ભાસ્કરાચાર્ય-2

આભાર વિશાલ ગૌસ્વામી 


ભાસ્કરાચાર્ય-2

જન્મ : 1114
મૃત્યુ : 1185
જન્મ- સ્થળ : બિજ્જલ બીડ , જી. બિજાપુર, કર્ણાટક

- ભારતીય ગણિતશાસ્ત્રના ઈતિહાસમાં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યનું નામ આવે છે. તેઓ પ્રખર ગણિતશાસ્ત્રી અને સાથે જ્યોતિષશાસ્ત્રી પણ હતા.
- ભાસ્કરાચાર્યના વિદ્યાગુરુ અને પિતા મહેશ્વર હતા.
- ભાસ્કરાચાર્ય ખૂબ મહેનતું હતા. પરિશ્રમ માટે ક્યારેય થાકતા નહી. પોતાના કામ માટે ભૂખ, તરસ, નિદ્રા બધુ ભૂલી જતા. તે ખૂબ જ ઉત્સાહી હતા અને તેમની અવલોકનશક્તિ અદભૂત હતી. નિષ્ફળતાથી તેઓ ક્યારેય ગભરાતા નહી. તેમનામાં વિવેચન ક્ષમતા ઉચ્ચકોટીની હતી.
- ભાસ્કરાચાર્યની પુત્રીનું નામ લીલાવતી હતું. તેના નામ પરથી તેમણે 'લીલાવતી' નામનું અંકગણિતનું પુસ્તક પણ લખ્યું. જેમાં સારણીઓ, સંખ્યપ્રણાલી, શૂન્ય, ભિન્ન, આઠ પરિક્રમ, ત્રિરાશી, ક્ષેત્રમિતિ, શ્રેઢી, કકચ, ચિતિ, છાયા વગેરેનો ઉલ્લેખ છે.
- ભાસ્કરાચાર્યે શૂન્ય પર વ્યાપક વિવેચન કરેલ છે.
- ભાસ્કરાચાર્યે પોતાના અંકગણિતના પુસ્તકમાં સમીકરણ, વર્ગ-સમીકરણ, કુટ્ટક, કરણિયાનું વિવેચન કરેલ છે.
- પાઈના મૂલ્ય અને પાયથાગોરસના સૂત્રની સાબિતીમાં પોતાનું યોગદાન.
- તેમણે વૃતના ક્ષેત્રફળ, ગોળા તળ અને ગોળાના કદ માટે પરિમાણો આપ્યા છે.
- ભારત સરકારે તેમની યાદમાં પોતાના ભૂમિદર્શક અંતરિક્ષ-યાનને 'ભાસ્કર-2' નામ આપેલ છે.

post by vishal vigyan

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો