♠ રાષ્ટ્રીય તહેવારોમાં દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી વડાપ્રધાન સલામી આપી રાષ્ટ્રને સંબોધન કરે છે. આ લાલ કિલ્લૌ ઐતિહાસિક ઈમારત છે.
♠ મોગલ બાદશાહ શાહજહાં ઈ.સ. ૧૬૩૮માં પોતાની રાજધાની આગ્રાથી ખસેડી દિલ્હી લાવ્યા ત્યારે લાલ કિલ્લો બંધાવ્યો હતો.
♠ ઈ.સ. ૧૬૩૮ના મે માસની ૧૩ તારીખે મહોરમના તહેવારમાં તેનું બાંધકામ શરૃ થ યેલું અને તે બંધાતા ૧૦ વર્ષ લાગ્યા હતા. શાહજહાંએ આ કિલ્લાને 'કિલ્લાએ મુબારક'નામ આપેલું.
♠ લાલ કિલ્લાની ફરતે લાંબી દિવાલ છે. આ દિવાલ ૧૮ મીટરથી માંડીને ૩૩ મીટર ઊંચી છે. લાલ કિલ્લો મોગલ બાદશાહનું નિવાસ સ્થાન હોવાથી ભવ્ય હતો. કોહીનુર જડેલું સિંહાસન આ કિલ્લામાં જ હતું. તેનો રંગમહેલ ભવ્ય હતો. સુંદર આરસની કોતરણીથી શોભતા રંગમહેલની છત ચાંદીજડેલ હતી.
♠ લાલ કિલ્લાના બે ભાગ હતા. દિવાને ખાસ એટલે શાહી પરિવારનું રહેઠાણ અને દિવાને આમ એટલે જનતા દરબાર. કિલ્લામાં આવેલા મોતી મસ્જિદ, રાણીનું નિવાસસ્થાન હયાત બક્ષબાગ, રંગમહેલ અને સંગીત ભવન જોવા મળે છે.
♠ શાહજહાં પછી ઘણા મોગલ બાદશાહો આ કિલ્લામાં વસેલા તેમણે ઘણા સુધારાવધારા કર્યા. અંગ્રેજોના શાસન દરમિયાન કિલ્લામાંની ઘણી કીંમતી ચીજો ખસેડી લેવાઈ પરંતુ લાલ કિલ્લાની ભવ્યતા આજે પણ અકબંધ છે.
Rahu Max
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો