આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા, GK ની વેબસાઇટો, વોટસપ ના મેસેજો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે હુ તે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ. આ બ્લોગ નો ઉદેશ્ય બધા ને નોલેજ મલી રહે તેમાટે નો છે. {GK IS BEST FOR EVER}
☆ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ : કોલકાતા બોટનિકલ ગાર્ડનનો વડલો ☆
વડ એ વિશાળ અને ઘેઘૂર વૃક્ષ છે. તેનો ઘેરાવો વધે ત્યારે નવી ડાળીઓને ટેકો મળી રહે તે માટે તેમાંથી વડવાઈ નીકળી જમીનમાં ઉતરે છે અને જાણે બીજું થડ પેદા થાય છે. વિકાસ પામીને વડલો સેંકડો કિલોમીટરમાં ફેલાય છે. કોલકાતામાં બોટનિકલ ગાર્ડનમાં આવો જ વડલો જોવા મળે છે.
♥ વિશ્વના સૌથી વિશાળ વૃક્ષ તરીકે જાણીતો આ વડલો ૩૩૦ મીટરના ઘેરાવામાં ફેલાયેલો છે.
♥ આ વડલો બોટાનિકલ ગાર્ડનનું આકર્ષણ છે તેને ૨૮૦૦ જેટલી વડવાઈઓ છે.
♥ કોલકાતાનું આ ગાર્ડન જગદીશચંદ્ર બોઝ બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે.
♥ કોલકાતા નજીક શીબપુર ખાતે ૧૦૯ હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ૧૨૦૦૦ જેટલી જાતનાં વૃક્ષો છે.
♥ આ ગાર્ડન ૩૦૦ વર્ષ જૂનો છે.
♥ બોટાનિકલ ગાર્ડનના વડલા અંગે નવાઈની વાત એ છે કે ૧૯૨૫માં તેના મૂળ થડમાં સડો લાગતાં કાપી નાખવામાં આવ્યું હતું. તેનો ઘેરાવો ૧૬ મીટર હતો.
♡ विटामिन संबंधी महत्वपूर्ण तथ्य ♡
विटामिन - 'A'
रासायनिक नाम : रेटिनाल
कमी से रोग: रतौंधी
स्रोत (Source): गाजर, दूध, अण्डा, फल.
विटामिन - 'B1'
रासायनिक नाम: थायमिन
कमी से रोग: बेरी-बेरी
स्त्रोत (Source): मुंगफली, आलू, सब्जीयाँ
विटामिन - 'B2'
रासायनिक नाम: राइबोफ्लेबिन
कमी से रोग: त्वचा फटना, आँख का रोग
स्रोत (Source): अण्डा, दूध, हरी सब्जियाँ
विटामिन - 'B3'
रासायनिक नाम: पैण्टोथेनिक अम्ल
कमी से रोग: पैरों में जलन, बाल सफेद
स्रोत (Source): मांस, दूध, टमाटर, मूंगफली
विटामिन - 'B5'
रासायनिक नाम: निकोटिनेमाइड (नियासिन)
कमी से रोग: मासिक विकार (पेलाग्रा)
स्रोत (Source): मांस, मूंगफली, आलू
विटामिन - 'B6'
रासायनिक नाम: पाइरीडाक्सिन
कमी से रोग: एनीमिया, त्वचा रोग
स्रोत (Source): दूध, मांस, सब्जी
विटामिन - 'H / B7'
रासायनिक नाम: बायोटिन
कमी से रोग: बालों का गिरना , चर्म रोग
स्रोत (Source): यीस्ट, गेहूँ, अण्डा
विटामिन - 'B12'
रासायनिक नाम: सायनोकोबालमिन
कमी से रोग: एनीमिया, पाण्डू रोग
स्रोत (Source): मांस, कजेली, दूध
विटामिन - 'C'
रासायनिक नाम: एस्कार्बिक एसिड
कमी से रोग: स्कर्वी, मसूड़ों का फुलना
स्रोत (Source): आँवला, नींबू, संतरा, नारंगी
विटामिन - 'D'
रासायनिक नाम: कैल्सिफेराल
कमी से रोग: रिकेट्स
स्रोत (Source): सूर्य का प्रकाश, दूध, अण्डा
विटामिन - 'E'
रासायनिक नाम: टेकोफेराल
कमी से रोग: जनन शक्ति का कम होना
स्रोत (Source): हरी सब्जी, मक्खन, दूध
विटामिन - 'K'
रासायनिक नाम: फिलोक्वीनान
कमी से रोग: रक्त का थक्का न बनना
स्रोत (Source): टमाटर, हरी सब्जियाँ, दूध
☆ પૃથ્વીની જેમ ત્રાંસી ધરીવાળા ગ્રહો ☆
♥ પૃથ્વીની ધરી ૨૩ અંશના ખૂણે નમેલી છે અને તેથી જ પૃથ્વી પર ઋતુઓની વિવિધતા છે. ધરીભ્રમણ કરતા ગ્રહોની ધરીનો ત્રાંસ અસરકારક પરિબળ છે. પૃથ્વીની જેમ અન્ય ગ્રહો પણ ત્રાંસી ધરીવાળા છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ ત્રાંસી નહીં પણ તદ્દન ઊભી ધરી સાથે ભ્રમણ કરે છે. ત્યાં બારેમાસ સમાન ઋતુ રહે છે.
♥ શુક્ર ૧૨ અંશ અને સૌથી મોટો ગુરુ માત્ર ૩ અંશ નમીને પ્રદક્ષિણા કરે છે.
♥ મંગળ અને પૃથ્વીની ધરીમાં સામ્ય છે. મંગળની ધરી ૨૫ અંશના ખૂણે નમેલી છે.
♥ શનિ ૨૬ અંશના ખૂણે.
♥ યુરેનસ સૌથી વધુ ૯૮ અંશના ખૂણે રહીને પ્રદક્ષિણા કરે છે.
♥ ધરી વધુ નમેલી હોય ત્યાં શિયાળો અને ઉનાળો લાંબા ચાલે તથા દિવસ રાતના સમયમાં પણ તફાવત પડે.
♥ યુરેનસની ધરી ૯૮ અંશે નમેલી છે. ત્યાં દિવસ ૪૨ વર્ષનો હોય છે.
♥ પૃથ્વીની ધરી ૨૩ અંશ છે તેના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર ૬ માસ દિવસ અને ૬ માસ રાત રહે છે. જો પૃથ્વી વધુ નમેલી હોત તો આ સમયગાળો લાંબો હોત.
☆ भारतीय पुस्तके एवं उसके लेखक पुस्तके ☆
अर्थशास्त्र = चाणक्य
अष्टाध्यायी = पाणिनी
इंडिका = मेगास्थनीज
कामसूत्र = वात्स्यायन
राजतरंगिणी = कल्हण
स्पीड पोस्ट = सोभा-डे
लाइफ़ डिवाइन = अरविन्द घोष
डिवाइन लाईफ = शिवानन्द
इटरनल इंडिया = इंदिरा गांधी
माई टुथ = इंदिरा गांधी
मिलिन्दपन्हो = नागसेन
शाहनामा = फिरदौसी
बाबरनामा = बाबर
अकबरनामा = अबुल फजल
हुमायूँनामा = गुलबदन बेगम
विनय पत्रिका = तुलसीदास
गीत गोविन्द = जयदेव
बुद्धचरितम् = अश्वघोष
यंग इंडिया = महात्मा गांधी
मालगुडी डेज = आर०के० नारायण
काव्य मीमांसा = राजशेखर
हर्षचरित = वाणभट्ट
सत्यार्थ-प्रकाश = दयानंद सरस्वती
मेघदूत = कालिदास
मुद्राराक्षस = विशाखदत्त
हितोपदेश = नारायण पंडित
अंधा विश्वास = सगारिका घोष
गाइड = आर०के० नारायण
ए सूटेबल बाय = विक्रम सेठ
आइने-ए-अकबरी = अबुल फजल
☆ કેલ્ક્યૂલેટરની શોધનો રસપ્રદ ઈતિહાસ ☆
♠ આજે આપણી પાસે ગણતરી કરવા માટે શક્તિશાળી કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટર છે. આ ઈલેક્ટ્રોનિક સાધનો વીજળી વડે ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાખેલો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે.
♠ ઈ.સ. ૧૬૧૭માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલ્ક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું. કહેવાય છે કે આ માણસ પાગલ હતો. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાય. આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું.
♠ આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળેલી.
♠ વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાનીએ ઈ.સ. ૧૬૨૩માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવેલું. તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શકતી.
♠ ઈ.સ. ૧૬૪૨માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે.
♠ વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળી વાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થયેલી.
♠ આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે પરંતુ કમ્પ્યુટર અને કેલક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.
☆ સંત મધર ટેરેસા ☆
- ગુણવંત શાહ
- નેટવર્ક
- ગુજરાત.સમાચાર
સપ્ટેમ્બર ૪, ૨૦૧૬ના રોજ વેટિકનમાંથી નામદાર પોપ ફ્રાન્સિસ, એસ. જે. મધર ટેરેસાને 'સંત'ની પંક્તિમાં જાહેર કરશે. વિશ્વના ૨૦૦ દેશોના લાખ્ખો ભક્તજનો રોમ શહેરના વેટિકન નગરમાં ભારે દબદબા પૂર્વકથી આ વિધિમાં ભાગ લેવા જનાર છે... વેટિકન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વિધિ ('કેનનાઇઝેશન')માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે... ૧૯૭૪ના મે મહિનાની ૧૧ તારીખે મધર ટેરેસાની અમદાવાદની મુલાકાત લીધી હતી...
ગાંધીજીના પ્રિય ગીતને : વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...' જો કોઈ વ્યક્તિએ શબ્દશઃ જીવી બતાવ્યું હોય તો તે છે મધર ટેરેસા. વિશ્વ આખાની પાપની પીડાને ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાન દ્વારા સહન કરી, અત્યંત શરમજનક હાલતમાં વધસ્તંભ પણ લોહીનું છેલ્લું ટીપું વહેવડાવી, જીવની આહુતિ આપી હતી. બસ આ જ ભગવાનની આ સાથી શિષ્યાએ, પોતનું સર્વસ્વ ગરીબ ગુરબાં માટે આપી દઈ, અન્યોની સેવા એ જ સાચી ભક્તિ ગણી હતી. કેથલિક ધર્મસભાએ મધરને રોમના વેટિકન ખાતે 'સંત મધર ટેરેસા' બનાવી આપણા સૌને જનસેવામાં લાગી જવાનું આહવાન કર્યું છે. અંતે તો, જનસેવ એ જ સાચી પ્રભુભક્તિ છે. ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા સંઘ 'કેથલિક સંપ્રદાયમાં' પવિત્ર, સેવાભાવી, જીંદગી જીવી જનારને એક ખાસ દરજ્જો - પંક્તિ આપવામાં આવે છે ને તે છે સંતની પંક્તિ. આમ છેલ્લા ૨૦૦૦ વર્ષના કેથલિક ધર્મસંઘના ઇતિહાસમાં સેંકડો વ્યક્તિઓને 'સંત'ની પંગત લાઇનમાં મૂકવામાં આવેલા છે.
ધર્મસભાની સંતમાં મૂકવાની પ્રક્રિયા ઘણી જ જટિલ અને લાંબી છે. ધર્મસભા વ્યક્તિને સંત જાહેર કરે તે પહેલાં દરેક પાસાની ચકાસણી કરે છે. આ ચકાસણી દરમ્યાન સતત તપ અને પ્રાર્થના કરવામાં આવે છે. 'સંત' જાહેર થનાર વ્યક્તિના જીવનને અત્યંત બારીકાઈથી જોવામાં - તપાસવામાં આવે છે. અને તેમાં પાર ઉતર્યા પછી જ સંત તરીકે નક્કી કરેલ છે. કોઈ પણ વ્યક્તિ 'સંત' બની જતી નથી. 'સંત' જાહેર થનાર વ્યક્તિ પ્રભુ પરમેશ્વરના દરબારમાં મારી- તમારી પ્રાર્થનાઓ અને આજીજીભરી માંગણીઓ ભગવાન સમક્ષ લાવી સેવાનું જ કામ કરે છે. 'સંત' જાહેર થયેલ વ્યક્તિ પ્રભુના સાનિધ્યમાં હોય છે. સૌની માન્યતા હોય છે કેથલિક ચર્ચમાં 'સંતોનો સંબંધ' એ એક શ્રદ્ધાનો મર્મ છે. મધર ટરેસાને પ્રદાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'માં આ બાબતનો ઉલ્લખ કરી આભાર અને આનંદની લાગણી પ્રકટ કરી હતી. ભારત દેશ માટે આ એક મહાન ગર્વની વાત છે કે 'સંત' બનેલા મધર ટેરેસા કર્મે અને ધર્મે પૂરેપૂરા ભારતીય હતા.
યુરોપના આલબેનિયા નામના દેશમાં ૧૯૧૦માં સ્ક્રોપ્જે નામના ગામમાં ગોંઝા આગ્નેસ (મધરનું ઘરનું નામ)નો જન્મ થયો હતો. ગામમાં એક ધનાઢ્ય વેપારીને ત્યાં જન્મેલ ગોઝા (ફૂલની કળી) તેના કુટુંબમાં સૌને ઘણી પ્યારી હતી. બાર વરસની ગોંઝાને ગરીબો, અનાથો માટે ભારે લગાવ હતો. ગોંઝાને વાંચવા- લખવનો અને ગાવાનો ભારે શોખ હતો. દરરોજ ગોંઝાને ચર્ચમાં જવું ઘણું ગમતું ૧૮ વરસની ગોંઝાને પ્રભુએ હાકલ કરી, સાધ્વી તરીકે જીવવાનું 'તેડુ' આપ્યું... ગોંઝાએ 'લોરેટો સાધ્વી મંડળ'માં જોડાવાનું મન બનાવી દીધું.
૧૯૨૮ની સપ્ટેમ્બરની શિયાળાની ઠંડીમાં, ગોંઝાએ આયર્લેન્ડ દેશની વાટ પકડી. ડબ્લિનમાં ગોંઝા સારું અંગ્રેજી શીખી. સાધ્વી બનેલી ગોંઝાનું હવે પછીનું નામ ટેરેસા હતું. ૨૯મા સિસ્ટર ટેરેસા કલકત્તા આવ્યા. સિસ્ટરને ભારત માટે ખૂબ લગાવ હતો. તેમને હિન્દી અને બંગાળીનું ઘણું સારું જ્ઞાાન હતું. ૧૯૩૧માં સિસ્ટર ટેરેસાએ સાધ્વી મંડળમાં આજીવન ગરીબાઈ, તેમના મંડળના વડાને આજ્ઞાાપાલન અને બાળકોના શિક્ષણ- ઉછેર પાછળ જીવવાના વ્રત લીધા. બસ આ દિવસથી તેઓ પુરેપુરા પ્રભુને સમર્પિત થ ગયા સિસ્ટર કલકત્તા શહેરની લોરેટો કોન્વન્ટમાં શિક્ષિકા બન્યા. તેઓ બંગાળીમાં ભણાવતા બાળ- કેળવણીમાં સિસ્ટરને બહુ રસ હતો 'તમે આવતીકાલનું ઉજળું ભારત છો' તેવું વારંવાર બોલતા ધનાઢ્ય કુટુંબના બાળકોને સિસ્ટર ટેરેસા કલકત્તાની ગંદી- ગંધાતી ઝૂંપડપટ્ટીમાં લઈ જતા. નાનપણથી બાળકોને ગરીબો માટે માન- પ્રેમ રાખતા આપણે શીખવવું જરૃરી છે તેવું તેઓ કહેતા.
૧૯૪૬માં સિસ્ટરને પ્રભુએ વધુ હાકલ કરી : તું ગરીબ, અનાથ, તરછોડાયેલા તિરસ્કૃત બાળકોની સેવામાં લાગી જા !' અને સિસ્ટર ટેરેસાએ પ્રભુની એ હાકલ ઉપાડી લીધી. ૧૯૪૮થી સિસ્ટરે સફેદ રંગની વાદળી પટ્ટીવાળી, બંગાળી લઢણની સાડી પહેવાનું શરુ કર્યું.
બસ, ત્યારથી તેઓ 'કલકત્તાની અમ્મા' બની ગયાં. આધિ, વ્યાધિ, ઉપાધિ અને લાચારીમાં સબડતા, સડતાની આ 'અમ્મા' સડી ગયેલાં, ગંધ મારતા, ગરીબોના ઘા તેઓ પ્રેમ અને કાળજીથી સાફ કરતા, પાટાપીંડી કરતા અને તેમનામાં તેઓ ભગવાનને જોતાં.
મધર ટેરેસાના આવા કઠિન સેવાકાર્ય મટે ભગવાને બીજી બહેનોને મોકલી આપી.. કલકત્તાની ગંદી ગલીઓમાં, સડી ગયેલા, ઉંદરોએ કોચી ખાધેલ મરતા માનવોની સેવામાં મધરે પોતાની જીંદગી ઘસી નાખી 'ગરીબો'ની સેવા એ જ સાચી પ્રભુભક્તિ છે. એ મંત્ર તેમણે જિંદગીના છેલ્લા દમ તક જીવી બતાવ્યો...
આવા કમનસીબોની સેવાથી મધર ટેરેસાને ઘણી જ શાંતિ અને સંતોષ મળતો. કલકત્તાના કાલી મંદિરના દર્શને ભારતભરના યાત્રીઓ આવતા. મધરે ત્યાં એક ઘર બનાવ્યું. 'નિર્મલ હૃદય'. ભૂખ્યાં, કુપોષિત ગરીબ બાળકો માટે એક ઘર ખોલ્યું 'શિશુ ભવન'. કલકત્તાની આ સાંકડી ગલીઓમાં સેંકડોની સંખ્યામાં રક્તપિત્તીયાં જોવા મળતા. મધર ટેરેસાએ આવાં માટે એક ઘર ખોલ્યું સડીને ભયંકર દુર્ગંધ મારા આ દર્દીઓના કીડા પડી ગયેલા ઘાને મધર ધોતા, પાટાપિંડી કરતા, કોઈ જાતના સ્વાર્થ વગર મધર ટેરેસાએ કલકત્તના ગરીબ ગુરબાને એક 'મા'નો પ્રેમ અને વ્હાલ પૂરા પાડયા હતા. તેમની સેવાથી આકર્ષાયને સૌ તેમને 'મધર'ના હુલામણા નામથી કલકત્તામાં બોલાવે છે.
તેમના પ્રેમ અને સેવાના કાર્યથી આકર્ષાય, વિશ્વ ભરની બહેનો મધરને મદદ કરવા આવવા લાગી. તેઓ સાધ્વી બની આ કાર્ય કરતાં આજે વિશ્વના ૧૨૦ દેશોમાં સેવાના આ મહાન યજ્ઞામાં જુવાન બહેનો જોડાઈ છે, મધરની અવિરત સેવાની નોંધ સારા વિશ્વએ લીધી. મધર ટેરેસાને વિશ્વના ૧૬૬ દેશોમાંથી ૭૦૦થી વધારે પુરસ્કારો એનાયત થયા છે. ૧૯૬૨મં પદ્મશ્રી, ૧૯૭૨માં જવાહરલાલ નેહરુ પુરસ્કાર, ૮૦માં ભારત રત્ન અને ૧૯૭૯માં મધરને 'નોબેલ પીસ પ્રાઇઝ' આપવામાં આવ્યો. ઇસુના પ્રેમ અને કરુણાને મધરે વિશ્વ આખામાં પ્રસાર્યો મધરને કલકત્તાનું તેમનું 'મધર હાઉસ' બહુ ગમતું.
૧૯૮૩માં મધર ટેરેસાને પ્રથમ હૃદયરોગનો હુમલો થયેલો પોતાના સ્વાસ્થ્યની લગીરેય પરવા કર્યા વગર મધરે સેવાના કાર્યો ચાલુ જ રાખ્યા. રોગચાળો, ધરતીકંપ, પૂર કે બીજી કોઈ પણ આફત આવી પડી હોય ત્યાં મધર ટેરેસા દોડી જતા તેઓ માટે જનસેવા એ જ પ્રભુભક્તિ હતી. કલાકો સુધી કલકત્તાના નાના દેવાલયના અંધારા ખૂણામં લીન થઈ જતાં તેમના હાથમાં કે તમની સાથે તેમની ગુલાબમાળા (મણકાની જપમાળા) રાખતા.
ધીરે ધીરે વધતી ઉંમર અને અવિરત પરિશ્રમથી તેમની તબિયત લથડવા લાગી... અત્યાર સુધી તેમના ધર્મમંડળના તેઓ વડા હતાં... ૧૯૯૭થી તેમણે એ જવાબદારી સિસ્ટર નિર્મલાને સોંપી... શરીરથી મધર સાવ ઘસાઈ ગયા હતાં ૫મી સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ મધર ટેરેસા પરમ શાંતિમાં તેમના વહાલસોયા ઇસુ ભવાનમાં ચિર શાંતિમાં લીન થઈ ગયા... ૮૭ વર્ષની આ સાધ્વીએ પોતાનું દિલ, દેહ, દિમાગ ભારતનાં- વિશ્વ આખાના ગરીબોમાં વાપરી નાખી, આપણે સૌ માટે એક 'જીવન જીવવાનો રાહ' મૂકી ગયા... તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ મધર ટેરેસાને 'માનવતાની મહેક' તરીકે ઓળખ આપી, ભારત વતી મધરને શ્રદ્ધાંજલિ આપી હતી.
કલકત્તાના 'મધર હાઉસ'માં મધર ટેરેસાના દેહને દફનાવવામાં આવ્યો. વિશ્વભરના હજારો મધરપ્રેમીઓ રોજ આ કબર આગળ મધરને આવીને યાદ કરે છે... પ્રેમ, ક્ષમા, બલિદાન, દયા, ગરીબો માટેની અવિરત ચાહના અને ભારત દેશ માટે અનહદ પ્રેમ દર્શાવનાર આજે પ્રભુના દરબારમાં આપણા સૌના માટે વિનંતી કરે છે... આ કરૃણામૂર્તિ, માનવતાની મહેક અને સર્વોત્તમ જીવ અસીમમાં લીન થઈ ગયો છે.
૨૦૧૬ના સપ્ટેમ્બરની ૪થી તારીખે રોમની વેટિકન નગરીમાં મધર ટેરેસાને હાલના નામદાર પોપ ફ્રાન્સિસ એસ. જે. સંતની પંક્તિમાં મૂકીને એક સાચી શ્રદ્ધાંજલિ અર્પવાના છે. અમદાવાદથી (હાલ સિરિયા)માં ફાધર સેટ્રીક પ્રકાશ આ વિધિમાં ભાગ લેશે.. વેટિકન તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પાવન વિધિમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજે મધરનો અક્ષરદેહ રહ્યો નથી પણ, તેમના કૃત્યો સેવાના અવિરત બલિદાનો અને એક વ્હાલસોઈ માતાની યાદો રહી છે... ૨૧મી સદીના આ મહન સંતને વિશ્વના ૧૮૭ દેશોએ શ્રદ્ધાંજલિ અર્પી છે.. સેવામૂર્તિ મધરને લાખ લાખ વંદન...!!
✧ વિશ્વની 10 સૌથી ખતરનાક જગ્યાઓ, નાનકડી ભૂલ પહોંચાડશે યમલોક ✧
વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે, જયાં જવું તે મોતને આમંત્રણ આપવા જેવું છે. અહીં જરા પણ ચૂક થાય તો જીવ પણ જઈ શકે છે. કોઈ જગ્યા બહુ ગરમ છે, તો કોઈ બહુ જ ઠંડી. ક્યાંક ઘણા ખતરનાક છોડવા છે, તો ક્યાંક એક્ટિવ વોલ્કેનોમાંથી આગ નીકળે છે. અહીં જવા માટે અત્યંત સજાગ રહેવું પડે છે. તેમ છતાં, આમાંથી ઘણી જગ્યા હોટ ટૂરિઝમ ડેસ્ટીનેશન પણ છે, પરંતુ તેમ છતાં ત્યાં ન જવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીયે આવી જ ખતરનાક જગ્યાઓ અંગે...
ડેથ વેલી
- પાણી વગરની જિંદગી માત્ર 14 કલાકની જ.
- અમેરિકાની આ ડેથ વેલીમાં ટેમ્પરેચર જબરદસ્ત ઊંચું રહે છે. 56.7 ડિગ્રી સેલ્સિયસમાં લોકો માટે અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ છે.
- સૂરજનો તાપ ખતરનાક હોય છે. અહીં માણસ પાણી વગર માત્ર 14 કલાક જ જીવિત રહી શકે છે.
આફ્રિકાના આ ડેઝર્ટમાં ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અહીં ચારેય તરફ એક્ટિવ વોલ્કેનો છે. અહીં ગમે ત્યારે કંઇ પણ થઈ શકે છે. અહીં ગાઇડ વગર કોઈ એકલું જઈ શકતું નથી.
માઉન્ટ વોશિંગ્ટન બહુ જ ખતરનાક છે. અહીં 327 km/hની ઝડપે ઠંડી હવા ફૂંકાય છે. અહીં ટેમ્પરેચર માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ રહે છે અને સતત સ્નોફોલ થતો રહે છે. કહેવામાં આવે છે કે અહીં માઉન્ટ એવરેસ્ટમાં જેવું ફીલ થાય છે.
આ એક્ટિવ વોલ્કેનો ઈન્ડોનેશિયાનાં સુમાત્રામાં છે. તેમાં લાવા સતત ધગધગતો રહે છે. જેમાંથી વોલ્કેનિક ગેસ અને પથ્થર નિકળતા રહે છે. અહીંથી નિકળતી રાખ 2500 મીટર સુધી ફેલાતી હોય છે. જેને કારણે આસપાસનાં વિસ્તાર અને ટાઉન લાવાથી ઢંકાઈ છે.
બ્રાઝિલનો સ્નેક આઈલેન્ડ બહુ જ ખતરનાક છે. આ જગ્યા ઝેરીલા સાપથી ભરેલી છે. રિસર્ચ અનુસાર, અહીં દર 10 સ્કેવર ફૂટે 5 સાપ હોય છે.
બોલિવિયાનો આ નેશનલ પાર્ક જોવામાં બહુ જ સુંદર છે. પણ, રિયલમાં આ બહુ જ ખતરનાક છે. અહીં અત્યંત ખતરનાક જીવજંતુ અને જાનવર રહે છે. અહીંના પ્લાન્ટ્સ પણ જીવલેણ છે. અહીં ફરતી વખતે જરા પણ છોલાય કે ચીરો પડે અથવા કોઇ નાનું જીવડું પણ કરડે તો હાલત ગંભીર થઈ શકે ને ક્યારેક તો જીવ જતો રહે.
રશિયાના કામચટકા પેનિનસુલાને વેલી ઓફ ડેથ કહેવામાં આવે છે. આ વિસ્તારમાંથી ખતરનાક ગેસ નિકળતો રહે છે. આ ગેસ બધી જ વસ્તુ પર અસર કરે છે. પ્લાન્ટ્સ અને જાનવર તો તરત જ મરી જાય છે. માણસ આ ગેસના કોન્ટેક્ટ માં આવતા જ જબરદસ્ત તાવ, ઠંડીનો શિકાર બને છે. જરા પણ ભૂલથી જીવ જઈ શકે છે.
આ અમેરિકાનું માર્શલ આઈલેંડ છે. જોવામા તે શાનદાર હોટ ડેસ્ટિનેશન છે, પણ અહીંનું પાણી ઝેરીલું છે. ખરેખર, આ જગ્યા ન્યૂક્લિયર પ્રોગ્રામો માટે ટેસ્ટિંગ પ્લેસ છે. એટલે તે ખતરનાક છે. અહીં રહેવાવાળા લોકોને અહીંયાથી હટાવી અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. કારણ કે, કેન્સર ફેલાવા લાગ્યું હતું.
ઈથોપિયાનો અફાર વિસ્તાર બહુ જ ખતરનાક છે. અહીંનો એરતા આલે વોલ્કેનો સતત ધગધગતો રહે છે. આ વિસ્તારમાં નાના-નાના ભૂકંપ આવતા રહે છે. આ
વોલ્કેનોમાં બે લાવા ક્રેટર છે. આ લાવાનો પ્રવાહ સતત બદલાતો રહે છે અને ધરતી હલતી રહે છે.
તાન્ઝાનિયાનું આ લેક જોવામાં બહુ જ સુંદર છે, પણ તે વધારે ખતરનાક છે. તેનું પાણી એટલું ખતરનાક છે કે તેના કોન્ટેક્ટમાં આવતાં જ માણસનું મોત થઈ જોય છે. આથી અહીં સ્વિમિંગ પર પ્રતિબંધ છે. અહીં હાઈડ્રોજન સલ્ફાઇડની એટલી સખત ગંધ આવે છે. ત્યાં ઊભા પણ રહેવું મુશ્કેલ છે.