ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વિસ્તારમાં) – કચ્છ ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો. કિમી.
ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વસ્તીમાં) – અમદાવાદ વસ્તી ૫૮,૦૮,૩૭૮
ગુજરાત માં સહુથી મોટો પુલ – ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ – કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો મહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
ગુજરાત માં સહુથી મોટો મેળો – વોઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન – વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત – અંકલેશ્વર
ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ – રિલાયન્સ, નિરમા
ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી – અમૂલ ડેરી આણંત
ગુજરાત માં સહુથી મોટી નદી – નર્મદા
ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના – સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર – ઊંઝા (જિ.મહેસાણા)
ગુજરાત માં સહુથીમોટું બંદર – કંડલા (જિ. કચ્છ)
ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું વિમાની મથક – અમદાવાદ
ગુજરાત માં સહુથી મોટું શહેર (વસ્તી દૃષ્ટિએ) – અમદાવાદ (વસ્તી – ૩૫,૦૪,૮૬૦)
ગુજરાત માં સહુથી મોટું સરોવર – નળ સરોવર, ક્ષેત્રફળ ૧૮૬ ચો. કિમી
ગુજરાત માં સહુથી મોટું સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિક એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટું પુસ્તકાલય – સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
ગુજરાત માં સહુથી મોટો દરિયાકિનારો – જામનગર જિલ્લામાં, લંબાઈ ૩૫૪ કિમી
ગુજરાત માં સહુથી લાંબી નદી – સાબરમતી, લંબાઈ ૩૨૦ કિમી
ગુજરાત માં સહુથી ઊંચુ પર્વત શિખર – ગોરખનાથ (દત્તાત્રેય) – ગિરનાર, ઉંચાઈ ૧,૧૧૭ મિટર
ગુજરાત માં સહુથી ઊંચો બંધ – સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર, ઉંચાઈ ૧૩૭.૧૬ મીટર
ગુજરાત માં સહુથી પહોળો પુલ – નહેરુ પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર, પહોળાઈ ૨૪ મીટર
ગુજરાત માં સહુથી સૌથી વધુ મંદિરોનું શહેર – પાલીતાણા (જિ. ભાવનગર), ૮૬૩ જૈન મંદિરો
ગુજરાત માં સહુથી મોટી પ્રકાશન સંસ્થા – નવનીત પબ્લિકેશન (ઇન્ડિયા) લિમિટેડ, અમદાવાદ.
આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા, GK ની વેબસાઇટો, વોટસપ ના મેસેજો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે હુ તે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ. આ બ્લોગ નો ઉદેશ્ય બધા ને નોલેજ મલી રહે તેમાટે નો છે. {GK IS BEST FOR EVER}
ગુજરાત માં સહુથી મોટી બાબતો ની માહિતી
પ્રથમ ગુજરાતી તરીકે જાણીતાં લોકો ની માહિતી
!!પ્રથમ ગુજરાતી મુદ્રક – ભીમજી પારેખ, સુરત ૧૬૭૪
પ્રથમ ગુજરાતી નાટકલેખક – પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
પ્રથમ ગુજરાતી મુદ્રણાલય સ્થાપક – દુર્ગારામ મહેતા ૧૮૪૨
પ્રથમ ગુજરાતી કવિ – દલપતરામ કવિ ૧૮૫૧
પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક – રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
પ્રથમ ગુજરાતી નવલકથાકાર – નંદશંકર મહેતા ૧૮૬૮
પ્રથમ ગુજરાતી કોશકાર – નર્મદાશંકર દવે ૧૮૭૩
પ્રથમ ગુજરાતી નટી – રાધા અને સોના સુરત ૧૮૭૫
પ્રથમ ગુજરાતી બિ્રટિશ સાંસદના સભ્ય – દાદાભાઇ નવરોજી ૧૮૯૧
પ્રથમ ગુજરાતી ટેસ્ટ ક્રિકેટ ખેલાડી – રણજિતસિંહજી ૧૮૯૫
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ – વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
પ્રથમ ગુજરાતી રાજયપાલ – ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
પ્રથમ ગુજરાતી બંધારણ સભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૪૬
પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર પટેલ ૧૯૪૭
પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ – હરિલાલ કણિયા ૧૯૪૭
પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ – ગણેશ માવલંકર ૧૯૫૨
પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ -રાજેન્દ્રસિંહજી ૧૯૫૩
પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન – ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્ત કરનાર – શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ ૧૯૭૪
પ્રથમ ગુજરાતી કોસ્ટ એકાઉન્ટન્ટ – દર્શના પટેલ ૧૯૭૫
પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર – ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
પ્રથમ ગુજરાતી રાષ્ટ્રીય પ્રાધ્યાપક – સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
પ્રથમ ગુજરાતી લોકાયુકત – ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ – નાનાભાઇ હરિદાસ
પ્રથમ ગુજરાતી મહિલા મેયર – સુલોચના મોદી, મુંબઇ
પ્રથમ ગુજરાતી મહિલા વિમાની – રોશન પઠાણ
પ્રથમ ગુજરાતી મહિલા શૅરદલાલ – હીના વોરા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સત્રન્યાયાધીશ – સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
પ્રથમ ગુજરાતી હિમાલયના કારયાત્રાના વિજેતા – જયંત શાહ
દેશ-વિદેશના વીજળીના કડાકા
♠ ઇ.સ. ૧૯૦૨માં પેરિસના એફિલ ટાવરની ટોચનો ભાગ વીજળી પડવાથી તૂટી પડેલો તે નવો બનાવાયો હતો.
♠ વીજળીના કડાકામાં એક્સ-રેનું રેડિયેશન પણ હોય છે.
♠ કેટલાક જ્વાલામુખીમાંથી શક્તિશાળી વીજભાર પણ નીકળે છે અને જ્વાળામુખીની ટોચે ભયંકર વીજળી થાય છે.
♠ વેનેઝુએલાના માર્સાઇબો તળાવ પર સતત વાવાઝોડું સર્જાયેલું રહે છે. રાત્રે લગભગ ૧૦ કલાક સુધી વીજળીના કડાકા ભડાકા થાય છે. વર્ષમાં લગભગ ૧૬૦ દિવસ વાવાઝોડાના હોય છે.
♠ ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પર વીજળીનું પ્રમાણ વધી રહ્યુંહોવાનું વિજ્ઞાાનીઓ કહે છે.
♠ વીજળીના ચમકારામાં સૂર્યની સપાટી કરતાં ય વધુ ગરમી હોય છે.
♠ ઇ.સ. ૧૯૩૯માં અમેરિકાના ઉટાહમાં વીજળી પડવાથી એક સાથે ૮૩૫ ઘેટાનાં મોત થયા હતા.
♠ વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી લગભગ ૨૪૦૦ લોકોનાં મોત થાય છે.
♠ ૧૯૯૮માં આફ્રિકન કોંગોમાં ફૂટબોલના મેદાન પર વીજળી ત્રાટકતા એક જ ટીમના ૧૧ ખેલાડીના મોત થયા હતા.
અંતરીક્ષની અજાયબી
♣ શનિને એન્સીલેડસ નામનો એક નાનકડો ચંદ્ર છે. આ ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા પરાવર્તન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.
♣ ગુરૃને ૬૭ ચંદ્રો હોવાનું મનાય છે પરંતુ તેમાંના ૫૩ જ ઓળખી શકાયા છે.
♣ યુરેનસ પર મિથેનનું પ્રમાણ વધુ હોવાથી તે લાલ રંગનું સંપૂર્ણ શોષણ કરે છે અને આખો ભૂરો દેખાય છે.
♣ પ્લૂટો હવે ગ્રહ નથી પણ તે તેના જેટલા જ કદનો કેરોન નામનો ચંદ્ર ધરાવે છે.
♣ ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રો મેડા અને ટ્રાયંગુલુમ ગેલેક્સી નરી આંખે દેખાય છે.
♣ પૃથ્વીથી સૌથી નજીકની ગેલેક્સી એન્ડ્રોમોડા છે.
♣ સૂર્યમાળામાં બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ ચંદ્રો છે.
♣ બુધને વાતાવરણ નથી એટલે ત્યાં હવામાન, પવન કે પાણી પણ નથી.
♣ નેપ્ચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરત અવળી પ્રદક્ષિણા કરે છે