પતંગ અને વિશ્વ પતંગ મ્યુઝિયમ વિશે અવનવું

 

આપણા દેશમાં ઉત્તરાયણનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવાય છે અને પતંગનું મહત્વ કેટલું છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ વિશ્વભરમાં ઉત્તરાયણ અને પતંગનું ખુબ જ મહત્વ છે.તે જાણીએ ...

Øસૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડામાંથી બનાવવામાં આવ્યો હતો તેવું માનવામાં આવે છે.

Øવિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મીલીમીટર જેટલું ઉંચો ઉડ્યો હતો.

Øવિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચો.મી.નું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.

Øવિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.

Øઅત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.

Øજાપાનના પતંગબાજ ધ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

Øએકદમ દુર પતંગ ઉડાડવાની હરીફાઈમાં સૌથી દુર એટલે કે સૌથી વધુ ઉંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.

Øન્યુઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડામાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.

Øકોડી મેનલિફ્ટિંગ ફાઈટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલીન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઈંગ્લીશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

Øથાઈલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

Øઅમેરિકામાં જયારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓએ પતંગનો ઉપયોગ સંદેશા-વ્યવ્હાર માટે કરતા હતા.

Øચીનમાં એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી.પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.

Øપેરગ્લાઈડીંગ એટલે પેરાશૂતની મદદથી હવામાં ઉડવાની જે રમત ચી તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે.૧૯૪૮ માં ફ્રાન્સીસ રોગાલોએ આ પતંગણી ડીઝાઇન તૈયાર કરી હતી.

Øવિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે ‘વન સ્કાય વન વર્લ્ડ’ સુત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.

Ø૧૯૦૧ માં માર્કોનીએ પતંગની મદદથી પહેલીવાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટીક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી. ચીનના ડ્રેગન આકારના પતંગ ખુબ જાણીતા છે.

વિશ્વ પતંગ મ્યુઝીયમ

Øવોશિન્ગ્ટન ખાતે વર્લ્ડ કાઈટ મ્યુઝીયમ આવેલું છે. વિશ્વના જોવાલાયક પતંગ સંગ્રહાલયમાં તેનો સમાવેશ થાય છે.

Øકેનેડાના પેલી ટાપુ ખાતે કાઈટ મ્યુઝીયમ આવેલું છે, જ્યાં લગભગ ૩,૦૦૦જેટલા પતંગોનો સંગ્રહ કરવામાં આવેલો છે.

Øમલેશિયામાં પાસીર ગુડાંગ નામનું પતંગનું મ્યુઝીયમ આવેલું છે, જ્યાં લગભગ ૨૦૦૦ જેટલા પતંગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

Øકમ્બોડિયામાં પતંગ ઉડાવવાને સાંસ્કૃતિક પરંપરા માનવામાં આવે છે. કમ્બોડિયામાં નેમ પેહ કાઈટ મ્યુઝીયમ આવેલું છે, જ્યાં ખાસ પ્રકારના કમ્બોડિયન પતંગનું પ્રદર્શન જોવા મળે છે.

Øવિશ્વનું સૌથી વિશાળ પતંગ મ્યુઝીયમ ચીનના વયફાંગ શહેરમાં આવેલું છે. ૧૩,૦૦૦ ચો.મી.વિસ્તારમાં ફેલાયેલા આ મ્યુઝીમમાં લગભગ ૨,૦૦૦ જેટલા પતંગ આવેલા છે.

Øઅમદાવાદ પતંગ મ્યુઝીયમ વિશ્વના જાણીતા અને શ્રેષ્ઠ પતંગ મ્યુઝીયમમાં સ્થાન ધરાવે છે.સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલા આ પતંગ મ્યુઝીયમની સ્થાપના ભાનુભાઈ શાહે કરી હતી. કાગળના ૪૦૦ ટુકડામાંથી બનાવેલો ૨૨ બાય ૧૬ મીટર લંબાઈ ધરાવતો પતંગ અહીનો જોવાલાયક પતંગ છે.

Không có nhận xét nào:

Đăng nhận xét