♥ ધાતુઓ ♥

 ધાતુને અંગ્રેજીમાં ''મેટલ'' કહે છે.''મેટલ'' શબ્દ ગ્રીક ભાષાના ''મેટાલોન'' પરથી બનેલો છે. જેનો અર્થ થાય છે ''જમીનમાંથી બહાર ખેંચી કાઢવું.''

 ધાતુઓને બેઝિક મેટલ્સ,ટ્રાંઝિશન મેટલ્સ,આલ્કલી મેટલ્સ,આલ્કલાઇન અર્થ મેટલ્સ અને અક્ટિનાઇડ્સ એમ જુદા જુદા ગૃપમાં વહેંચવામાં આવે છે.

 સામાન્ય તાપમાન પર બધી ધાતુઓ ઘન સ્વરૂપમાં જોવા મળે છે.માત્ર પારો જ એવી ધાતુ છે જે સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે.

 પૃથ્વીના ઉપરના પડમાં સૌથી વધારે મળતી ધાતુ એલ્યુમિનિયમ છે અને મોટા ભાગની ધાતુ પિગાળી શકાય એવી હોય છે.

 પૃથ્વીના ઉપરના પડમાં ભલે એલ્યુમિનિયમ વધારે મળતું હોય પરંતુ પૃથ્વીની અંદરથી સૌથી વધારે પ્રમાણમાં લોખંડ મળે છે.

 લગભગ ૧૩મી ૧૪મી સદી સુધી લોકોને સોનું,તાંબુ,ચાંદી,સીસું,ટીન,લોખંડ અને પારો એમ આ ૭ ધાતુઓ વિશે જ લોકોને ખબર હતી.

 મોટા ભાગની ધાતુઓ વજનદાર હોય છે.જો કે લીથિયમ જેવી ધાતુઓ એટલી હલકી હોય છે કે તે પાણી પર તરી પણ શકે છે.

 લીથિયમ,સોડીયમ,પોટેશિયમ અને રુબીડિયમ જેવી આલ્કલી ધાતુઓ એટલી તેજ હોય છે કે તેમને પાણીમાં મુકવામાં આવે તો પણ તેમનામાં વિસ્ફોટ થાય.

 ધાતુઓમાં ગરમી અને વીજળી બહુ સારી રીતે પસાર થઇ શકે છે.ધાતુઓ લવચીક હોય છે અને તૂટવાને બદલે મોટે ભાગે વળી જતી હોય છે.

 મોટા ભાગની ધાતુઓને હથોડાથી ટીપી ટીપીને તેમાંથી તાર કે પાતળી પટ્ટી પણ બનાવી શકાતી હોય છે.

 ઘણી ધાતુઓને અફાળવાથી અથવા કોઇ વસ્તુ સાથે અથડાવવાથી તેમનામાંથી કોઇ ઘંટડી રણકતી હોય એવો અવાજ આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો