ થયા હતા.
* મૂળ તો જેમ્સ સ્કોટને બદલા રૂપે મારવાનો હતો, પણ ઓળખમાં ભૂલ થતાં લાહોરમાં આસિસ્ટન કમિશનર સેન્ડર્સને રાજગુરુએ ગોળીથી ઠાર કર્યો. એ પછી રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ પકડાયા ને ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ તેમને લાહોર જેલમાં ફાંસીની સજા થઇ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો