❇ ગુજરાતના જાણીતા પર્વત શિખરો

🌈 ગિરનાર (રૈવત રૈવતક)
🎗જુનાગઢ જિલ્લો

🌈 જેસોર
🎗 બનાસકાંઠા

🌈 પાવાગઢ
🎗 પંચમહાલ

🌈 ચોટીલા
🎗 સુરેન્દ્રનગર

🌈 રતનમહાલ
🎗 દાહોદ

🌈 સાપુતારા
🎗 ડાંગ

🌈 તારંગા
🎗 મહેસાણા

🌈 શેત્રુંજય
🎗 ભાવનગર

🌈 ઇડર નો ડુંગર
🎗 સાબરકાંઠા

🌈બરડો ડુંગર
🎗 પોરબંદર

🌈 ગીરની ટેકરીઓ
🎗 અમરેલી , ગીર સોમનાથ

🌈 સતિયાદેવ
🎗જામનગર

🌈 ધીણોધર, ખાદીર, કાળો, ભુજીયો
🎗 કચ્છ

🌈ઓસમ
🎗રાજકોટ

🌈 આરાસુર
🎗બનાસકાંઠા

🌈રાજપીપળાની ટેકરીઓ
🎗નર્મદા

🌈વિલ્સન ( પરનેરની ટેકરીઓ)
🎗 વલસાડ

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ


 ભૌગોલિક ઉપનામ   -  શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫.      બુનકરોનું શહેર – પાનીપત

૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ 

૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા

૧૨.    નવાબોનું શહેર – લખનૌ

૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪.    પર્વતોની રાની – મસુરી

૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦.    મસાલોનો બગીચો – કેરળ

૨૧.    ગુલાબી નગર – જયપુર

૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર

૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬.    પહાડોની રાણી – નેતરહાટ

૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર

૨૯.    મીઠાનું સીટી – ગુજરાત

૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪.    સૂરમાં નગરી – બરેલી

૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬.    કાશીની બહેન – ગાજીપુર

૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર 

૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨.    ભારતનું પેરીસ – જયપુર

૪૩.    વરસાદનું ઘર – મેઘાલય

૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા

૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર

૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર.....

🌹SIZE OF MEMORY🌹

Bit (Binary Digit)

Nibble = 4 bits is called nibble.

Byte = 8 bits is called byte.

Kilobyte (KB) = 1024 Bytes

Megabyte (MB) = 1024 KB

GigaByte (GB) = 1024 MB

TeraByte (TB) = 1024 GB

PetaByte (PB)  = 1024 TB

Exabyte (EB) = 1024 PB

Zettabyte (ZB)= 1024 EB

Yottabyte (YB) = 1024 ZB

Hellabyte  = 1024 HB

Brontobyte = 1024 BB







♥ એપ્રિલ ફૂલનો ઇતિહાસ ♥

આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે.

મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે.

ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે.

હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પગાર ચૂકવવામાં આવેલો હતો.

ગ્રેગેરીયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ મહીનો જાન્યુઆરીથી શરુ થતો હતો આથી નવા વર્ષની ઉજવણી 1લી જાન્યુઆરીના રોજ શરુ કરી. પ્રજા તો રોમન જુલીયન કેલેન્ડર પ્રમાણે 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવા ટેવાયેલી હતી એટલે ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવા છતા પ્રજાએ 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવાનું ચાલુ રાખ્યુ. ( જુના રોમન જુલીયન કેલેન્ડરમાં નવાવર્ષનો પ્રારંભ એપ્રિલથી થતો આથી 1લી એપ્રિલને નવા વર્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવતો.)

રાજાને લાગ્યુ કે જો આમ જ ચાલતુ રહેશે તો નવા ગ્રેગેરીયન કેલેન્ડરનો કોઇ અર્થ નહી રહે આથી એમણે એક ખાસ આદેશ બહાર પાડ્યો અને જે માણસ 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવે એને " FOOL" ( મૂરખ) નો ખીતાબ આપવાનો શરુ કર્યો એટલે લોકો 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવવાનું ભૂલી ગયા. બસ ત્યારથી 1લી એપ્રિલને FOOL's DAY અર્થાત મૂરખાઓના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

♥ રેડક્રોસ ♥



🌹 આંતરરાષ્ટ્રીય રેડક્રોસ એ વિશ્વનું સૌથી મોટું માનવતા લક્ષી અભિયાન છે. તેમાં ૧૮૬ દેશો સભ્ય છે. 

🌹 હેન્રી ડૂમાન નામના સ્વિસ બેન્કના માલિકે યુધ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે રેડ ક્રોસની સ્થાપના કરેલી. તેણે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રધ્વજની વિપરીત એવી લાલ ચોકડીનું પ્રતીક રાખ્યું. 

🌹 રેડક્રોસ વિશ્વમાં ગમે ત્યાં યુધ્ધ મેદાન પર ઘાયલ સૈનિકો નિષ્પક્ષ સેવા કરે છે.

🌹 રેડક્રોસના વાહન પર કોઈ હુમલો કરી શકતું નથી. 

🌹 ઇ.સ. ૧૮૬૩માં જીનીવામાં રેડક્રોસની સ્થાપના થયેલી. 

🌹 રેડક્રોસના સ્થાપક સહિત સંસ્થાને સૌથી વધુ ચાર વખત નોબેલ શાંતિ એવોર્ડ એનાયત થયા છે. 

🌹 રેડક્રોસ યુધ્ધના મેદાનમાં જ નહીં . પરંતુ ભૂકંપ, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતોમાં પણ લોકોને મદદ કરવા પહોંચી જાય છે. 

🌹 રેડક્રોસના કુદરતી આફતમાં મદદરૃપ થતી આઈએફઆર સી સંસ્થામાં નવ કરોડથી વધુ કર્મીઓ, સ્વયંસેવકો અને કાર્યકરો છે.

♥ કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકો ♥

👉 આગ્રા કિલ્લો - અકબર
👉 લાલ કિલ્લો - શાહ જહાં
👉 જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉 ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉 બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉 તાજ મહેલ - શાહ જહાં
👉 કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક 
👉 ફતેહપુરસીક્રી - અકબર
👉 સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉 હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉 મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉 જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉 મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉 ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉 ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉 સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉 બેલૂર મઠ - રવીન્દ્રનાથ ટાગોર
👉 જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉 લાલ બાગ હૈદર અલી
👉 સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉 આનંદ ભવન - નહેરુ
👉 બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉 જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉 શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉 અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન 
👉 સાચી સ્તૂપ - અશોક
👉 મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉 ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉 નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત

♥ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કેવી રીતે થાય છે ? ♥

લખાણ થોડુ લાંબુ છે પણ વાંચવા માટે ખાસ ભલામણ કરુ છું.(સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા મિત્રો ખાસ વાંચે ) 

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે. આપણા વર્તમાન રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખરજીએ 25 જુલાઇ 2012થી પદ સંભાળ્યુ હતુ એટલે 24 જુલાઇ 2017ના રોજ એમનો કાર્યકાળ પુરો થાય છે. આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે એ ભારતના નાગરીક તરીકે આપણે જાણી-સમજી શકીએ એ માટે અટપટ્ટી પ્રક્રિયાને સરળ ભાષામાં આપ સૌ મિત્રો સાથે શેર કરુ છું.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદસભ્યો લોકોના પ્રતિનિધી તરીકે ભાગ લે છે અને મતદાન કરે છે. આ ચૂંટણીમાં સૌ પ્રથમ ધારાસભ્યના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ માટે જે તે રાજ્યની કૂલ વસ્તીને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી તેને 1000 વડે ભાગવામાં આવે છે. (આ ગણતરી માટે 1971ની વસ્તીગણતરી મુજબની વસ્તી ધ્યાનમાં લેવાય છે. 2026 સુધી એ મુજબ જ ગણતરી થશે) 

જો આપણે ગુજરાતની વાત કરીએ તો 1971માં ગુજરાતની કુલ વસ્તી 2,66,97.488 હતી એને ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા 182 વડે ભાગતા 1,46,690 આવે. આ સંખ્યાને ફરીથી 1000 વડે ભાગતા 147 આવે. આમ ગુજરાતના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 147 થાય. ગુજરાતના કૂલ ધારાસભ્યોના મતોનું મૂલ્ય 182 * 147 એટલે 26,754 થાય. આવી રીતે દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના મતોનું મૂલ્ય તે રાજયની 1971ની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યાના આધારે નક્કી થાય. વર્તમાન સમયે દેશના કૂલ 4120 ધારાસભ્યોના મતોનું મૂલ્ય 5,49,490 થાય છે.

ધારાસભ્યોના મતોના મૂલ્યના આધારે સંસદસભ્યોના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. લોકસભાના કુલ 545 સભ્યો છે એ પૈકી 543 ચૂંટાયેલા સભ્યો છે અને 2 એંગ્લો ઇન્ડીયન સભ્યોને રાષ્ટ્રપતિએ નોમીનેટ કરેલા હોય છે. રાજ્યસભાના સભ્યોની કૂલ સંખ્યા 245 છે જેમાં 233 સભ્યો ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિએ કરેલી હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ચૂંટાયેલા સભ્યોને જ મળે એટલે લોકસભાના 543 અને રાજ્યસભાના 233 મળીને કૂલ 776 સંસદસભ્યો મતદાન કરી શકે. એમના મતોનું મૂલ્ય નક્કી કરવા માટે આખાદેશના કૂલ 4120 ધારાસભ્યોના 5,49,490 મતોને સંસદસભ્યોની સંખ્યા એટલે કે 776 વડે ભાગવામાં આવે છે. આમ કરવાથી પ્રત્યેક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 થાય છે. દેશના કૂલ 776 સંસદસભ્યોના મતોનું મૂલ્ય 776 * 708 એટલે કે 5,49,408 થાય છે.

ધારાસભ્યોના મતોનુ કૂલ મૂલ્ય અને સંસદસભ્યોના મતોનું કૂલ મૂલ્ય લગભગ સરખુ જ થાય છે. જે થોડો તફાવત આવે છે એ ભાગાકાર વખતે અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવવાને કારણે આવે છે. આગામી ચૂંટણીમાં ધારાસભ્યો અને સંસદસભ્યોના મતોનું કૂલ મૂલ્ય 10,98,898 (5,49,490 + 5,49,408) છે. ભાજપ અને સાથી પક્ષો પાસે અત્યારે કૂલ 5,34,058 મતો છે અને કોંગ્રેસ તથા સાથી પક્ષો પાસે 2,54,651 મતો છે જ્યારે બાકીના મતો અન્ય પક્ષો પાસે છે. જીતવા માટે કૂલ મત પૈકી 50%થી વધુ મતો મળવા જોઇએ.

રાષ્ટ્રપતિની ચૂંટણી, આપણી સામાન્ય ચૂંટણી કરતા બીજી એક રીતે પણ જુદી પડે છે જેની બહુ ઓછા લોકોને ખબર છે. આપણી સામાન્ય ચૂંટણીમાં જેને સૌથી વધુ મત મળે એ ઉમેદવાર વિજેતા થાય જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા થવા માટે 50% કરતા વધુ મત મળવા જોઇએ. આ ગણતરી કેવી રીતે થાય છે એ ખુબ રસપ્રદ છે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્ય અને સંસદસભ્ય કોઇ એક ઉમેદવારને જ પોતાનો મત આપે એવુ ના હોય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેટલા ઉમેદવાર ઉભા હોય એ તમામ ઉમેદવારને મત આપવાનો હોય છે. તમને થશે કે એ કેવી રીતે શક્ય બને ? મત આપનાર ધારાસભ્ય કે સંસદસભ્ય રાષ્ટ્રપતિ પદના તમામ ઉમેદવારને પસંદગી ક્રમ આપે છે. જેમ કે ત્રણ વ્યક્તિ A, B અને C ચૂંટણીમાં ઉભા હોય તો તમારે ત્રણેને ક્રમ આપવાના હોય જેમ કે મારે B ને મત આપવો હોય તો એને પ્રથમ ક્રમ આપુ પછી બાકીના બે ઉમેદવારો A અને Cને મારી મરજી મુજબ બીજો અને ત્રીજો ક્રમ આપુ.

આ રીતે મતદાન થયા પછી માની લો કે કુલ મતોમાંથી A ને 40% B ને 35% અને Cને 25% મત મળ્યા તો Aને સૌથી વધુ મત મળેલા હોવા છતા વિજેતા ન ગણાય કારણકે એને 50%થી વધુ મત નથી મળ્યા. આવુ બને એટલે જેને સૌથી ઓછા મત મળ્યા હોય એનું નામ રદ કરી દેવામાં આવે અને એ ઉમેદવારના તમામ મત મતદાન કરનારાઓએ જે ઉમેદવારને બીજો ક્રમ આપ્યો હોય તે ઉમેદવારને જતા રહે. અહીંયા C ને મળેલા 25% મત હવે A અને B વચ્ચે વહેંચાય જાય. C ને જેને જેને મત આપ્યા હોય એ મત એળે ના જાય પણ હવે એ લોકોએ બીજા ક્રમ પર કોને પસંદગી આપી છે એ જોવામાં આવે અને જેટલા લોકોએ બીજા ક્રમે A ને પસંદગી આપી હોય એ બધાના માટે A ને જતા રહે અને જેટલા લોકોએ બીજા ક્રમે B ને પસંદગી આપી હોય એના મત Bને જતા રહે. આમ કરવાથી માની લો કે આ 25% મત પૈકી A ને 7% મળે અને B ને 18% મળે તો Aના કુલ મત 40 + 7 = 47% થયા અને Bના કુલ મત 35 + 18 = 53% થયા એટલે B વિજેતા ગણાશે કારણકે એને 50%થી વધુ મતો મળી ગયા. પ્રથમ ગણતરી વખતે A ને સૌથી વધુ મત મળેલા હતા આમ છતા એ હારી ગયા કારણકે એ 50%થી વધુ મત પ્રાપ્ત ન કરી શક્યા. 

ખરેખર આપણા બંધારણમાં રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત અને અનોખી છે.

♥ GST GK ♥


▪ GST પસાર કરનારો પ્રથમ દેશ

👉🏾 ફ્રાન્સ  ૧૯૫૪

▪   GST  FULL FORMS

👉🏾 *good and service tax*

▪ GST નો  અમલ

👉🏾 ૧ જુલાઇ ૨૦૧૭

▪ GST માટે બંધારણીય સુધારા બીલ

👉🏾૧૨૨

▪ GST માટે બંધારણીય સુધારો કેટલામો

👉🏾 ૧૦૧

▪GST ની પ્રથમ કાઉન્સિલ મીટીંગ

👉🏾 ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬

▪   GST ની અત્યાર સુધી ની કેટલી બેઠક મળી?

👉🏾  ૧૮

▪GST નુ સોફ્ટવેર કઇ કંપનીએ તૈયાર કર્યુ?

👉🏾 ઈન્ફોસીસ

▪ GST માટે ભારતે ક્યુ મોડેલ તૈયાર કર્યુ?

👉🏾 ડ્યુલ મોડેલ

▪ GST ના બ્રાન્ડ એમ્બેસેડર

👉🏾 અમિતાભ બચ્ચન

▪ GST પસાર કરનારો ભારત કેટલામો દેશ

👉🏾 ૧૬૧

▪  ભારત પહેલા GST નો અમલ કરનાર દેશ કયો?

👉   મલેશિયા 1 એપ્રિલ 2015

▪ વર્ષ 2018 માં કયો દેશ GST લાગુ કરવા જઈ રહ્યું છે ?

👉  સાઉદી અરેબિયા

▪ કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?

👉  આવકવેરો (Incometax)

▪ અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?

👉  ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%

▪  GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?

👉  17 ટેક્સ

▪  GST ના પ્રકાર કેટલા છે કયા કયા?

👉  4 પ્રકાર, ( *C* GST - સેન્ટ્રલ, *S* GST - સ્ટેટ, *I* GST - ઇન્ટિગ્રેટેડ *UT* GST - યુનિયન ટેરીટરી

🌀 GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?

✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.

🌀 GST બીલનું પ્રારૂપ તૈયાર pકરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?

✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)

🌀ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?

✔ વિજય કેલકર સમિતિ 2003

🌀 GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?

✔ અમિત મિત્રા (2016)

🌀GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?

✔23 સપ્ટેમ્બર 2016

🌀 GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.

✔33 સભ્યો

🌀GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?

✔ 18 બેઠક

🌀 GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?

✔અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)

🌀GST બીલ *રાજ્યસભા* માં ક્યારે પસાર થયું?

✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬

🌀GST બીલ *લોકસભા* માં ક્યારે પસાર થયું?

✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬

🌀 GST બીલ પર *રાષ્ટ્રપતિએ* ક્યારે મંજૂરી આપી?

✔8 સપ્ટેમ્બર 2016

🌀 GST બીલ *વિધાનસભામાં* પસાર કરનાર *પ્રથમ* રાજ્ય કયું?

✔ અસમ ૩ ઓગસ્ટ ૨૦૧૬

ગુજરાત  (23 ઓગસ્ટ 2016 ના રોજ)

🌀 GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?

✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.

🌀 GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું

✔  જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદ ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ

🌀 GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?

✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)

♥ હેલીનો ધૂમકેતુ ♥

💥 બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂંછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે. ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતાં હોય છે.

💥 ધૂમકેતુ હજારો વર્ષથી આકાશદર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે. પ્રાચીન કાળમાં ધૂમકેતુઓ સાથે દંતકથાઓ વણાયેલી હતી.

💥 ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુઓ શોધી કાઢયા છે. અંગ્રેજ વિજ્ઞાાની એડમન્ડ હેલીએ શોધેલો ધૂમકેતું વિશિષ્ટ છે. તેના નામ ઉપરથી તેને હેલીનો ધૂમકેતુ કહે છે.

💥 હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજલિસોટાની જેમ પસાર થાય છે. દર ૭૫ વર્ષ તે પૃથ્વી પરથી જોવા મળે છે. હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા ૭૪ થી ૭૯ વર્ષે પુરી કરે છે.

💥 હેલીનું માથુ માત્ર આઠકિલોમીટર વ્યાસનું છે. પણ તેની પૂંછડી દસલાખ કિલોમીટર લાંબી છે.

💥 હેલીનો ધૂમકેતુ એક માત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે. છેલ્લે તે ૧૯૮૬ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો. હવે ૨૦૬૧ના જૂલાઈની ૨૮ તારીખે જોવા મળશે.

♥ આપણું રાષ્ટ્રીય પ્રતીક : અશોકસ્તંભ ♥

👍🏼  રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ચિત્ર તો તમે જોયું જ હશે. ચલણી નોટો, સિક્કા અને રાષ્ટ્રીય દસ્તાવેજોમાં તે અચૂક જોવા મળે.

🌸  અશોક સ્તંભમાં એક સ્તંભ ઉપર ચારે દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહનું શિલ્પ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોકચક્ર છે. ચારે ચક્રની વચ્ચે વૃષભ (આખલો), અશ્વ (ઘોડો), હાથી અને સિંહનું એમ ચાર શિલ્પો છે.

🌸  ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, તેમનો જન્મ વૃષભ રાશિમાં થયેલો. તેનું પ્રતીક વૃષભ, બુદ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી તેનું પ્રતીક અશ્વ અને છેલ્લે સિંહ એટલે જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. આમ, આપણું રાષ્ટ્રીય પ્રતીક જ્ઞાન અને શક્તિનો સંદેશ આપે છે.

🌸  અશોક સ્તંભ બીજી સદીમાં થઇ ગયેલા મૌર્ય સમ્રાટ અશોકે બંધાવેલા. દેશમાં ઘણા સ્થળોએ આવા સ્તંભ બંધાવેલા. હાલમાં ૧૪ સ્તંભોના અવશેષો જોવા મળે છે. બધા જ સ્તંભો પથ્થરના શિલ્પ છે. બધા જ સ્થંભો સરેરાશ ૪૦થી ૫૦ ફૂટ ઉંચા છે અને ૫૦ ટન વજનના છે. મોટા ભાગના સ્તંભો બિહારના સારનાથ, સાંચી, છપરા, ચંપારણમાં છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારના રાણી ગેટમાં જોવા મળે છે.

♥ વરસાદ વિશેની અજાણી વાતો ♥

☔ સૌથી ઓછો વરસાદ રણપ્રદેશમાં નહીં પણ બરફથી ઢંકાયેલા એન્ટાર્કટીકામાં પડે છે

☔ વરસાદને કારણે દરેક વખતે જમીન ભીની થતી નથી કારણ કે ગરમ પ્રદેશમાં વરસાદ જમીન પર પડતાની સાથે જ વરાળ બની ઉડી જતો હોય છે.

☔ વરસાદની પોતાની કોઇ ગંધ કે સ્વાદ હોતો નથી.તેમાં બીજા તત્ત્વો ઉમેરાવાને કારણે તેનો સ્વાદ અને સુગંધ આવે છે.

☔ દરેક વરસાદના ટીપામાં પાણી હોય જ એ જરૂરી નથી.કેટલાક વરસાદના ટીપામાં માત્ર એસિડ અને ઝેરી વાયુઓ જ હોય છે.

☔ વાદળોના આકાર અને રંગ પરથી પણ વરસાદ પડશે કે નહીં તે જાણી શકાય છે.થોડું લાંબુ અને સપાટ વાદળું હોય કે કાળાશ પડતા   કે રાખોડી રંગનું હોય તો ૨૪ કલાકમાં વરસાદ પડશે એવું કહી શકાય.

☔ વરસાદનું એક ટીપું વાતાવરણમાં લગભગ ૧૦ દિવસ સુધી રહે છે.

☔ યુગાન્ડાના લોકોને વીજળીની બીક ક્યારેય લાગતી નથી.કારણ કે ત્યા વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૨૫૦ દિવસ વરસાદ પડવા સાથે વીજળી થતી હોય છે.

☔ શુક્ર અને મંગળ પર સલ્ફર અને મિથેનનો વરસાદ પડે છે.

☔ પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલા એક ગ્રહ પર તો લોખંડના કણનો વરસાદ પડે છે.

☔ આખી દુનિયામાં ભારતના ચેરાપુંજી (મોનસિનરમ) માં સૌથી વધુ વરસાદ પડે છે.ત્યાં વરસમાં ૨૬૪૬૦ મિ.મી. વરસાદ પડે છે.

☔ અમેરિકાનાં હવાઇ રાજ્યમાં આવેલા વાયાલિયાલી પર્વત પર વર્ષનાં ૩૬૫ દિવસમાંથી ૩૫૦ દિવસ વરસાદ પડે છે.

☔ અત્યાર સુધીનો સૌથી વધારે વરલાદ લા રિયુનિયન નામના ટાપુ પર પડ્યો હતો.ત્યા ૨૪ કલાકમાં ૭૧ ઇંચ વરસાદ પડેલો.

☔ ક્યુબામાં માત્ર બપોરે વરસાદ પડે છે અને થાઇલેન્ડમાં માત્ર રાત્રે વરસાદ પડે છે.

☔ બ્રાઝિલના આવેલા પેરામાં લોકો વરસાદને આધારે પણ પોતાની ઘડિયાળ સેટ કરતા હોય છે.કેમ કે ત્યા દરરોજ એક જ સમયે વરસાદ પડે છે.

☔ સામાન્ય રીતે આપણે ચિત્રોમાં કે કાર્ટુન્સમાં જોઇએ છીએ તેમ વરસાદના ટીપાનો આકાર આંસુના ટીપા જેવો નથી હોતો.હકીકતમાં વરસાદનાં ટીપા ઇંડાના આકાર જેવા હોય છે.

☔ સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં એવો કાયદો પસાર કરવામાં આવેલો કે જો વરસાદની આગાહી કરનારો માણસ વરસાદની ખોટી આગાહી કરે તો તેને ફાંસીએ ચડાવી દેવો.

♥ આકાશમાં હવાઈ સરહદ કઈ રીતે નક્કી થાય છે ? ♥

🚁   દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે. તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે.

🚁    આકાશમાં ઉડતાં વિમાનો દેશવિદેશની સફર માટે ચોક્કસ માર્ગ પર ઉડતા હોય છે અને દરેક દેશને પોત પોતાની હવાઈ સરહદ હોય છે.

🚁    જમીન પર સરહદ નક્કી કરવા માટે તારની વાડ કે દિવાલ બાંધી શકાય. પરંતુ આકાશમાં સરહદ કેવી રીતે નક્કી થતી હશે તે જાણો છો ? સામાન્ય રીતે વિમાનો આકાશમાં લગભગ ૩૦૫૦૦ મીટરની ઊંચાઈએ ઉડી શકે છે.

🚁   તેનાથી વધુ ઉંચાઈએ હવા પાતળી હોવાથી ખાસ પ્રકારના વિમાનો જ ઉડી શકે છે. એટલે દરેક દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે.

🚁   તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે. તેનાથી વધુ ઉંચાઈએ ફરી રહેલા સેટેલાઈટને કોઈ સરહદ કે સીમાનો નિયમ લાગુ પડતો નથી.

♥ વનસ્પતિના પાન લીલા અને ફૂલો રંગબેરંગી કેમ હોય છે? ♥

🌿 પૃથ્વી પર થતી તમામ વનસ્પતિના પાન લીલાં જ હોય છે. જો કે કોઈક વનસ્પતિના પાન લાલ જોવા મળે છે અને પાનખર ઋતુમાં પીળા હોય છે. પરંતુ વનસ્પતિના પાનનો કુદરતી રંગ તો લીલો જ હોય છે. લીલો રંગ વનસ્પતિનું જીવન કહેવાય.

🌱 લીલો રંગ તેમાં રહેલા કલોરોફીલને કારણે હોય છે અને કલોરોફીલ એટલે વનસ્પતિના ખોરાકનું કારખાનું.

🍀 સૂર્ય પ્રકાશમાંથી કલોરોફીલ વનસ્પતિ ખોરાક બનાવે છે અને વિકાસ પામે છે. એટલે ખોરાક મેળવવા માટે દરેક વનસ્પતિના પાન લીલાં હોય છે.

💐 જ્યારે ફૂલો રંગબેરંગી હોય છે. ફૂલોનું મુખ્ય કામ વનસ્પતિનો વંશ જાળવવાનું છે. ફૂલોમાં બીજો છોડ ઉત્પન્ન કરવા માટે પરાગરજ હોય છે. પરાગરજને બીજા છોડ સુધી પહોચાડવી જરૂરી છે.

🌷 છોડ કે વૃક્ષ ચાલી શક્તા નથી એટલે આ પરાગરજ બીજા છોડના ફૂલ ઉપર પહોચાડવા માટે મધમાખી કે પતંગિયાનો સહારો લેવો પડે છે. હવે પતંગિયા કંઈ એમને એમ તો છોડ ઉપર આવે નહીં.તેમને આકર્ષવા માટે વનસ્પતિના ફૂલ રંગબેરંગી બનાવવા પડયા. કેટલાક ફૂલ તો રાત્રે ખીલીને પણ જંતુઓને આકર્ષે છે.

🌹 આમ પતંગિયા અને ઉડતા જંતુઓને આકર્ષવા માટે ફૂલો રંગબેરંગી હોય છે.

🔰 સૌજન્ય 🔰

- ઝગમગ