♠ ઇ.સ. ૧૯૦૨માં પેરિસના એફિલ ટાવરની ટોચનો ભાગ વીજળી પડવાથી તૂટી પડેલો તે નવો બનાવાયો હતો.
♠ વીજળીના કડાકામાં એક્સ-રેનું રેડિયેશન પણ હોય છે.
♠ કેટલાક જ્વાલામુખીમાંથી શક્તિશાળી વીજભાર પણ નીકળે છે અને જ્વાળામુખીની ટોચે ભયંકર વીજળી થાય છે.
♠ વેનેઝુએલાના માર્સાઇબો તળાવ પર સતત વાવાઝોડું સર્જાયેલું રહે છે. રાત્રે લગભગ ૧૦ કલાક સુધી વીજળીના કડાકા ભડાકા થાય છે. વર્ષમાં લગભગ ૧૬૦ દિવસ વાવાઝોડાના હોય છે.
♠ ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર વીજળીનું પ્રમાણ વધી રહ્યુંહોવાનું વિજ્ઞાાનીઓ કહે છે.
♠ વીજળીના ચમકારામાં સૂર્યની સપાટી કરતાં ય વધુ ગરમી હોય છે.
♠ ઇ.સ. ૧૯૩૯માં અમેરિકાના ઉટાહમાં વીજળી પડવાથી એક સાથે ૮૩૫ ઘેટાનાં મોત થયા હતા.
♠ વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી લગભગ ૨૪૦૦ લોકોનાં મોત થાય છે.
♠ ૧૯૯૮માં આફ્રિકન કોંગોમાં ફૂટબોલના મેદાન પર વીજળી ત્રાટકતા એક જ ટીમના ૧૧ ખેલાડીના મોત થયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો