દેશ-વિદેશના વીજળીના કડાકા

 ઇ.સ. ૧૯૦૨માં પેરિસના એફિલ ટાવરની ટોચનો ભાગ વીજળી પડવાથી તૂટી પડેલો તે નવો બનાવાયો હતો.

 વીજળીના કડાકામાં એક્સ-રેનું રેડિયેશન પણ હોય છે.

 કેટલાક જ્વાલામુખીમાંથી શક્તિશાળી વીજભાર પણ નીકળે છે અને જ્વાળામુખીની ટોચે ભયંકર વીજળી થાય છે.

 વેનેઝુએલાના માર્સાઇબો તળાવ પર સતત વાવાઝોડું સર્જાયેલું રહે છે. રાત્રે લગભગ ૧૦ કલાક સુધી વીજળીના કડાકા ભડાકા થાય છે. વર્ષમાં લગભગ ૧૬૦ દિવસ વાવાઝોડાના હોય છે.

 ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર વીજળીનું પ્રમાણ વધી રહ્યુંહોવાનું વિજ્ઞાાનીઓ કહે છે.

 વીજળીના ચમકારામાં સૂર્યની સપાટી કરતાં ય વધુ ગરમી હોય છે.

 ઇ.સ. ૧૯૩૯માં અમેરિકાના ઉટાહમાં વીજળી પડવાથી એક સાથે ૮૩૫ ઘેટાનાં મોત થયા હતા.

 વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી લગભગ ૨૪૦૦ લોકોનાં મોત થાય છે.

 ૧૯૯૮માં આફ્રિકન કોંગોમાં ફૂટબોલના મેદાન પર વીજળી ત્રાટકતા એક જ ટીમના ૧૧ ખેલાડીના મોત થયા હતા.

અંતરીક્ષની અજાયબી

 શનિને એન્સીલેડસ નામનો એક નાનકડો ચંદ્ર છે. આ ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા પરાવર્તન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.

 ગુરૃને ૬૭ ચંદ્રો હોવાનું મનાય છે પરંતુ તેમાંના ૫૩ જ ઓળખી શકાયા છે.

 યુરેનસ પર મિથેનનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રંગનું સંપૂર્ણ શોષણ કરે છે અને આખો ભૂરો દેખાય છે.

 પ્લૂટો હવે ગ્રહ નથી પણ તે તેના જેટલા જ કદનો કેરોન નામનો ચંદ્ર ધરાવે છે.

 ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રો મેડા અને ટ્રાયંગુલુમ ગેલેક્સી નરી આંખે દેખાય છે.

 પૃથ્વીથી સૌથી નજીકની ગેલેક્સી એન્ડ્રોમોડા છે.

 સૂર્યમાળામાં બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ ચંદ્રો છે.

 બુધને વાતાવરણ નથી એટલે ત્યાં હવામાન, પવન કે પાણી પણ નથી.

 નેપ્ચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરત અવળી પ્રદક્ષિણા કરે છે

AMAZING TREES





















 દિલ્હીનો લાલ કિલ્લો



 રાષ્ટ્રીય તહેવારોમાં દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી  વડાપ્રધાન સલામી આપી રાષ્ટ્રને સંબોધન કરે છે. આ લાલ કિલ્લૌ ઐતિહાસિક ઈમારત છે.
 

 મોગલ બાદશાહ શાહજહાં ઈ.સ. ૧૬૩૮માં પોતાની રાજધાની આગ્રાથી ખસેડી દિલ્હી લાવ્યા ત્યારે લાલ કિલ્લો બંધાવ્યો હતો. 

 ઈ.સ. ૧૬૩૮ના મે માસની ૧૩ તારીખે મહોરમના તહેવારમાં તેનું બાંધકામ શરૃ થ યેલું અને તે બંધાતા ૧૦ વર્ષ લાગ્યા હતા. શાહજહાંએ આ કિલ્લાને 'કિલ્લાએ મુબારક'નામ આપેલું.
 
 લાલ કિલ્લાની ફરતે લાંબી દિવાલ છે. આ દિવાલ ૧૮ મીટરથી માંડીને ૩૩ મીટર ઊંચી છે. લાલ કિલ્લો મોગલ બાદશાહનું નિવાસ સ્થાન હોવાથી ભવ્ય હતો. કોહીનુર જડેલું સિંહાસન  આ કિલ્લામાં જ હતું. તેનો રંગમહેલ ભવ્ય હતો. સુંદર આરસની કોતરણીથી શોભતા રંગમહેલની છત ચાંદીજડેલ હતી.
 
 લાલ કિલ્લાના બે ભાગ હતા. દિવાને ખાસ એટલે શાહી પરિવારનું રહેઠાણ અને દિવાને આમ એટલે જનતા દરબાર. કિલ્લામાં આવેલા મોતી મસ્જિદ, રાણીનું નિવાસસ્થાન હયાત બક્ષબાગ, રંગમહેલ અને સંગીત ભવન જોવા મળે છે.
 
 શાહજહાં પછી ઘણા મોગલ બાદશાહો આ કિલ્લામાં વસેલા તેમણે ઘણા સુધારાવધારા કર્યા. અંગ્રેજોના શાસન દરમિયાન કિલ્લામાંની ઘણી કીંમતી ચીજો ખસેડી લેવાઈ પરંતુ લાલ કિલ્લાની ભવ્યતા આજે પણ અકબંધ છે.



Rahu Max

 ભમરી



 ભમરીથી બધા ડરે છે, કારણ કે એનો ડંખ લાગે તો ક્યાંય સુધી ચામડી ચચરે અને લ્હાય બળે. જોકે ભમરી પોતાનો જીવ બચાવવા માટે જ ડંખ મારે છે.

★ ભમરી એક એવું જંતુ છે જેની વિવિધ પ્રકારની અનેક પ્રજાતિઓ છે. આજ સુધી ભમરીની લગભગ ૩૦,૦૦૦ જેટલી પ્રજાતિની ઓળખ થઈ શકી છે.

 મોટાભાગના લોકો એવું માને છે કે ભમરી એટલે એક ચમકતાં રંગનું જીવજંતુ જે હંમેશા ઝૂંડમાં જ રહે, અને બધી ભમરી જાણે ગુસ્સામાં ગણગણતી આપણને ડંખ મારવા તૈયાર હોય! પણ એવું નથી. ભમરીની મોટાભાગની જાત ખરેખર એકાંતમાં રહેવાવાળી અને ડંખ વગરની હોય છે. મનુષ્યો માટે નુકસાનકારક એવાં બીજા કીટકો અને જીવડાંને ખાઈને તેમની વસતી નિયંત્રિત કરતી હોવાથી ભમરીનું અસ્તિત્વ આપણાં માટે ફાયદાકારક છે.

 ભમરી અને મધમાખી વચ્ચે ફરક એ રીતે પારખી શકાય કે ભમરીનો પેડુનો ભાગ અણીદાર અને ઘણો નીચે હોય છે. પેડુના ભાગને છાતીથી અલગ પાડતી ખૂબ પાતળી કમર હોય છે, જેને ‘પેટીઓલ’ કહેવાય છે. પીળા, કથ્થઈ, મેટાલિક બ્લૂ, લાલ એવાં પરિચિત રંગ સિવાય પણ કલ્પના કરી શકાતી હોય એવાં બધાં જ રંગોમાં ભમરીની અવનવી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.

 ખુલતા રંગની ભમરીની પ્રજાતિ મોટાભાગે ‘વેસ્પાઇડે’ અથવા ડંખવાળા કુટુંબની હોય છે. બધી ભમરીઓ માળો બનાવે છે. જ્યારે મધમાખી માળો બનાવવા માટે એક મીણ જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે. ભમરીઓની પ્રજાતિને પ્રાથમિક રીતે બે પેટાજૂથમાં વિભાજિત કરવામાં આવે છેઃ સામાજિક અને એકાકી.

 સામાજિક ભમરીની માત્ર એક હજાર પ્રજાતિ છે. જેમાં યલો જેકેટ્સ અને હોર્નેટ જેવી કોલોની-બિલ્ડર્સનો સમાવેશ થાય છે.

 ભમરીની વસાહત રાણીથી શરૃ થાય છે. આગલા વર્ષે સંવનન કરીને બચી ગયેલી માદા શિયાળામાં મૃતપ્રાયઃ સ્થિતિમાં સંતાઈ રહે છે. જો એ જીવી જાય તો સૌથી પહેલાં પોતાનું એક દર બનાવી એમાં સો-દોઢસો ઈંડાં મૂકે છે. એમાંથી કામદાર માદાઓ જન્મે છે. એ માદાઓ દર મોટું બનાવવામાં ભમરી માદાને મદદ કરે છે. એ સાથે જ માદા રાણી બની જાય છે. ચોમાસા સુધી ભમરીઓ દર બનાવીને એમાં બચ્ચાં વિકસાવતી રહે છે. ચોમાસામાં નર પાંખો ફફડાવીને બહાર નીકળી માદાઓ શોધીને સંવનન કરી મૃત્યુ પામે છે. સંવનન કરેલી માદા ભમરી સારી જગ્યા શોધીને શિયાળો ગાળવા સંતાઈ જાય છે. શિયાળામાં જૂની રાણીનું દર નાશ પામે છે.

 એકાકી પ્રકારની ભમરીઓ મોટી વસાહત બનાવતી નથી. એકલ-દોકલ મળીને દર બનાવે છે અને એકલી જ જીવે છે. ઈંડા મૂકવાના થાય તો નરમ શરીર ધરાવતી ઈયળોના શરીરમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી લાર્વા બહાર નીકળે તો એ ઈયળના શરીરને અંદરથી ખાવાનું શરૃ કરે છે અને મોટા થાય છે. એમ કરતાં ઈયળ મૃત્યુ પામે છે અને લાર્વા કોશેટો બની એમાં પડયા રહે છે. પછી યોગ્ય સમયે એમાંથી નવજાત ભમરી બહાર આવે છે. આવી ભમરી માત્ર સંવનનની ઋતુમાં જ નર કે માદાને શોધે છે. ભમરી દોઢ સેન્ટિમીટરથી માંડીને દોઢ ઈંચ સુધીની હોઈ શકે.



Rahu Max