♥ આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે જોડાયેલ રાજ્યો ♥


1. પાકિસ્તાન બોર્ડર :-        

જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત બોર્ડર

2. ચાઇના બોર્ડર :-          

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, સિક્કિમ,
અરુણાચલ પ્રદેશ.

3. નેપાળ બોર્ડર:-           

બિહાર, ઉત્તરાખંડ, ઉપર, સિક્કીમ, પશ્ચિમ બંગાળ.

4. બાંગ્લાદેશ બોર્ડર :-     

પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રીપુરા, આસામ  

5. ભૂટાન બોર્ડર:-           

પશ્ચિમ બંગાળ સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ.

​6. મ્યાનમાર બોર્ડર  :-
   
અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ  

7.અફઘાનિસ્તાન બોર્ડર :-

જમ્મુ અને કાશ્મીર (પાકિસ્તાન હસ્તકના વિસ્તાર)

♥ સેલ્યુલોઈડ પ્લાસ્ટિકનો શોધક : જોહન વેઝલી હયાટ ♥

🌹  વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ફાળો મહત્વનો છે. રોજિંદા વપરાશની સાથે ઉપરાંત ઉદ્યોગોમાં વપરાતી સાધનસામગ્રી બનાવવામાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે.

🌹  પ્લાસ્ટિકે લાકડા અને ધાતુનું સ્થાન લઈ લીધું છે. ફર્નિચરથી માંડીને રમકડા સુધીની વસ્તુઓ વિવિધ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બને છે. સેલ્યુલોઈડ પ્લાસ્ટિક સખત અને ટકાઉ હોય છે. તેમાંથી ફર્નિચર, રમતગમતના સાધનો ઉપરાંત અનેક ગૃહઉપયોગી ચીજો બને છે તેની શોધ જોહન વેઝલી હયાટે કરી હતી.

🌹  હયાટે બોલબેરિંગ, પાણી ગાળવાનું સાધન હયાટ ફિલ્ટર વગેરે ૨૦૦ જેટલી શોધો કરી હતી.

🌹  જોહન વેઝલીનો જન્મ ન્યૂયોર્કના સ્ટારકી ખાતે ઇ.સ.૧૮૩૭ના નવેમ્બરની ૨૮ તારીખે થયો હતો. તે ઝાઝું ભણ્યો નહોતો. ૧૫ વર્ષની ઉંમરે તેણે ઇલિનોયના રમકડા બનાવતી કંપનીમાં કામે લાગ્યો.

🌹  આ કંપનીમાં શતરંજના બોર્ડ અને પ્યાદાં બનાવવાનું મુખ્ય કામ હતું. આ ચીજો હાથીદાંતથી બનતી. હયાટે હાથીદાંતના બદલે સસ્તો અને સખત પદાર્થ બનાવવાનો વિચાર કરી સેલ્યુલોઝની શોધ કરી.

🌹  ઇંગ્લેન્ડના એલેકઝાન્ડર પર્કીન્સે શોધેલા નરમ પ્લાસ્ટિક ઉપર સંશોધનો કરીને તેણે સખત સેલ્યુલોઇડ શોધી કાઢયું જે ગરમી મળતાં પીગળે અને યોગ્ય ઘાટ આપ્યા પછી ઠરીને સખત થઈ જાય. સેલ્યુલોઈડ પ્લાસ્ટિકમાંથી રમતગમત માટે દડા તેમજ શતરંજના મહોરાં બનાવવાનું સરળ બન્યું.

🌹  ઇ.સ.૧૮૬૯માં તેણે પોતે કરેલા પદાર્થને સેલ્યુલોઈડ નામ આપ્યું જે આજે પણ પ્રચલિત છે.

🌹  સેલ્યુલોઈડની શોધ પછી તેણે તેના ઉત્પાદન માટે કંપની સ્થાપી. સેલ્યુલોઈડમાંથી કાંસકા, સંગીત અને રમતગમતનાં સાધનો, અને હાથીદાંતમાંથી બનતી તમામ ચીજો બનવા લાગી.

🌹  હયાટ્ને તેની આ શોધ બદલ ઇ.સ.૧૯૧૪માં પર્કિન મેડલ એનાયત થયો હતો.

🌹  ઇ.સ.૧૯૨૦ના મે માસની ૧૦ તારીખે તેનું અવસાન થયું હતું.

🌷 સૌજન્ય 🌷

🌟 ઝગમગ - ગુજરાત સમાચાર 🌟

♥ પર્વત ♥

🌿  પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યાં. બે ટેક્ટોનિક પ્લેટ્સ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઊંચકાય અને પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૂપે બન્યા. સામાન્ય રીતે ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટન કહે છે.

🌿  વિવિધ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રકારના પર્વતો બન્યા. ઉંચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોવાથી બરફ જામેલો રહે છે.

🌿 જમીનમાંથી કોઈક સ્થળે ધસી આવેલા લાવાને કારણે જમીન ઊંચકાઈને જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી વચ્ચેથી પોલાણવાળો હોય   છે જેમાંથી લાવા ધસીને ટોચે મુખમાંથી બહાર ફેંકાય છે.

🌿 વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય ૨૪૧૩ કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે.

🌿 વિશ્વનાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકેશસ છે.

🌿  આફ્રિકામાં કિલીમાંજારો અને રુવેનઝોરી મુખ્ય પર્વતમાળાઓ છે. કિલીમાંજારો સુષુપ્ત જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌનાકિયા ૯૦૮૨ મીટર ઊંચો છે તે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.
 

♥ પશુ-પંખીનાં બચ્ચાં જલદી કેમ મોટાં થઈ જાય છે? ♥


🌺  માનવીનું બાળક એક વરસનું થાય ત્યારે માંડ પા પા પગલી પાડતાં શીખે છે, જ્યારે બિલાડી, કૂતરો, મરઘી કે ચકલીનાં બચ્ચાં એક વર્ષમાં પૂરેપૂરાં મોટાં થઈ જાય. ઘણી વખત એવો વિચાર આવતો હશે કે આવું કેમ થાય છે?

🌺  બચ્ચું જન્મ્યા પછી એનું શરીર કઈ ઝડપે વધે એનો આધાર જે તે પશુ-પંખી કેટલાં વર્ષ જીવે છે એની ઉપર હોય છે. જે જાનવર જેટલું ઓછું જીવતું હોય તેમ એનાં બચ્ચાંનું શરીર ઝડપથી વધવા માંડે છે. મરઘી પાંચ કે સાત વર્ષ માંડ જીવે છે એટલે મરઘીનાં બચ્ચાં ઈંડાંમાંથી નીકળ્યાં નથી કે બે-ચાર કલાકમાં પોતાની મેળે ચણતાં શીખી જાય છે અને ચાર-પાંચ મહિનામાં મોટાં થઈ જાય છે.

🌺  કૂતરો લગભગ વીસ વર્ષ જીવે છે એટલે એનાં બચ્ચાં એક-દોઢ વર્ષે મોટાં થાય છે.

🌺  માણસનું બાળક પાંચ વર્ષે જેટલું શીખી જાય, જેટલું મોટું થાય એટલું શીખવામાં, એટલાં  મોટાં થવામાં કૂતરાંનાં ગલૂડિયાને એક જ વર્ષ લાગે.

🌺 મોટા થવામાં બીજું કારણ પશુ-પંખીની હોશિયારી ઉપર પણ છે. પશુ-પંખી જેમ બુદ્ધિશાળી હોય તેમ ઊંચાં કુળનાં ગણાય છે. માણસનું મગજ સહુથી અટપટું છે. શરીરના પ્રમાણમાં મગજ પણ વધવું જોઈએ. મગજને વધતાં ખૂબ સમય લાગે છે એટલે જે જાનવરનું મગજ જેટલું ઓછું બુદ્ધિશાળી હોય તેમ તેને બનતાં ઓછો સમય લાગે. એ રીતે એનું શરીર ઝડપથી મોટું થતું જાય.

♥ મચ્છર ♥

💟  ધરતી પર મચ્છરોની 3500 થી વધારે પ્રજાતિઓ છે અને તે 20 કરોડ વર્ષ પહેલાં ધરતી પર આવ્યા હતાં.

💟  મચ્છર લગભગ 16 મિલીમીટર લાંબા અને 2.5 મિલીગ્રામ વજનનાં હોય છે

💟  મચ્છર માણસનો શ્વાસ પણ સુંઘી શકે છે. તે 75 ફૂટ દૂરથી co2 સુંઘી શકે છે.

💟  મચ્છર પોતાનાં એક વખતનાં ડંખમાં 0.001 થી 0.1 મિલીમીટર સુધી લોહી ચૂસી શકે છે.

💟  ઇતિહાસમાં થયેલા બધાંજ યુદ્ધોથી વધારે મૃત્યુ મચ્છરનાં કરડવાથી થયાં છે.

💟  મચ્છર પોતાના વજનથી 3 ગણું વધારે લોહી ચૂસી શકે છે

💟  જ્યારે મચ્છર લોહી માટે વધારે ઉતાવળાં થઇ જાય છે ત્યારે તે કપડામાંથી પણ ડંખવા લાગે છે.

💟  આઇસલેન્ડ અને ફ્રાંસ બે જ એવાં દેશ છે જ્યાં મચ્છર નથી.

💟  જો મચ્છરોને લોહી ના મળે તો તે નવા બચ્ચા પેદા કરી શકતાં નથી.

💟  લોહી એ મચ્છરનો ખોરાક નથી, માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનું લોહી ચૂસે છે. જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે.

💟  મચ્છરને ૪૭ દાંત હોય છે.

💟  મચ્છર કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે ઊડે છે. તે પોતાની પાંખ એક સેકંડમાં ૩૦૦થી વધુ વખત ફફડાવીને ગણગણાટ કરતાં ઊડે છે.

💟  દર વર્ષે મેલેરિયાથી 10 લાખ લોકોના મોત થાય છે. જો માત્ર આફ્રીકાની જ વાત કરવામાં આવે તો દર 45 સેકન્ડમાં એક મોત થાય છે.

💟  બીજા રંગોની તુલનામાં મચ્છરો વાદળી રંગની તરફ વધુ આકર્ષાય છે.

💟  મચ્છર એ લોકોની તરફ વધારે આકર્ષાય છે જેમણે હજું હમણાં જ કેળું ખાધું છે.

💟  ધરતી પરનાં બધાં જ મચ્છરોને મારીને એક ફૂટબોલનાં મેદાનમાં ભેગા કરવામાં આવે તો પાંચ કિલોમીટર ઊંચો ઢગલો થઇ જશે.

💟  'O' બ્લડ ગૃપવાળા લોકોને મચ્છરો વધુ કરડે છે.

💟  જો શરીરના કોઇપણ ભાગ પર  મચ્છર બેઠેલું હોય અને તમે તેને મારવા માંગતા હોય તો તે ભાગને ટાઇટ કરી લો.પછી તમે જોશો કે મચ્છર ઊડી નહીં શકે અને તમે તેને આશાનીથી મારી શકશો.

💟  જો મચ્છરના કરડેલા ભાગ પર ખંજવાળ આવતી હોય તો તે ભાગ પર ચમચી ગરમ કરીને થોડીવાર રાખો.ખંજવાળ આવતી બંધ થઇ જશે.