👉🏻 લોલકની શોધ પછી તેનો સૌથી વધુ ઉપયોગ ઘડિયાળમાં થયો. મધ્યયુગમાં શહેરોમાં ટાવર ઘડિયાળ મૂકવાની પરંપરા હતી. કિલ્લા અને રાજમહેલોમાં તોતિંગ ઘડિયાળોવાળા ઊંચા ટાવર બંધાતાં. લંડનના વેસ્ટ મિનિસ્ટર પેલેસમાં આવેલો વિખ્યાત ક્લોક ટાવર વિશ્વની સૌથી મોટી ઘડિયાળ છે.
👉🏻 ઈ.સ. ૧૮૫૬માં ક્લોક ટાવર બનેલો. ઘડિયાળનો ચંદો ૨૩ ફૂટ વ્યાસનો છે તે રંગીન કાચના ૩૧૨ ટૂકડાથી જોડઈને બનેલી છે. આ ઘડિયાળને ૧૩ ફૂટ લાંબું ૩૦૦ કિલોગ્રામ વજનનું લોલક છે.
👉🏻 ઘડિયાળનું મશીન પાંચ ટન વજનનું છે. આ ઘડિયાળ ચોકસાઈપૂર્વક સમય દર્શાવવા માટે વિશ્વપ્રસિદ્ધ છે.
👉🏻 ઘડિયાળને સમયસર રાખવા ઋતુ પ્રમાણે લોલકની લંબાઈ અને વજનમાં ફેરફાર કરવામાં આવે છે. તેનો હિસાબ પણ ગજબનો છે. લોલકનું વજન વધારવા પેનીના સિક્કા નાખવામાં આવે છે. પેનીનો એક સિક્કો ઉમેરવાથી ઘડિયાળની ઝડપમાં ૦.૪ સેકંડનો વધારો થાય છે.
👉🏻 કલોક ટાવર સાથે વિશ્વનો સૌથી મોટો ઘંટ બીગબેન જોડાયેલો છે. ૨.૨ મીટર ઊંચો, ૨.૯ મીટર પહોળો આ ઘંટ ૧૩.૫ ટન વજનનો છે. ક્લોક ટાવર દર કલાકે આ ઘંટમાં ડંકા વગાડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો