♥ આપણા રાષ્ટ્રધ્વજો ♥

♥ તિરંગા વિશે જાણવા જેવું ♥

🇮🇳 તિરંગા સાથે સંકળાયેલા 10 ફેક્ટ્સ 🇮🇳












♥ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને સાચી રીતો ♥


ભારતીય ધ્વજ સંહિતા ૨૦૦૨ મુજબ ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્યતા દિવસે માત્ર ખાદીનો રાષ્ટ્રધ્વજ જ ફરકાવી શકાય છે.

(૧) રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો  :- 

ગૃહ અને સંરક્ષણ ખાતાના વડા મથકોએ રાષ્ટ્રધ્વજના સમૂચિત ઉપયોગ માટે નિયમો પણ ઘડયા છે. જે નિચે મુજબ છે.

* રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકી શકાતા નથી.

* બીજા ધ્વજ રાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ મૂકાય છે. જ્યારે બીજા બધા ધ્વજ સહિત ઊંચો કરવો હોય ત્યારે તે સૌથી પહેલો ઊંચો કરવામાં આવે છે અને સૌથી છેલ્લો નીચે લાવવા માં આવે છે.

* જ્યારે રાષ્ટ્રધ્વજ બીજા ધ્વજોની સાથે લહેરાવવાનો હોય ત્યારે તે સૌથી મથાળે ફરકાવવો જોઈએ.

* રાષ્ટ્રધ્વજને સીધા કે આડા ન ઊંચકતા હંમેશાં ઊંચો જ રાખવો જોઈએ. જ્યારે સરઘસમાં તેને લઈ જવાતો હોય ત્યારેતેને જમણા ખભા પર ઊંચો અને પ્રદર્શનના મોખરે રાખવો જોઈએ.

* જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કેકાઠેરામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ આવવો જોઈએ.

* રાષ્ટ્રધ્વજ સવારથી સાંજ સુધી ફરકાવવામાં આવે છે. રાત્રીના રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ.

* સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટેઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવો, બીજા પ્રસંગો એ પણ યોગ્ય કદ ના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.

(૨) રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત

* જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તેરીતે ગોઠવાયેલો હોવો જોઈએ.

* જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસપ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.

* રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણ શિંગા ના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવીજોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.

* જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજા ના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાંઆવનાર હોયત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.

* જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.

* જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તેરીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે ફરકાવવો જોઈએ.

* જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તોતો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.

* પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાયતે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ. આ વખતે ખાસ ધ્યાનમામ રાખવુ કે રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.

* મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.

* જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

કેટલાક અગત્યનાં રૂપાંતરો

▪ 1 કિ.મી. = 1,00,000 સે.મી .
▪ 1મીટર = 100 સે.મી.
▪ 1 સે.મી . = 0.01 મીટર
▪ 1 માઈલ = 1,609.34 મીટર
▪1માઈલ = 1.609 કિ.મી .
▪1યાર્ડ = 0.9144 મીટર
▪1ફૂટ = 0.3048  મીટર
▪1ફૂટ = 12 ઇંચ
▪1ઇંચ = 0.0254 મીટર
▪1ઇંચ = 2.54 સે.મી .
▪1નોટિકલ માઈલ = 1,852 મીટર
▪1નોટિકલ માઈલ = 1.852 કિ.મી
▪1 કિ.મી = 1,000 મીટર
▪1 મીટર = 0.0001 કિ.મી.
▪1 યાર્ડ = 91.44  સે.મી.
▪1 યાર્ડ = 0.9144 મીટર
▪1 ફૂટ =  30.48 સે.મી .
▪1 નોટિકલ માઈલ = 1,85,200 સે.મી .
▪1 સે.મી . = 0.39 ઇંચ
▪1 મીટર = 3.28 ફૂટ
▪1 લીટર = 0.22 ગેલન
▪1 ગેલન = 4.54 લીટર
▪1 લીટર = 1.76 પિન્ટ
▪1 પિન્ટ = 0.57 લીટર
▪1 માઈલ =  1.760 યાર્ડ
▪1 માઈલ = 63,360  ઈંચ
▪1 માઈલ = 0.86 નોટિકલ માઈલ
▪1 યાર્ડ = 3 ફૂટ
▪1 યાર્ડ = 36 ઇંચ
▪1 ફૂટ = 0.33 યાર્ડ
▪1 ઇંચ = 25.4 મી .મી .
▪1 ઇંચ = 0.08 ફૂટ
▪1 નોટિકલ માઇલ = 1.15 માઈલ
▪1 નોટિકલ માઈલ = 2,025.37  યાર્ડ
▪1 નોટિકલ માઈલ = 6067.12 ફૂટ
▪1 નોટિકલ માઈલ = 72,913.4 ઇંચ
▪1 વાર = 3 ફૂટ 
▪1 માઈલ = 1,760 વાર
▪1 એકર = 0.405 હેક્ટર  
▪1 એકર = 4,840 વાર
▪1એકર =  404.7 ચો .મી .
▪1 ચોરસ વાર = 0.836 ચો .મી .
▪1 વાર = 0.914 મીટર
▪1 કિલો ગ્રામ = 1,000 મીટર
▪100 કિલો ગ્રામ = 1 ક્વિન્ટલ
▪1000 કિલો ગ્રામ = 1 ટન
▪1 કિલો ગ્રામ = 10 હેક્ટા ગ્રામ
▪1 હેક્ટા ગ્રામ = 10 ડેકા ગ્રામ
▪1 ડેકા ગ્રામ = 10 ગ્રામ
▪1 ગ્રામ = 10 ડેસિ ગ્રામ
▪1 ડેસિ ગ્રામ = 10 સેન્ટિ ગ્રામ
▪1 સેન્ટિ ગ્રામ = 10 મિલી ગ્રામ
▪1 ડઝન = 12 નંગ(સંખ્યા )
▪1 રીમ = 500 કાગળ
▪1 ગુંઠા = 121 ચો . વાર
▪1 કિલો ગ્રામ =  2.21 પાઉન્ડ
▪1 પાઉન્ડ = 0.45 કિલો ગ્રામ